________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
૧૨૮૩ નથી; કેમ કે તેઓ પૂજાના અધિકારી છે. તેથી પોતાની ભક્તિના પ્રકર્ષને માટે ઘણાં પુષ્પાદિ પણ વાપરે છે; અને સાધુ નિરારંભ જીવનના અધિકારી છે, તેથી નદી ઊતરતી વખતે શક્ય એટલા ઓછા જીવો મરે તેવી યતના કરે છે. તેથી પૂજામાં અને નદી ઊતરવામાં અધિકારનો ભેદ હોવાને કારણે પૂજામાં યતનાનો ન્યૂન ભાવ છે અને નદી ઊતરવામાં યતનાનો અધિક ભાવ છે. માટે ન્યૂન ભાવવાળી યતનામાં પ્રમાદભાવ છે અને અધિક ભાવવાળી યતનામાં અપ્રમાદભાવ છે. તેથી ન્યૂન ભાવવાળી યતનાયુક્ત પૂજાની ક્રિયામાં પ્રમાદ છે, માટે હિંસા છે, અને અધિક ભાવવાળી યતનાયુક્ત સાધુની નદી ઊતરવાની ક્રિયામાં અપ્રમાદ છે માટે હિંસા નથી. આ પ્રકારે પૂર્વપક્ષીના કથનના નિરાકરણમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
ગથિયારમેન્ટેન ... સવ, અધિકારના ભેદથી ભૂતાધિક ભાવનો પણ આમુક્તિ મુક્તિપર્યંત, સંભવ હોવાથી સાધુની નદી ઊતરવાની યતનામાં અપ્રમાદભાવ છે અને શ્રાવકની ભગવાનની પૂજામાં વર્તતી યતનામાં પ્રમાદભાવ છે, તેમ સ્વીકારી શકાય નહિ. માટે યતનાપરાયણ ગૃહસ્થની પૂજામાં અને યતનાપરાયણ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસા નથી, એમ અવય છે.
કથા .... ચા, અન્યથા આમ ન માનો તો=અધિકારના ભેદથી ભૂતાધિકભાવનો મુક્તિપર્યંત સંભવ હોવા છતાં પણ અધિકારના ભેદથી શ્રાવક અને સાધુમાં જૂનાધિક ભાવ સ્વીકારો તો, સંપૂર્ણ આચારવાળા ચૌદ ઉપકરણને ધારણ કરનારા એવા સ્થવિરકલ્પિક, જિનકલ્પિકની અપેક્ષાએ પ્રમત્ત અને ન્યૂન થાય અર્થાત્ પૂર્વપક્ષીના મતે સંપૂર્ણ શાસ્ત્રાનુસારી આચાર પાળનારા પણ સ્થવિરકલ્પિક પ્રમાદવાળા અને ન્યૂન સંયમવાળા થાય.
અહીં પૂર્વપક્ષી પાર્જચંદ્ર આને ઇષ્ટાપત્તિ કહે અર્થાત્ કહે કે જિનકલ્પિકની અપેક્ષાએ પૂર્ણ આચારવાળા વિરકલ્પિક પ્રમાદવાળા અને ન્યૂન સંયમવાળા છે, એમ માનવામાં અમને કોઈ વાંધો નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
ના પ્રતિદિના અને એ પ્રમાણે નથી=જિતકલ્પિકની અપેક્ષાએ સ્થવિરકલ્પિક પ્રમાદવાળા અને ન્યૂન સંયમવાળા છે, એ પ્રમાણે નથી; કેમ કે રત્નથી યુક્ત=ભરેલા એવા રત્નાકરના દષ્ટાંતથી બંનેની=સ્થવિરકલ્પિક અને જિનકલ્પિક બંનેની, તુલ્યતાનું પ્રતિપાદન છે શાસ્ત્રમાં કથન છે.
તસ્મા સ્થિત તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે સિદ્ધાંતમાં વ્યુત્પન્ન લોકોના વ્યવહારથી વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવક અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુને હિંસા નથી અને તે વાતને જ અત્યાર સુધીના કથનથી દઢ કર્યું તે કારણથી, સ્વવિષયવાળા એવા ધર્મકર્મમાં ગૃહસ્થને અને સાધુને હિંસા નથી જ, એ પ્રમાણે સ્થિત છે. ભાવાર્થ :
શ્લોક-૮૪માં પૂર્વપક્ષી પાર્શચંદ્ર સમાધાન કરેલ કે સાધુને નદી ઊતરવામાં હિંસા નથી અને દ્રવ્યસ્તવમાં સાધુઉચિત યતનાનો અભાવ હોવાને કારણે અવર્જનીય હિંસા છે; માટે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં