________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૬
૧૨૪૫
પરંતુ પ્રતિમામાં પરમાત્મભાવની પ્રતિષ્ઠા થતી નથી, અને પ્રતિમામાં પ્રતિષ્ઠા થતી ન હોવાથી પ્રતિષ્ઠાવિધિ કર્યા પછી પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજવી જોઈએ, એમ કહી શકાય નહિ. આમ છતાં પ્રતિષ્ઠાવિધિ કર્યા પછી પ્રતિમા પૂજનીય છે, તેમ સ્વીકારીએ, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારમાં ઉત્પન્ન થયેલું અદષ્ટ પૂજાફળનું પ્રયોજ કે છે, એમ સ્વીકારીએ, તો પ્રતિષ્ઠા કરાવનારનું તે અદૃષ્ટ કોઈક રીતે નાશ પામી જાય તો પ્રતિમાની પૂજ્યતા રહે નહિ; અર્થાતુ પ્રતિષ્ઠા કરાવનારે પ્રતિષ્ઠાકાળમાં પરમાત્મા સાથે જે સમાપત્તિ કરી, તેનાથી જે ક્ષયોપશમભાવનું અદષ્ટ ઉત્પન્ન થયું, તે અદૃષ્ટ પ્રતિષ્ઠા કરાવનારના તીવ્ર મોહના ઉદયથી પાછળથી નાશ પામે અથવા તો તે આત્મા વીતરાગ થઈને મોક્ષમાં જાય ત્યારે તે અદૃષ્ટ નાશ પામે ત્યારે પ્રતિમાની પૂજ્યતા રહે નહિ, તેથી પ્રતિષ્ઠા કરાવનારમાં ઉત્પન્ન થયેલ અદષ્ટને પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો પ્રતિષ્ઠા કરાવનારનું અદૃષ્ટ જ્યારે નાશ પામે ત્યારે તે પ્રતિમા પૂજનીય નથી, એમ માનવાની આપત્તિ આવે. તેને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
बिम्बेऽसावुपचारतो निजहृदो भावस्य सङ्कीर्त्यते, पूजा स्याद् विहिता विशिष्टफलदा द्राक् प्रत्यभिज्ञाय याम् । तेनास्यामधिकारिता गुणवतां शुद्धाशयस्फूर्तये, वैगुण्ये तु ततः स्वतोऽप्युपनतादिष्टं प्रतिष्ठाफलम् ।।७६ ।।
શ્લોકાર્ય :
પોતાના હૃદય સંબંધી ભાવોના અધ્યવસાયના, ઉપચારથી બિંબમાં આ પ્રતિષ્ઠા, સંકીર્તન કરાય છે કહેવાય છે, જેની પ્રતિષ્ઠાની, શીધ્ર જલદી પ્રત્યભિજ્ઞા કરીને કરાયેલી પૂજા વિશિષ્ટ ફળને આપનારી થાય. તેનાથી નિજ હૃદયના ભાવની ઉપચારથી બિંબમાં પ્રતિષ્ઠા છે અને જેની પ્રત્યભિજ્ઞા કરીને કરાયેલી પૂજા વિશિષ્ટ ફળને આપનારી છે તેનાથી, આમાં પ્રતિષ્ઠામાં, શુદ્ધ આશયની સ્કૂર્તિ માટે ગુણવાળાની અધિકારિતા છે. વળી વૈગુણ્યમાં-પ્રતિષ્ઠાવિધિની સામગ્રીની અપ્રાપ્તિમાં, સ્વતઃ પણ ઉપનત બાહ્ય સામગ્રી વિના મનથી પણ ઉપસ્થિત એવી પ્રતિષ્ઠાથી થયેલી, તેનાથી પ્રત્યભિજ્ઞાથી, પ્રતિષ્ઠાફળ ઈષ્ટ છે. ટીકા :
'बिम्ब' इति :- बिम्बेऽसौ प्रतिष्ठा निजहदो निजहदयसम्बन्धिनो, भावस्य अध्यवसायस्योपचारात् सङ्कीर्त्यते, प्रतिष्ठाजनितात्मगता समापत्तिरेव स्वनिरूपकस्थाप्यालम्बनत्वसम्बन्धेन प्रतिष्ठितत्वव्यवहारजननीत्यर्थः, यां द्राक्-शीघ्र, प्रत्यभिज्ञाय पूजा कृता विशिष्टफलदा स्यात्, विशिष्टं फलमाकारमात्रालम्बनाध्यवसायफलातिशायि, तथा च प्रतिष्ठितविषयकं यथार्थं प्रत्यभिज्ञानमेव पूजाफलप्रयोजक