________________
૧૨૯૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૫ પૂજા કરે છે અને ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવી સર્વ હિંસાનો પરિહાર કરે છે, તેથી શ્રાવકની પૂજાની ક્રિયામાં પણ સાધુની નદી ઊતરવાની ક્રિયાની જેમ હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે.
અહીં પાઠ્યચંદ્ર કહે કે પૂજાની ક્રિયા હિંસાયુક્ત ભગવાનની ભક્તિરૂપ છે તેથી હિંસાત્વાવચ્છિન્ન સાધ્યવાખ્ય વિષયતાવાળી પૂજાની ક્રિયા છે હિંસાથી યુક્ત એવી ભગવાનની ભક્તિરૂપ સાધ્યતાવિષયવાળી પૂજાની ક્રિયા છે, અને સાધુની તો હિંસાથી યુક્ત સાધ્યતા વિષયવાળી નદી ઊતરવાની ક્રિયા નથી, પરંતુ સંયમને અનુકૂળ વ્યાપારવાની ક્રિયા છે. તેથી સાધુ જ્યારે નદી ઊતરે છે, ત્યારે સંયમને અનુકૂળ વ્યાપાર કરે છે, તેથી હિંસાને અનુકૂળ વ્યાપાર નથી તોપણ હિંસાની ઉત્પત્તિ થાય છે. જ્યારે શ્રાવકની પૂજાની ક્રિયા તો હિંસાથી યુક્ત ભગવાનની ભક્તિરૂપ છે, તેથી ત્યાં હિંસાનું ઉત્પાદન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
કૃતિમાં હિંસાથી યુક્ત સાધ્યતાનો અભાવ યતમાન એવા નદી ઊતરનાર સાધુને અને યતનાપૂર્વક પૂજા કરનાર શ્રાવકને સમાન છે.
આશય એ છે કે જેમ ભગવાનની પૂજાની ક્રિયા હિંસાથી યુક્ત ધર્મવ્યાપારરૂપ છે, તેમ સાધુની નદી ઊતરવાની ક્રિયા પણ હિંસાથી યુક્ત ધર્મવ્યાપારરૂપ છે. તેથી હિંસાત્વાવચ્છિન્નસાધ્યતા જો પૂજાની ક્રિયામાં છે તો નદી ઊતરવાની ક્રિયામાં પણ સમાન છે; અને યતનાને કારણે સાધુની નદી ઊતરવાની ક્રિયા હિંસાથી યુક્ત સાધ્યતાવાળી નથી, પરંતુ સંયમની વૃદ્ધિને અનુકૂળ સાધ્યતાવાળી છે. તેથી સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે એમ પાર્જચંદ્ર કહે તો યતનાને કારણે શ્રાવકની પૂજાની ક્રિયા પણ હિંસાથી યુક્ત સાધ્યતાવાળી નથી, પરંતુ સંયમની પ્રાપ્તિનું કારણ બને એવી ભગવાનની ભક્તિરૂપ સાધ્યતાવાળી છે. તેથી શ્રાવકની પૂજાની ક્રિયામાં પણ હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ હિંસાની ઉત્પત્તિ છે. માટે ભગવાનની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાની ઉત્પત્તિ છે, એ પાર્જચંદ્રની સ્વકલ્પનામાત્ર છે.
અહીં પાર્જચંદ્ર કહે કે સાધુને સંયમપાલન માટે નવકલ્પી વિહારનો યત્ન કરવાનો છે અને તે પ્રમાણે કરતાં નદી ઊતરતી વખતે જે જીવોની હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપ છે. માટે સાધુ હિંસાનું ઉત્પાદન કરતા નથી, પરંતુ નવકલ્પી વિહારમાં યત્ન કરે છે અને તે યત્ન કરવા જતાં હિંસાનો પરિહાર અશક્ય છે, માટે સાધુને હિંસાની ઉત્પત્તિ છે, પરંતુ હિંસાનું ઉત્પાદન નથી અર્થાત્ સાધુને નવકલ્પી વિહાર શાસ્ત્રવચનથી પ્રસક્ત છે અને સાધુ જો નવકલ્પી વિહાર ન કરે તો પ્રસક્ત એવા નવકલ્પી વિહારના અકરણને કારણે ભગવાનની આજ્ઞાભંગકૃત પ્રત્યપાય થાય છે અને તે પ્રત્યપાથના ભયથી સાધુ નદી ઊતરે. છે, તે શાસ્ત્રસંમત ક્રિયા છે; અને તે ક્રિયામાં હિંસાનો પરિહાર અશક્ય છે, અને જે હિંસાનો પરિવાર શક્ય છે, તે સાધુ યતનાથી કરે છે. તેથી સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાની ઉત્પત્તિ છે, પરંતુ હિંસાનું ઉત્પાદન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -