________________
૧૨૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૮૫ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં સ્ખલના થાય તોપણ ભગવાનની આજ્ઞાપાલનનો અધ્યવસાય પૂજામાં અને નદી ઊત૨વાની ક્રિયામાં વર્તતો હોવાને કા૨ણે પૂજાની ક્રિયા અને નદી ઊતરવાની ક્રિયા સવ્યવહાર છે. માટે ધર્મધર્મરૂપ મિશ્રપક્ષ નથી; પરંતુ જે કાંઈ સ્ખલનાકૃત હિંસા થઈ છે, તે શ્રાવકને ભગવાનની પૂજામાં વર્તતા શુભભાવથી નાશ પામે છે, અને સાધુને રત્નત્રયીની વૃદ્ધિ અર્થે આજ્ઞાપાલનના વર્તતા શુભ અધ્યવસાયથી નાશ પામે છે. તેથી અનાભોગથી સ્ખલનાવાળી પણ પૂજાની ક્રિયામાં કે નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષ માનવાની આપત્તિ નથી. માટે આલોકવ્યવહારથી થતી હિંસા, બાધ કરનાર છે=મિશ્રપક્ષમાં પ્રવેશ ક૨ના૨ છે, એ કથન અર્થ વગરનું છે.
પૂર્વમાં પાર્શ્વચંદ્રે શ્લોક-૮૪માં કહેલ કે સાધુ ઉચિત યતનાથી નદી ઊતરે છે, માટે સાધુને નદી ઊતરવામાં હિંસા નથી, અને દ્રવ્યસ્તવમાં સાધુઉચિત યતનાનો અભાવ હોવાને કા૨ણે અવર્જનીય હિંસા છે. માટે દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષ છે. તેનું નિરાકરણ કરવા અર્થે શ્લોકના પ્રથમ બે પાદથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કૃર્યું કે વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકને અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુને શાસ્ત્રીય વ્યવહા૨થી હિંસા નથી, અને બાહ્ય હિંસામાં હિંસા માનનાર લોકવ્યવહારથી પૂજામાં હિંસા કે સાધુને નદી ઊતરવાની ક્રિયામાં હિંસા મિશ્રપક્ષની પ્રાપ્તિનું કારણ નથી. તેથી હવે પાર્શ્વચંદ્ર પોતાનો મત સ્થાપન કરવા માટે જે અન્ય યુક્તિ બતાવે છે, તે બ્લોકના ત્રીજા, ચોથા પાદનું ઉત્થાન ક૨વા અર્થે ‘નનુ’થી બતાવે છે
ટીકા ઃ
ननु प्राण्युपमर्दस्तावद्धर्मकर्मण्यपि हिंसैव, गृही तु तां करोति, साधोस्तु सा कथञ्चिद् भवतीत्यस्ति विशेष इति चेत् ? अत्राह-इच्छाकल्पनया= स्वरसपूर्वयेच्छ्याऽभ्युपेत्य विहिते नियतव्यापारकेऽवर्जनीयहिंसासम्बन्धे कर्मणि तदुत्पादनोत्पत्तिभ्यां तु भिदा काऽपि तथ्या न, अपि तु स्वकपोलकल्पनया मुग्धमनोविनोदमात्रमिति भावः । तथाहि - हिंसानुषक्तधर्मव्यापारे साध्यत्वाख्यविषयतया हिंसाविषयकहिंसाऽनुकूलकृतिमत्त्वं गृहिणश्चेत् साधोर्न कथम् ? यतनया परिहारश्चेदुभयत्र समानः, कृतौ हिंसात्वावच्छिन्नसाध्यत्वाख्यविषयताऽभावोप्युभयोर्यतमानयोः तुल्यः, अशक्यपरिहारोऽपि प्रसक्ताकरणप्रत्यपायभिया द्वयोः शास्त्रीय इति सूक्ष्ममीक्षणीयम् ।।८५ ।।
ટીકાર્ય ઃ
ननु ...... ભાવ । ‘નનુ’થી પૂર્વપક્ષી સ્વપક્ષનું સ્થાપન કરે છે. પ્રાણીનું ઉપમર્દન ધર્મ-કર્મમાં પણ હિંસા જ છે વળી ગૃહસ્થ તેને દ્રવ્યસ્તવમાં હિંસાને, કરે છે, વળી સાધુને તે=હિંસા, કોઈક રીતે થાય છે, એ પ્રકારે વિશેષ છે=ગૃહસ્થની પૂજામાં થતી હિંસામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસામાં ભેદ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી પાર્શ્વચંદ્ર કહે તો એમાં=પાર્શ્વચંદ્રના કથનમાં, ગ્રંથકારશ્રી કહે છે –
ઇચ્છાકલ્પનાથી=સ્વરસપૂર્વક ઇચ્છાથી, સ્વીકારીને અવર્જનીય હિંસાસંબંધવાળા નિયત વ્યાપારક વિહિત કર્મમાં તદુત્પાદન અને તદુત્પત્તિ દ્વારા=શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનો ઉત્પાદ છે - અને