________________
૧૨૯૨
પ્રતિમાશતક | શ્લોક : ૮૫ અને શ્રાવકને સર્વવિરતીના શક્તિ સંયમ અર્થ પ્રસક્ત એવી પૂજાની ક્રિયા ન કરવામાં કર્મબંધરૂપ પ્રત્યાયના ભયથી, બંનેનેeતદી ઊતરવાની ક્રિયામાં સાધુને અને ભગવાનની પૂજાની ક્રિયામાં શ્રાવકને, અશક્યપરિહાર પણ=હિંસાનો અશક્ય પરિહાર પણ, શાસ્ત્રીય છે, એ પ્રમાણે સૂક્ષ્મ વિચારવું અર્થાત્ સૂક્ષ્મ જોવું. I૮પા ભાવાર્થ :
પૂર્વપક્ષી પાર્થચંદ્ર યુક્તિથી બતાવે છે કે સાધુ નદી ઊતરે છે, તેમાં હિંસા થાય છે, અને શ્રાવક પૂજા કરે છે તેમાં પણ હિંસા થાય છે; તે બંનેમાં ભેદ છેઃગૃહસ્થ હિંસાને કરે છે અને સાધુ હિંસા કરતા નથી, પરંતુ કોઈક રીતે થાય છે=પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસા હોવા છતાં શ્રાવક પૂજા કરે છે તેથી શ્રાવક હિંસાનું ઉત્પાદન કરે છે અને સાધુ તો હિંસાના પરિવાર માટે યતના કરે છે છતાં જલના જીવોની હિંસાનો પરિહાર થઈ નહીં શકવાથી હિંસાની ઉત્પત્તિ છે, તેથી કોઈક રીતે હિંસા થાય છે પણ સાધુ હિંસા કરતા નથી. આ પ્રકારનો શ્રાવકની પૂજાની ક્રિયામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં ભેદ છે, તેથી શ્રાવકની પૂજાની ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષની પ્રાપ્તિ છે અને સાધુને નદી ઊતરવાની ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષની પ્રાપ્તિ નથી. આ પ્રકારના પાર્જચંદ્રના કથનને સામે રાખીને શ્લોકના ત્રીજા અને ચોથા પાદથી ગ્રંથકારશ્રી કહે છે –
શ્રાવકને કે સાધુને અવર્જનીય હિંસાસંબંધવાળા વિહિત એવા નિયત કર્મમાં સ્વઇચ્છાકલ્પનાથી તદુત્પાદન અને તદુત્પત્તિ દ્વારા=હિંસાનું ઉત્પાદન અને હિંસાની ઉત્પત્તિ દ્વારા, કોઈ તથ્થભેદ નથી અર્થાતુ પાર્જચંદ્ર જે ભેદ કરે છે તે તથ્થભેદ નથી.
ગ્રંથકારનો આશય એ છે કે પૂર્વપક્ષીએ જે કહ્યું કે ગૃહસ્થ હિંસા કરે છે, તે કથનથી શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે; અને સાધુ નદી ઊતરે છે ત્યાં હિંસા કરતા નથી પણ કોઈક રીતે હિંસા થાય છે, તે હિંસાની ઉત્પત્તિ છે. તેથી ગૃહસ્થની હિંસામાં અને સાધુની હિંસામાં ભેદ છે, એમ જે પાર્જચંદ્ર કહે છે, તેવો કોઈ તથ્થભેદ નથી, પરંતુ પાર્જચંદ્રની પોતાની માન્યતામાં બેઠું છે કે શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસા છે, માટે મિશ્રપક્ષ છે, અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષ નથી; કેમ કે સાધુ સર્વસંયમને પાળનારા છે. તેથી સ્વમતિકલ્પનાથી શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાની ઉત્પત્તિ છે, તેમ ભેદ કરીને પોતાની માન્યતાને અનુસરનારા મુગ્ધજનોને માત્ર સંતોષ આપવારૂપ પાર્થચંદ્રની કલ્પના છે.
આ પાર્જચંદ્રની કલ્પના તથ્ય વગરની કેમ છે ? તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે –
પાર્થચંદ્ર કહે છે કે શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે. તે વચનથી એ પ્રાપ્ત થાય છે કે પૂજાની ક્રિયા હિંસાનુષક્ત ધર્મવ્યાપારરૂપ છે=હિંસાથી યુક્ત એવા ધર્મવ્યાપારરૂપ છે; અને શ્રાવક જાણે છે કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેથી શ્રાવકની પૂજાની કૃતિ હિંસાવિષયક કૃતિ છે. વળી તે પૂજાની ક્રિયાથી પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેથી તે કૃતિ હિંસાનુકૂલ પણ છે.