________________
૧૨૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૮૩
વિકલ્પ સ્વીકારીને પણ પૂજા સ્વરૂપથી સાવદ્ય હોવાને કારણે પૂજાને ધર્માધર્મરૂપ કહી શકાય નહિ, એ ફલિતાર્થ છે. ટીકા -
अभ्युच्चयमाह-किञ्च, आकेवलिनं केवलिपर्यन्तं, समये सिद्धान्ते “जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ” इत्यादिना द्रव्याश्रवं भाषितं विचार्य तावदेव शुद्ध धर्ममपश्यतस्तनुधियः= ऐदंपर्यापर्यालोचनेन तुच्छबुद्धेः, शोको धर्मपक्षस्थानोच्छेदजनितवैकल्यलक्षणः कथं गच्छतु? न कथञ्चित्, अत एव सुन्दरर्षिः “अयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः” इति सूक्ष्माघ्राणेनाकेवलं देशविरतिमेव संभावयति, नतु जानीते फलतः सर्वसंवरस्तदा, विवक्षितभेदसर्वसंवरस्त्वन्यदापीति, एवं द्रव्यभावमिश्रतां केवलिन्यपि सन्देहानः पाशोऽपि सोरस्ताडं शोचन केन वार्यताम् इति ।।८३।। ટીકાર્ય :
અમ્યુમિKિ - શિષ્યથી બીજા દોષના અચ્ચયને શ્લોકના ત્રીજા-ચોથા પાદથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
વિશ્વ .. વાર્થતામ્ ત્તિ છે. વળી, કેવલી સુધી સિદ્ધાંતમાં “જ્યાં સુધી આ જીવ કંપન, વેજન કરે છે ત્યાં સુધી આરંભ કરે છે" ઇત્યાદિ દ્વારા ભાષિત એવા દ્રવ્યાશ્રવનો વિચાર કરીને, ત્યાં સુધી જ=કેવલી સુધી જ, શુદ્ધ ધર્મને નહિ જોતા એવા તનુબુદ્ધિવાળાનો એદંપર્યતા અપર્યાલોચનને કારણે તુચ્છ બુદ્ધિવાળાનો, ધર્મપક્ષના સ્થાનના ઉચ્છેદથી જનિત વૈકલ્યસ્વરૂપ શોક-કેવલીમાં દ્રવ્યાશ્રવને કારણે પૂર્ણ ધર્મપક્ષનો વિચ્છેદ પ્રાપ્ત થાય છે તેનાથી જનિત પૂર્વપક્ષીના ચિત્તમાં વૈકલ્યસ્વરૂપ શોક, કેવી રીતે જાય? અર્થાત્ કોઈ રીતે ન જાય.
આથી જ=પૂર્વમાં કહ્યું કે એદંપર્યાર્થતા અપર્યાલોચનને કારણે તુચ્છ બુદ્ધિવાળાને કેવલી સુધી સંપૂર્ણ ધર્મ દેખાતો નથી આથી જ, “અયોગીકેવલીમાં જ સર્વથી સંવર મનાયો છે.” એ પ્રમાણે સૂક્ષ્મ આઘાણ વડે–સૂક્ષ્મ અવલોકન વડે, કેવલી સુધી દેશવિરતિની જ સુંદર નામના ઋષિ સંભાવના કરે છે, પરંતુ જાણતા નથી કે ત્યારે અયોગી કેવલી અવસ્થામાં ફળથી સર્વ સંવર છે. વળી વિવક્ષિત ભેજવાળો સર્વ સંવર તો અત્યદા પણ=મુનિને પણ છે. “તિ' શબ્દ ‘ગત વ'થી કરાયેલા કથનની સમાપ્તિમાં છે. પર્વ આ રીતે=પૂર્વમાં કહ્યું કે સુંદર ઋષિ કેવલી સુધી દેશવિરતિની જ સંભાવના કરે છે એ રીતે, દ્રવ્યભાવના મિશ્રપણાને કેવલીમાં પણ સંદેહ કરતાં પાશ પણ=પાશ્મચંદ્ર પણ છાતી તાડન કરવા સહિત શોક કરતાં કોના વડે વારણ કરી શકાય ? અર્થાત્ કોઈના વડે વારણ ન કરી શકાય.
તિ' શબ્દ કથાની સમાપ્તિ સૂચક છે. ૮૩