________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
૧૨૮૫
યતનાવાળી સાધુની નદી ઊતરવાની ક્રિયામાં અપ્રમાદભાવ છે. માટે સાધુને મિશ્રપક્ષ નથી અને શ્રાવકને પૂજાની ક્રિયામાં મિશ્રપક્ષ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકા૨શ્રી કહે છે –
અધિકા૨ના ભેદથી ન્યૂન-અધિક ભાવનો પણ મુક્તિપર્યંત સંભવ છે. તેથી ઉપરના અધિકારની ક્રિયાને અપ્રમાદભાવવાળી સ્વીકારવામાં આવે તો મુક્તિપર્યંત ઉ૫૨ની ભૂમિકાની અપેક્ષાએ નીચેની ભૂમિકાવાળી સર્વ ધર્મક્રિયામાં ન્યૂનભાવ હોવાથી પ્રમાદ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી ઉપરની ભૂમિકાવાળી સાધુની નદી ઊતરવાની ક્રિયા શાસ્ત્રાનુસારી યતનાપૂર્વક હોય તો હિંસા નથી, તેમ નીચેની ભૂમિકાવાળી શ્રાવકની ભગવાનની પૂજાની ક્રિયા પણ શાસ્ત્રાનુસારી વિધિપૂર્વકની હોય તો હિંસા નથી, ભગવાનની પૂજા એકાંતે નિરવઘ છે, તેથી ધર્મરૂપ છે, પરંતુ ધર્મધર્મરૂપ મિશ્ર ભાવવાળી નથી, તેથી અધિકારના ભેદથી પૂજાની ક્રિયાને ન્યૂનભાવવાળી અને સાધુની નદી ઊતરવાની ક્રિયાને અધિક ભાવવાળી કહીને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસા નથી અને શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસા છે, તેમ કહેવું ઉચિત નથી. વળી ગ્રંથકારશ્રી તેની પુષ્ટિ કરતાં કહે છે
અન્યથા=અધિકા૨ના ભેદથી ન્યૂનાધિક ભાવ સ્વીકારીને શ્રાવકની પૂજાની ક્રિયાને ધર્માધર્મરૂપ મિશ્ર ભાવવાળી કહેવી અને સાધુની નદી ઊતરવાની ક્રિયાને એકાંતે ધર્મરૂપ કહેવી એ ઉચિત નથી તેમ ન માનો તો, સંપૂર્ણ આચારવાળા અને સાધુજીવનની મર્યાદા પ્રમાણે ચૌદ ઉપકરણને ધારણ કરનારા એવા સ્થવિરકલ્પિકને પણ જિનકલ્પિકની અપેક્ષાએ જુદો અધિકાર હોવાને કા૨ણે પ્રમત્ત અને સંયમમાં ન્યૂન માનવા પડે.
વસ્તુતઃ જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પૂર્ણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા છે અને જિનકલ્પના આચારથી ન્યૂન પણ સ્વભૂમિકાના સંપૂર્ણ આચાર પાળે છે તેવા સ્થવિરકલ્પિક સાધુ ભગવાનના વચનાનુસાર ચૌદ ઉ૫ક૨ણ ધારણ કરે છે અને સ્વભૂમિકાના સંપૂર્ણ આચારમાં ઉદ્યમશીલ એવા જિનકલ્પિક સાધુઓ પોતાની ભૂમિકા પ્રમાણે ઉત્કૃષ્ટથી બાર અને જઘન્યથી બે વસ્ત્રને ધારણ કરે છે, તેથી જિનકલ્પિકથી સ્થવિરકલ્પિકને અધિક ઉપધિ છે અને નીચેની ભૂમિકાનો આચાર છે, માટે સ્થવિકલ્પિક સાધુને પ્રમત્ત માનવા પડે અને જિનકલ્પિકથી ન્યૂન માનવા પડે, પરંતુ તે ઉચિત નથી; કેમ કે શાસ્ત્રકારોએ રત્નને ઉત્પન્ન કરનાર એવા રત્નાકરના દૃષ્ટાંતથી જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક બંનેને તુલ્ય સ્વીકાર્યા છે.
આશય એ છે કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી આજ્ઞાને પૂર્ણ પરતંત્ર છે, તે સાધુ ગુણરૂપી રત્નોને ઉત્પન્ન કરનાર રત્નાકર જેવા છે; અને તેવા સાધુઓ જેમ જેમ ઉપર ઉપરની ભૂમિકામાં જાય છે, તેમ તેમ ઉપર ઉપરની ભૂમિકાના આચારોનું સેવન કરે છે; અને જ્યારે જિનકલ્પની ઉચિત ભૂમિકાને પ્રાપ્ત કરે છે, ત્યારે પણ પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદભાવથી જિનકલ્પમાં યત્ન કરે છે, તેથી જેમ સંયમ ગ્રહણ કરતી વખતે અનેક ગુણોને પ્રગટ કરતા એવા રત્નાકર જેવા તે અપ્રમત્ત સાધુ હતા, તેમ જિનકલ્પ સ્વીકારે છે ત્યારે પણ અનેક ગુણોને પ્રગટ કરતા રત્નાકર જેવા તેઓ છે. કેમકે “અપ્રમાદભાવથી સર્વ પ્રકારે વીતરાગ થવા ઉદ્યમ કરવો” એ રૂપ રત્નોને ઉત્પન્ન કરતા રત્નાકર જેવો ભાવ બન્નેમાં તુલ્ય છે.