________________
૧૨૯૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૫-૮૬
જેમ સાધુ નવકલ્પી વિહાર કરવા અર્થે નદી ઊતરે છે, તેમ શ્રાવક ભગવાનની ભક્તિ કરીને સંયમની શક્તિનો સંચય કરવા અર્થે ભગવાનની પૂજાની ક્રિયા કરે છે. તેથી જેમ નવકલ્પી વિહાર કરવાના વચનથી પ્રસક્ત એવી નદી ઊતરવાની ક્રિયા ન કરવામાં આવે તો સાધુને આજ્ઞાભંગકૃત કર્મબંધ થાય, તેમ સંયમની શક્તિનો સંચય અર્થે ભગવાનની ભક્તિ ઉપાય છે, એ પ્રકારના શાસ્ત્રવચનથી પ્રસક્ત એવી પૂજાની ક્રિયા શ્રાવક ન કરે તો ભગવાનની આજ્ઞાભંગકૃત પ્રત્યપાય પ્રાપ્ત થાય. તેથી જેમ સાધુ પ્રસક્તના અકરણથી થતા પ્રત્યપાયના ભયથી નદી ઊતરવાની ક્રિયા કરે છે અને જેમ યતનાપૂર્વક નદી ઊતરનાર સાધુને હિંસાનો પરિહાર અશક્ય છે, તેમ યતનાપૂર્વક પૂજા કરનાર શ્રાવકને પણ હિંસાનો પરિહાર અશક્ય છે. તેથી શાસ્ત્રીય એવો હિંસાનો અશક્ય પરિહાર પણ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં અને શ્રાવકની ભગવાનની પૂજાની ક્રિયામાં સમાન છે. તેથી જો એમ કહેવામાં આવે કે સાધુને નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે, તો શ્રાવકની પૂજાની ક્રિયામાં પણ હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે. માટે શ્રાવકને પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન કહીને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્થાપવો અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે માટે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ નથી, એમ કહેવું, એ સ્વકપોલકલ્પનાથી મુગ્ધ જીવોના મનને માત્ર વિનોદ કરવારૂપ છે. એ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવું. II૮પા અવતરણિકા :
अपवादप्राये कर्मणि न विधिः, किन्तु यतनाभाग एव स्वच्छन्दप्राप्ततया च तत्र मिश्रत्वं स्याद्, अत्र आह - અવતરણિકાર્ચ -
અપવાદપ્રાયઃ કર્મમાં વિધિ નથી=અપવાદિક એવી શ્રાવકની પૂજારૂપ ક્રિયામાં વિધિ નથી, પરંતુ યતનાભાગમાં જાયતના અંશમાં જ, વિધિ છે, અને સ્વચ્છંદપ્રાપ્તપણું હોવાને કારણે શ્રાવકની પૂજાની ક્રિયામાં સ્વચ્છંદપ્રાપ્તપણું હોવાને કારણે, ત્યાં શ્રાવકની પૂજાની ક્રિયામાં, મિશ્રપણું થાય. આમાં આ પ્રકારના પાર્જચંદ્રના કથનમાં, ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
ઉત્સર્ગથી તો સર્વસાવધનો ત્યાગ કરીને આત્માના અસંગભાવને પ્રગટ કરવું જોઈએ એ પ્રકારનું શાસ્ત્રવચન છે, છતાં જેઓ ધનાદિની મૂર્છાને સર્વથા છોડીને અસંગભાવ પ્રગટ કરવા સમર્થ નથી એવા શ્રાવકોને અપવાદથી પૂજા કરવાની વિધિ છે અને તે અપવાદિક પૂજાને આશ્રયીને “યતનાપૂર્વક પૂજા કરવી જોઈએ', એ પ્રકારે શાસ્ત્રમાં વિધિવાક્ય છે, તે વિધિવાક્યથી ફલિત થાય કે હિંસાત્મક પૂજાની ક્રિયામાં પ્રવૃત્તિ કરવાનું વિધાન શાસ્ત્ર કરતું નથી, પરંતુ યતના અંશમાં વિધાન કરે છે અર્થાત્ શ્રાવક સામાયિકાદિ ન કરતા હોય અને જો ભગવાનની પૂજા કરે તો યતનાપૂર્વક કરવી જોઈએ, એ પ્રકારનું વિધાન શાસ્ત્ર કરે