________________
૧૨૯૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૬ શ્રવણમાત્રથી, સિદ્ધ છે; કેમ કે પ્રવર્તમાનું જ તદર્થપણું છે=વિધિવાક્ય પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરનારાં છે અને તેનું=પ્રવર્તમાનું, પ્રવૃત્તિ હેતુધર્માત્મકપણું છે.
પ્રવર્તમાન પ્રવૃત્તિ હેતુધર્માત્મકપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે –
‘પ્રવર્તમાને પ્રવૃત્તિ હેતુધર્મ કહે છે. એ પ્રમાણે અભિયુક્તની આખ પુરુષની, ઉક્તિકકથત છે, અને તેનું પ્રવર્તતાથી પ્રાપ્ત થતું પ્રવૃત્તિહેતુ ધર્મનું, તત્વથી ઈષ્ટસાધતત્વરૂપપણું છે, અને તે રીતે=પ્રવર્તતાથી પ્રાપ્ત થતું પ્રવૃત્તિeતુધર્મ ઈષ્ટનું સાધન છે તે રીતે, પ્રવૃત્તિનો હેતુ એવી ઈચ્છાના વિષયને બતાવનારું જે જ્ઞાન તે જ્ઞાનની વિષયતાના પર્યાપ્તિના અધિકરણરૂપ ધર્મપણું યુદ્ધર્માવચ્છિન્નમાં જણાય છે તદ્ધર્માવચ્છિન્નનું વિધેયપણું છે, એ પ્રમાણે પ્રકૃતિમાં યતનાવિશિષ્ટ દ્રવ્યસ્તવનું વિધેયપણું અબાધિત જ છે; કેમ કે વિનિગમતાનો વિરહ હોવાથી પણEયતતાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ', એ વચનની વિધેયતા યતનામાં સ્વીકારવી કે પૂર્ણ વાક્યમાં સ્વીકારવી, એ પ્રકારના વિનિગમતાનો વિરહ હોવાથી પણ, તેનાથી=પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે યતનાવિશિષ્ટદ્રવ્યસ્તવનું વિધેયપણું અબાધિત છે તેનાથી, તે પ્રકારની સિદ્ધિ છે પૂર્ણવાક્યમાં વિધેયતા છે તે પ્રકારની સિદ્ધિ છે.
અહીં પાર્જચંદ્ર કહે છે કે પૂર્ણવાક્યમાં વિધેયતા સ્વીકારવી કે એક ભાગમાં સ્વીકારવી તેનો વિનિગમક ન હોય ત્યારે પૂર્ણવાક્યમાં વિધેયતા સ્વીકારીને પૂજાની ક્રિયાને ધર્મરૂપે સ્થાપન કરવી, તે કઈ રીતે યુક્તિયુક્ત કહેવાય ? તેથી બીજો હેતુ કહે છે –
લિંગર્ભાવયનું જ વિનિગમકપણું છે=વિધિવાક્યના અર્થના અન્વયનું જ પૂર્ણવાક્યમાં વિધેયતા સ્વીકારવામાં વિનિગમકપણું છે.
૦ લિંગર્થસ્વરૂ૫ વિધેયતાનો અર્થ આ પ્રમાણે છે લિઆજ્ઞાને બતાવનાર એવી વિધિ, તેનો અર્થ વિધિનો અર્થ, તસ્વરૂપા વિધેયતા છે અર્થાત્ વિધિવાક્યમાં રહેલ વિધેયતા છે.
૦ પ્રવર્તના વિધિવાક્ય પ્રર્વતક છે, તેથી વિધિવાક્યમાં પ્રેરણા કહેવાનો ધર્મ છે તે પ્રવર્તના છે.
૦ ટીકામાં તથાતિ પાઠ છે ત્યાં તથાસિદ્ધઃ પાઠની સંભાવના છે. તે મુજબ અર્થ અમે કરેલ છે. ભાવાર્થ :
અવતરણિકામાં પાર્જચંદ્ર કહેલ કે અપવાદવાળી ક્રિયામાં વિધિ હોતી નથી, પરંતુ યતના અંશમાં જ વિધિ હોય છે. તેનું નિરાકરણ કરીને વિધિવાક્યને બતાવનારાં વચનોથી પ્રાપ્ત થતી વિધિ પૂર્ણ અર્થમાં છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
લિંગર્યાત્મિક વિધેયતા=વિધિવાક્યથી બોધ થતી એવી વિધેયતા વિધિવાક્યના શ્રવણમાત્રથી પૂર્ણ અર્થમાં પ્રાપ્ત થાય છે, પરંતુ તેના એક દેશમાં નહિ.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ, એ વાક્યમાં વિધિવાક્યને બતાવનાર જે વચન છે, તેના શ્રવણથી યતનાપૂર્વક પૂજાની ક્રિયામાં વિધેયતાની પ્રાપ્તિ છે, પરંતુ માત્ર યતનાભાગમાં વિધેયતાની પ્રાપ્તિ નથી. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –