________________
૧૨૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૩-૮૪ જોતા હોય તેમ માનીને વિચારે છે કે સર્વસંવર એટલે પૂર્ણ ચારિત્ર અને પૂર્ણ ચારિત્ર ચૌદમાં ગુણસ્થાનકે છે. તેથી કેવલી સુધી પૂર્ણ ચારિત્ર નથી, માટે કેવલીમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો દેશવિરતિ જ છે, આ પ્રમાણે સંભાવના કરે છે.
વસ્તુતઃ સુંદર ઋષિ જાણતા નથી કે અયોગી કેવલીમાં શાસ્ત્રકારોએ સર્વસંવર કહેલ છે. તે ફળથી સર્વસંવર છે અને વિવક્ષિત સર્વસંવર તો ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને સર્વવિરતિ ધર્મનું પાલન કરનારા અપ્રમત્ત સુસાધુમાં પણ છે.
આશય એ છે કે જીવ કર્મને પરતંત્ર થઈને મન, વચન અને કાયાથી કર્મબંધ કરે છે તે અસંવરભાવ છે, અને જે જીવ સર્વજ્ઞના વચનને સંપૂર્ણ પરતંત્ર થઈને માવજીવ મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ કરે છે, તે ત્રણ ગુપ્તિવાળા છે, તેથી તેઓને સર્વસંવર વર્તે છે, અને આ સર્વસંવર જ ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને કેવલજ્ઞાન વખતે વીતરાગતામાં વિશ્રાંત થાય છે, અને કેવલજ્ઞાન થયા પછી જ્યારે કેવલી યોગનિરોધ કરે છે ત્યારે અત્યાર સુધી સેવાયેલા સર્વસંવરનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી યોગનિરોધની ક્રિયા એ ફળથી સર્વસંવરરૂપ છે, અને તેની પૂર્વેની ક્રિયા ભગવાનની આજ્ઞાને સંપૂર્ણ પરતંત્રતારૂપ સ્વરૂપથી સર્વસંવરરૂપ છે. આ પ્રકારનું તાત્પર્ય સુંદર ઋષિ જાણતા નથી, આથી કેવલીમાં પણ દેશવિરતિની સંભાવના કરે છે.
વસ્તુતઃ સર્વવિરતિની ઇચ્છાવાળા જીવો સર્વ પાપની વિરતિ ન કરી શકે ત્યાં સુધી અંશ અંશથી પાપની વિરતિ કરીને સંપૂર્ણ ભગવાનના વચનાનુસાર જીવન જીવવા માટે સમર્થ ન બને ત્યાં સુધીની તેમની આંશિક વિરતિની પ્રવૃત્તિ એ દેશવિરતિ છે, પરંતુ પૂર્ણ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને જીવનારા સાધુમાં કર્મબંધના કારણભૂત યોગો કે કષાયો છે, એટલા માત્રથી સર્વસંવર નથી, એમ કહેવાય નહિ; કેમ કે પોતાના મન, વચન અને કાયાના યોગો ભગવાનના વચનને પરતંત્ર થઈને આત્મભાવમાં વિશ્રાંત થઈ રહ્યા છે તે સર્વસંવર છે અર્થાત્ સર્વ પાપ વ્યાપારનો સંવર છે અને આ સર્વસંવરના ફલરૂપે કર્મબંધના સર્વ કારણેના અભાવરૂપ સર્વસંવર છે માટે ફલથી સર્વસંવરમાં યોગ અને કષાયનો પણ અભાવ આવશ્યક છે.
વળી, સુંદર ઋષિની જેમ પાર્થચંદ્ર પણ કેવલીમાં દ્રવ્ય-ભાવની મિશ્રતાનો સંદેહ કરે તો કોણ વારણ કરી શકે ? અર્થાતુ જો પૂજામાં પાર્જચંદ્ર પુષ્પપૂજાની ક્રિયાને આશ્રયીને અધર્મ છે અને ભગવાનની ભક્તિના ભાવને આશ્રયીને ધર્મ છે, તેમ સ્વીકારે તો કેવલીને પણ કર્મબંધના કારણભૂત યોગ છે માટે અધર્મ છે, અને વીતરાગ છે માટે ભાવથી ધર્મ છે, તેમ પાર્જચંદ્રને જણાય, તેથી પાર્શ્વચંદ્રને પણ કેવલી સુધી પૂર્ણ ધર્મની અપ્રાપ્તિનો શોક થાય તો કોણ વારણ કરી શકે ? અર્થાત્ કોઈ વારણ ન કરી શકે. ll૮૩ અવતરણિકા :
वादी प्रसङ्ग समाधत्ते - અવતરણિકાર્ય :
વાદી=પૂર્વપક્ષીરૂપ વાદી પાર્લચંદ્ર, પ્રસંગનું સમાધાન કરે છે –