________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૬
વિધિવાક્યનો અર્થ પ્રવર્તના છે અને પ્રવર્તના એ પ્રવૃત્તિનો હેતુ એવો ધર્મ છે; કેમ કે આપ્ત પુરુષો કહે છે કે પ્રવર્તના એ પ્રવૃત્તિનો હેતુ એવો ધર્મ છે અને પ્રવૃત્તિનો હેતુ એવો ધર્મ ૫૨માર્થથી ઇષ્ટનું સાધન છે.
૧૨૯૮
આનાથી એ ફલિત થાય કે આપ્ત પુરુષના વચન અનુસાર જે વિધિવાક્ય હોય તે ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરનારાં છે, તેથી તે વચનો પ્રવર્તનારૂપ છે, અને તે વચનોથી થતી પ્રવર્તના પ્રવૃત્તિનો હેતુ એવા ધર્મસ્વરૂપ છે અને તે ધર્મનું પાલન ઇષ્ટનું સાધન છે. આ પ્રકારના નિયમથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે.
-
અને તે પ્રમાણે → વિધિવાક્યથી પૂર્ણ અર્થમાં વિધેયતાની પ્રાપ્તિ થાય છે; કેમ કે વિધિવાક્ય ઉચિત ધર્મની પ્રવૃત્તિ કરાવનારાં છે અને તેનાથી ઇષ્ટની સિદ્ધિ થાય છે તે પ્રમાણે ć પ્રવૃત્તિના હેતુ=પોતાને ઇષ્ટ એવા ધર્મની પ્રવૃત્તિના હેતુ, એવી જે ઇચ્છા, એ ઇચ્છાના વિષયવાળું જ્ઞાન વિધિવાક્યથી થાય છે અને એ જ્ઞાનનો વિષય યતનાપૂર્વકની ભગવાનની પૂજા છે, અને એ જ્ઞાનની વિષયતાની પર્યાપ્તિ પૂર્ણ અર્થમાં થાય છે, અને એ પર્યાપ્તિનું અધિકરણ એવું ધર્મપણું જે ધર્માવચ્છિન્નમાં જણાય=વિધિવાક્યથી જે ધર્માવચ્છિન્નમાં જણાય તે ધર્માવચ્છિન્નનું વિધેયપણું છે, અર્થાત્ આવું ધર્મપણું વિધિવાક્યથી પૂર્ણ અર્થમાં જણાય છે, તેથી પૂર્ણ અર્થનું વિધેયપણું છે. એ રીતે પ્રકૃત એવા દ્રવ્યસ્તવમાં યતનાવિશિષ્ટ દ્રવ્યસ્તવનું વિધેયપણું અબાધિત છે; કેમ કે વિધિવાક્યથી યતનાપૂર્વક ભગવાનની ભક્તિ ક૨વાના અર્થનો બોધ થાય છે, તેથી યતનાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં વિધેયપણું અબાધિત છે.
અહીં પાર્શ્વચંદ્ર કહે કે યતનાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ, એ વચનથી યતના અંશમાં વિધિનો બોધ થાય છે કે પૂર્ણ દ્રવ્યસ્તવમાં વિધિનો બોધ થાય છે, તેમાં કોઈ વિનિગમક નથી, તેથી પૂર્ણ અર્થમાં વિધિ છે, તેમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
પૂર્વમાં યુક્તિ બતાવી તેનાથી વિનિગમનાનો વિરહ હોવા છતાં પણ તે પ્રકારે સિદ્ધિ થાય છે અર્થાત્ યતનાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં વિધિ સ્વીકારવી જોઈએ, તે પ્રકારે સિદ્ધિ થાય છે, માટે યતના અંશમાં વિધિ છે, તેમ સ્વીકારી શકાય નહિ. વળી, પોતાનું કથન યુક્તિયુક્ત છે અને પૂર્ણ અર્થમાં વિધિને સ્વીકારવી જોઈએ, તેમાં વિનિગમક પણ છે, તે બતાવવા અર્થે ગ્રંથકા૨શ્રી કહે છે
-
લિંગર્થના અન્વયનું જ વિનિગમકપણું છે અર્થાત્ યતનાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ, એ વચનમાં વિધિવાક્યનો અન્વય થાય છે, પરંતુ પૂજામાં યતના કરવી જોઈએ એ વચનમાં વિધિવાક્યનો અન્યય નથી. માટે વિનિગમનાનો વિરહ નથી, પરંતુ લિંગર્થના અન્વયનું જ વિનિગમકપણું છે.
ઉત્થાન :
શ્લોકના પ્રથમ પાદથી સ્થાપન કર્યું કે વિધિવાક્યોના શ્રવણથી પૂર્ણ અર્થમાં વિધેયતા પ્રાપ્ત થાય છે, તેથી શાસ્ત્રમાં જે જે વિધિવાક્યો હોય છે, તે વિધિવાક્યોથી એક દેશમાં વિધિ સ્વીકારી શકાય નહિ. અહીં પ્રશ્ન થાય કે કેટલાંક સ્થાને એક ભાગમાં પણ વિધિની પ્રાપ્તિ હોય છે, તે કઈ રીતે સંગત થાય ? તેથી ભાગમાં પ્રાપ્ત થતી વિધેયતા વિધિવાક્યથી નથી, પરંતુ બુદ્ધિકૃત છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી શ્લોકના બીજા પાદથી કહે છે