________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
अधिकारभेदेन न्यूनाधिकभावस्याप्यामुक्तिसंभवात्, अन्यथा संपूर्णाचारश्चतुर्दशोपकरणधरः स्थविरकल्पिको जिनकल्पिकमपेक्ष्य प्रमत्तो न्यूनश्च स्यात्, न चैवमस्ति रत्नरत्नाकरदृष्टान्तेन द्वयोस्तुल्यताप्रतिपादनात्, तस्मात्स्वविषये गृहिणः साधोश्च धर्मकर्मणि हिंसा नास्त्येवेति स्थितम् । ટીકાર્ય ઃ
विधिकृतः • હિંસાત્વાત્, વિધિપૂર્વક ભગવાનની પૂજા કરનાર શ્રાવકને અને વિધિપૂર્વક અપવાદથી નદી ઊતરનાર સાધુને સર્વ્યવહાર હોવાથી=સિદ્ધાંતમાં વ્યુત્પન્ન એવા લોકોનો વ્યવહાર હોવાથી, હિંસા નથી જ; કેમ કે પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણનું જ તેમના મતમાં=સર્વ્યવહારનયના મતમાં, હિંસાપણું છે.
૧૨૮૨
અહીં પૂર્વપક્ષી પાર્શ્વચંદ્ર કહે કે સાધુઉચિત યતના દ્રવ્યસ્તવમાં સંભવતી નથી. તેથી દ્રવ્યસ્તવમાં પ્રમાદ છે. જ્યારે નદી ઉત્તારાદિમાં સાધુઉચિત યતના હોવાને કારણે પ્રમાદ નહિ હોવાથી ત્યાં હિંસા નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિરાકરણમાં ગ્રંથકા૨શ્રી હેતુ કહે છે
-
स्वगुणस्थान અવિશેષાત્, સ્વગુણસ્થાનને ઉચિત યતના વડે પ્રમાદના પરિહારનો ઉભયમાં યતનાપૂર્વક નદી ઊતરનાર સાધુમાં અને યતનાપૂર્વક પૂજા કરનાર શ્રાવકમાં, અવિશેષ હોવાથી, અપવાદથી વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુને અને ભગવાનના વચનની વિધિના સ્મરણપૂર્વક ભગવાનની પૂજા કરનાર શ્રાવકને હિંસા નથી, એમ અન્વય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શ્રાવકની યતના કરતાં સાધુની યતના ઉપરિતન ભૂમિકાની છે. તેથી અધસ્તન યતના પ્રમાદમાં જ પર્યવસાન પામે છે. તેથી યતનાવાળા પણ શ્રાવકમાં પ્રમાદની પ્રાપ્તિ હોવાથી હિંસાની પ્રાપ્તિ છે, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિરાકરણમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે
-
.....
उपरितन . પ્રસન્નત્વાત્, ઉપરિતન વડે=ઉપરિતન યતના વડે, અધસ્તનનું=શ્રાવકની પુષ્પપૂજાની યતનાનું, પ્રમાદમાં પર્યવસાયકતાનું અતિપ્રસંજકપણું છે=સાધુની ઉપરિતન યતના વડે શ્રાવકની અધસ્તન યતનાને પ્રમાદમાં પર્યવસાયક માનવામાં આવે તો ઉપરિતન ગુણસ્થાનકવર્તી એવા સાધુની અપેક્ષાએ અધસ્તન ગુણસ્થાનવાળા એવા સાધુની અપ્રમાદરૂપે વર્તતી યતનાને પણ પ્રમાદમાં પર્યવસાન માનવાનો અતિપ્રસંગ આવે.
પૂર્વમાં સિદ્ધાંતકારે પૂર્વપક્ષી પાર્શ્વચંદ્રને પ્રસંગ આપેલ કે ઉ૫૨ની યતનાથી નીચેની યતનાને પ્રમાદમાં પર્યવસાન માનશો તો નીચેના ગુણસ્થાનકવાળા મુનિની અપ્રમાદભાવની યતનાને પણ પ્રમાદમાં પર્યવસાન માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી યતનાપરાયણ મુનિને પણ હિંસા માનવાનો દોષ આવશે. તેના નિરાકરણરૂપે પૂર્વપક્ષી પાર્શ્વચંદ્ર કહે કે અધિકારના ભેદથી યતનામાં ન્યૂનાધિક ભાવ છે અર્થાત્ ગૃહસ્થો મલિનારંભી છે તેથી પૂજાના અધિકારી છે, અને સાધુઓ નિરારંભી છે તેથી પૂજાના અધિકારી નથી; અને પૂજાના અધિકારી એવા ગૃહસ્થો ભગવાનની પૂજામાં શક્ય એટલી ઓછી હિંસા થાય તેવી યતના કરતા