________________
૧૩૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૮૬ યતના અંશમાં ધર્મ છે અને ક્રિયા અંશમાં હિંસા છે, એ પ્રકારના ભાગથી જ પૂજાની ક્રિયામાં મિશ્રપણું સ્વીકારે, તો યતના અને ક્રિયાનું પ્રતિપાદક એવું જૈન વચન અને સર્વ ક્રિયાનયની વિધિ મિશ્ર થશે; અને એ રીતે યતના અને ક્રિયાને બતાવનારું જૈન વચન અને સર્વ ક્રિયાયની વિધિ મિશ્ર થશે એ રીતે, ધર્મપક્ષ પણ તે બંને ભાગો દ્વારા યતના અને ક્રિયાના ભાગો દ્વારા, મિશ્ર થાય. એથી કરીને મિશ્રાદ્વયની મિશ્રપક્ષની, પ્રાપ્તિ થાય; કેમ કે ઈતરદ્વયતા લોપથી=મિશથી ઈતર એવા ધર્મ અને અધર્મ એ રૂપ ઇતરદ્વયતા લોપથી, તેનો એક શેષ છે-ત્રણ પક્ષમાંથી એક શેષ=બાકી રહે છે અર્થાત્ ધર્મ, અધર્મ અને ધમધર્મરૂપ મિશ્ર પક્ષમાંથી એક મિશ્રપક્ષ શેષ રહે છે, અને તે રીતે મિશ્રાદ્વય શેષ રહે છે તે રીતે, તે મિશ્રાદ્વય મિશ્રપક્ષ, ભેદ ત્રણના પ્રતિપાદક એવા તારા મતનો પાર્જચંદ્રના મતો, કેવી રીતે લોપ નહિ કરે? અર્થાત્ લોપ કરશે. ‘સ્વ શસ્ત્ર સ્વના ઉપઘાત માટે છે એ પ્રકારનો વ્યાય તને-પાર્જચંદ્રને, પ્રાપ્ત થયો, એ પ્રમાણે ભાવ છે. I૮૬ ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોકના પ્રથમ બે પાદથી સ્થાપન કર્યું કે વચનથી પ્રાપ્ત થતી વિધેયતા પૂર્ણ અર્થમાં હોય છે, એક ભાગમાં નહિ; અને એ પ્રમાણે જો પાર્જચંદ્ર સ્વીકારે નહિ અને પૂજાની ક્રિયામાં યતનાની અપેક્ષાએ ધર્મ છે અને ક્રિયાની અપેક્ષાએ અધર્મ છે માટે પૂજામાં મિશ્રપણું છે; આમ કહે અને તેમ સ્વીકારીએ તો યતના અને ક્રિયાને બતાવનારું જૈન વચન પણ મિશ્ર પ્રાપ્ત થાય; કેમ કે ભગવાનની પૂજા કરવી જોઈએ ઇત્યાદિ પ્રતિપાદક વચન ક્રિયાને અને યતનાને એમ ઉભયને બતાવે છે. તેથી તે વચનપ્રયોગ ધર્મરૂપ નથી, પરંતુ ધર્માધર્મરૂપ છે, તેમ ફલિત થાય; અને તે રીતે સ્વીકારીએ તો શાસ્ત્રમાં બતાવેલી ક્રિયાનયની સર્વ વિધિ=ક્રિયાનાં પ્રતિપાદક સર્વ વચનો, મિશ્ર થાય.
જેમ - સાધુને વિહાર કરવાની ક્રિયાને કહેનારું વચન યતનાપૂર્વક વિહાર કરવાનું વિધાન કરે છે, તેથી તે વચન યતના અંશથી ધર્મરૂપ છે અને ક્રિયા અંશથી અધર્મરૂપ છે; કેમ કે વિહારની ક્રિયા વાઉકાયાદિ જીવોની હિંસાનું કારણ છે. આ જ રીતે યતનાપૂર્વક ખમાસમણ આપવાની ક્રિયા પણ ક્રિયાઅંશથી વાઉકાયાદિ જીવોની હિંસાનું કારણ છે અને યતના અંશથી ધર્મનું કારણ છે. તેમ સાધુની પડિલેહણની ક્રિયા પણ યતના અંશથી ધર્મનું કારણ છે અને ક્રિયા અંશથી અધર્મનું કારણ છે. તેથી ક્રિયાનયનાં સર્વ વચનો મિશ્ર પ્રાપ્ત થશે, અને આમ સ્વીકારીએ તો સંયમની સર્વ શુદ્ધ ક્રિયારૂપ ધર્મપક્ષ પણ યતના અંશથી અને ક્રિયા અંશથી મિશ્ર થશે. તેથી મિશ્રાદ્ધય=એક મિશ્રપક્ષ પ્રાપ્ત થશે; કેમ કે ધર્મ અને અધર્મ પક્ષરૂપ ઇતરદ્રયના લોપ દ્વારા એક મિશ્રપક્ષ અવશેષ રહે છે; અને તેમ સ્વીકારવામાં આવે તો પાર્શ્વચંદ્ર પણ (૧) ધર્મપક્ષ, (૨) અધર્મપક્ષ અને (૩) ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ, એમ ત્રણ પક્ષ સ્થાપન કરે છે. તે ત્રણ પક્ષનો પ્રતિપાદક એવો ભેદમય પાર્જચંદ્રનો મત પણ મિશ્રપક્ષના બળથી લોપ પામશે, તેથી એમ માનવું પડશે કે જૈનશાસનની સર્વ ક્રિયાઓ મિશ્રરૂપ છે, પરંતુ ફક્ત ધર્મરૂપ કે ફક્ત અધર્મરૂપ નથી; અને તેમ સ્વીકારવાથી પાર્જચંદ્રનો મત પણ મિશ્રાદ્ધયરૂપ=મિશ્રપક્ષરૂપ, પ્રાપ્ત થશે, તેથી ભગવાનની પૂજામાં મિશ્રપક્ષ સ્થાપન