________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
૧૨૯૩
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકની પૂજાની ક્રિયાની કૃતિ હિંસાવિષયક અને હિંસાનુકૂલ કૃતિ છે, અને આવી કૃતિવાળો પૂજા કરનાર શ્રાવક છે, અને જ્યારે શ્રાવક પૂજા કરે છે ત્યારે હિંસાવિષયકહિંસાનુકૂલકૃતિમત્વ શ્રાવકમાં વર્તે છે, અને શ્રાવકમાં વર્તતું હિસાવિષયકહિંસાનુકૂલકૃતિમત્વ સાધ્યત્વાખ્યવિષયતા સંબંધથી હિંસાનુષક્તધર્મવ્યાપારમાં રહે છે=શ્રાવકમાં વર્તતું હિંસાવિષયકહિંસાનુકૂલકૃતિમત્ત્વ સ્વનિરૂપિતસાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી હિંસાનુષક્તધર્મવ્યાપારરૂપ પૂજાની ક્રિયામાં રહે છે. તે આ રીતે –
સ્વ=હિંસાવિષયકહિંસાનુકૂલકૃતિમત્ત્વ તેનાથી નિરૂપિત ભગવાનની ભક્તિરૂપ સાધ્ય હિંસાનુષક્તધર્મવ્યાપાર છે, તે ધર્મવ્યાપારમાં સાધ્યત્વ રહેલ છે, તેથી શ્રાવકમાં રહેલ હિંસાનુકૂલહિંસાવિષયકકૃતિમત્વ સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી ભગવાનની પૂજારૂપ ક્રિયામાં પ્રાપ્ત થશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પૂજા કરે છે ત્યારે આ ક્રિયામાં હિંસા છે તેમ જાણવા છતાં પૂજાની ક્રિયા કરે છે; અને તે ક્રિયાથી હિંસાનુકૂલવ્યાપાર થાય છે, તેથી શ્રાવકની પ્રવૃત્તિથી હિંસાનું ઉત્પાદન થાય છે; અને આવી હિંસાનું ઉત્પાદન કરનાર ક્રિયા શ્રાવકના આત્મામાં છે, અને તે ક્રિયાથી ભગવાનની ભક્તિ સાધ્ય છે, તેથી સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી ભગવાનની પૂજારૂપ ક્રિયામાં હિંસા પ્રાપ્ત થાય છે, તેથી એ ફલિત થયું કે ભગવાનની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે. માટે શ્રાવકની પૂજાની ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ છે, એમ પાર્જચંદ્ર કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આવા પ્રકારનું હિંસાનું ઉત્પાદન સાધુને નદી ઊતરવાની ક્રિયામાં શું નથી ? અર્થાત્ છે; કેમ કે જેમ શ્રાવક જાણે છે કે મારી પૂજાની ક્રિયાથી પુષ્પાદિ જીવોની હિંસા થશે, તેમ સાધુ પણ જાણે છે કે મારી નદી ઊતરવાની ક્રિયાથી હિંસા થશે. તેથી જેમ શ્રાવકની પૂજાની કૃતિ હિંસાવિષયક છે, તેમ સાધુની નદી ઊતરવાની કૃતિ પણ હિંસાવિષયક છે. તેથી પૂજા કરનાર શ્રાવકની જેમ નદી ઊતરનાર સાધુમાં પણ હિંસાવિષયક હિંસાનુકૂલકૃતિમત્ત્વ છે, અને જેમ પૂજા કરનાર શ્રાવકનું હિંસાવિષયક હિંસાનુકૂલકૃતિમત્ત્વ સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી હિંસાથી યુક્ત ભગવાનની પૂજારૂપ ધર્મવ્યાપારમાં છે, તેમ નદી ઊતરનાર સાધુનું પણ હિસાવિષયકહિંસાનુકૂલકૃતિમત્ત્વ સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી હિંસાથી યુક્ત નદી ઊતરવારૂપ ધર્મવ્યાપારમાં છે, તેથી જો પાર્ધચંદ્ર શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન સ્વીકારીને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ પૂજામાં સ્થાપન કરે તો સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન સ્વીકારીને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારવો જોઈએ.
અહીં પાર્થચંદ્ર કહે કે સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે. તેથી સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનો પરિહાર છે. માટે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -
યતનાથી હિંસાનો પરિવાર સાધુની નદી ઊતરવાની ક્રિયામાં અને શ્રાવકની પૂજાની ક્રિયામાં સમાન છે; કેમ કે જેમ સાધુ યતનાપૂર્વક નદી ઊતરે તો હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ માત્ર હિંસાની ઉત્પત્તિ છે, તેમ કહેવામાં આવે તો જે શ્રાવક વિધિપૂર્વક ભગવાનની પૂજા કરે છે, તે શ્રાવક પણ યતનાપૂર્વક ભગવાનની