________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૩
૧૨૭૫
૦ દ્રવ્યમાનશ્રત નિષિ સંદેહાન: પાશોપિ - અહીં ‘નિચરિ' શબ્દમાં રહેલ ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે પાર્થચંદ્ર કેવલી પૂર્વે તો દ્રવ્યભાવની મિશ્રતાનો સંદેહ કરે છે, પરંતુ કેવલીમાં પણ દ્રવ્યભાવની મિશ્રતાનો સંદેહ કરે છે. પાશોડા શબ્દમાં રહેલ ‘પથી એ સમુચ્ચય થાય છે કે સુંદર ઋષિ તો કેવલી સુધી દેશવિરતિની સંભાવના કરે છે, એ રીતે પાશ પણ=પાર્જચંદ્ર પણ કેવલીમાં દ્રવ્યભાવની મિશ્રતાનો સંદેહ કરે છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિની હિંસાને કારણે ભાવ ધર્મગત અને ક્રિયા અધર્મગત સ્વીકારવામાં આવે, તો મુનિ અપવાદથી નદી ઊતરે છે ત્યારે, મુનિને પણ ભાવ ધર્મગત અને ક્રિયા અધર્મગત સ્વીકારવાની આપત્તિ આવે. તેની પુષ્ટિ કરવા માટે પ્રસ્તુત શ્લોકના ત્રીજા-ચોથા પાદથી સમુચ્ચયને કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
નાવ ર ાં પ નીવે યંડુ વેરૂ તાવ વ vi ગામ”="જ્યાં સુધી આ જીવ, કંપન, વેજન કરે છે ત્યાં સુધી આરંભ કરે છે' ઇત્યાદિ આગમ પાઠ દ્વારા કેવલી સુધી સિદ્ધાંતમાં દ્રવ્યાશ્રવ કહેવાયેલો છે, અને એ પાઠને સ્કૂલ બુદ્ધિથી વિચારનારને કેવલીમાં પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ દેખાતી નથી.
જેઓ શાસ્ત્રવચનના ઐદંપર્યાર્થના અપર્યાલોચનને કારણે તુચ્છ બુદ્ધિવાળા છે, તેઓને આ શાસ્ત્રવચનથી કેવલી સુધી શુદ્ધ ધર્મ નથી, એમ દેખાય છે, અને મોક્ષનું કારણ એવો શુદ્ધ ધર્મ તો અયોગી કેવલીમાં છે એમ દેખાય છે. તેથી મોક્ષનું કારણ શુદ્ધ ધર્મ અયોગી કેવલીમાં છે, એમ વિચારીને મોક્ષના અર્થી એવા તેઓને શોક થાય છે કે જ્યાં સુધી યોગનિરોધની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ ધર્મ થઈ શકે નહિ, અને શુદ્ધ ધર્મ વગર મોક્ષનો સંભવ નથી, માટે મોક્ષના અર્થી એવા પણ તેઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિનો અસંભવ દેખાવાથી શોક થાય છે, અને તે શોક કોઈ રીતે જતો નથી.
વસ્તુતઃ તેઓ શાસ્ત્રના ઔદંપર્યાર્થના સમાલોચનમાં અસમર્થ છે, તેથી “નાવ વ માં .....” ઇત્યાદિ આગમવચનનો આવો અર્થ કરે છે. પરંતુ શાસ્ત્રકારોને અભિમત “નાવ વ પ ...” સૂત્રનો અર્થ આ મુજબ છે –
જ્યાં સુધી જીવ ક્રિયાવાળો છે, ત્યાં સુધી યોગકૃત કર્મબંધ થાય છે. માટે કેવલી સુધી કર્મબંધની પ્રાપ્તિ છે તોપણ ભગવાનના વચનને પરતંત્ર થઈને શ્રાવક કે સાધુ વિધિશુદ્ધ ક્રિયા કરતા હોય તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે, અને આ શુદ્ધ ધર્મ જ પ્રકર્ષને પામીને કેવલજ્ઞાનનું કારણ બને છે અને અંતે યોગનિરોધની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. આ પ્રકારના શાસ્ત્રના તાત્પર્યને નહિ જાણતા માત્ર દ્રવ્યાશ્રવને અધર્મરૂપે ગ્રહણ કરીને કેવલી સુધી શુદ્ધ ધર્મને તુચ્છ બુદ્ધિવાળા જોતા નથી, અને જેમ તુચ્છ બુદ્ધિવાળા કેવલી સુધી શુદ્ધ ધર્મને જોતા નથી, તેમ સુંદર ઋષિ પણ ‘અયોગી કેવલીમાં સર્વસંવર કહેવાયો છે' એ પ્રકારના શાસ્ત્રવચનને ગ્રહણ કરીને કેવલી સુધી દેશવિરતિની સંભાવના કરે છે અર્થાત્ જેમ તુચ્છ બુદ્ધિવાળા જીવો ઔદંપર્યાર્થિનું પર્યાલોચન કરતા નથી, તેમ સુંદર ઋષિ પણ અયોગી કેવલીમાં જ સર્વસંવર કહેવાયો છે એ પ્રકારના શાસ્ત્રવચનના ઐદંપર્ધાર્થનું પર્યાલોચન કરતા નથી, અને પોતે જાણે સૂક્ષ્મ બુદ્ધિથી