________________
૧૨૭૮
પ્રતિમાશતક | શ્લોક : ૮૪ ટીકાર્ય :
વાદિત્યુત્તરપવિ. શાન્ ? નદીઉત્તરણાદિકવિષયક પણ=નદીઉત્તરણાદિક પણ કર્મવિષયક, યતનાભાગમાં યતના અંશમાં વિધિ છે; કેમ કે અપ્રાપ્તપણું છે ઉપદેશ વગર યતનાઅંશનું અપ્રાપ્તપણું છે. પરંતુ ક્રિયાભાગમાં=નદીઉત્તરણાદિકની ક્રિયાના અંશમાં વિધિ નથી, દિ= ત =જે કારણથી અખિલ તાંત્રિકો વડે=સર્વ દર્શનકારો વડે, અપ્રાપ્તમાં વિધેયતા કહેવાયેલ છે; કેમ કે “અપ્રાપ્તનું પ્રાપણ વિધિ, અનધિગતનું અધિગંતૃત્વ પ્રમાણ=જેનો બોધ ન થયો હોય તેનો બોધ કરવો તે પ્રમાણ” એ પ્રકારે અનાદિની મીમાંસાની વ્યવસ્થિતિ છે, અને અહીં સાધુને નદી ઉત્તરણાદિક સ્થળમાં આ વ્યાયઅપ્રાપ્તનું પ્રાપણ વિધિ" એ ન્યાય, અમારા વડે સ્વીકારાયેલ છે=પૂર્વપક્ષી પાર્લચંદ્ર કહે છે કે અમારા વડે સ્વીકારાયેલ છે, અને યતના ભાવ છે=સાધુને નદી ઉત્તરણાદિક વિષયમાં જે યતના અંશમાં વિધિ છે તે યતના અંશ ભાવ છે, એથી તેના વડે યતનારૂપ ભાવ વડે, મિશ્રતા નથી=સાધુના સંયમરૂપ ધર્મમાં અધર્મની મિત્રતા નથી; કેમ કે અન્ય વડે જ મિશ્રણનો સંભવ છે. તો ગ્રંથકારશ્રી કહે છે –
તો તદીઉતારાદિ ક્રિયા વડે જ મિશ્રતા થાય, અર્થાત્ તમારા મનમાં પૂર્વપક્ષીના મતમાં, સાધુને નદી ઊતરવાની વિધિ છે તે યતના અંશમાં છે. તે અંશથી મિશ્રતા ન થઈ શકે તો સાધુ જે નદી ઊતરવાદિની ક્રિયા કરે છે તે ક્રિયા વડે જ સંયમમાં અધર્મની મિશ્રતા થાય. તત્રાદિ - ત્યાં પૂર્વપક્ષી પાર્લચંદ્ર કહે છે –
ગૃહિવત્ .. માd: // ગૃહસ્થની જેમ વ્યવહારથી=વ્યવહારનયથી, સાધુની નદીઉત્તારાદિ ક્રિયા હિંસા નથી=ગૃહસ્થને જેમ વ્યવહારનયથી નદીઉત્તારાદિની ક્રિયામાં હિંસા છે, તેમ સાધુને વ્યવહારનયથી નદીઉત્તારાદિની ક્રિયામાં હિંસા નથી; કેમ કે ગૃહસ્થનો અને સાધુનો યતના-અયતના દ્વારા જ વ્યવહારનો વિશેષ છે=વ્યવહારનો ભેદ છે. રૂતિ એ હેતુથી (સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું મિશ્રણે નથી, એમ અવય છે.) તેથી=વ્યવહારનયથી સાધુને નદીઉત્તારાદિ ક્રિયામાં હિંસા નથી તેથી, હિંસાના મિશ્રણનો અભાવ હોવાને કારણે=સાધુની નદીઉત્તારાદિ ક્રિયાથી થતી જીવવિરાધના રૂપ હિંસાના મિશ્રણનો અભાવ હોવાને કારણે, મિશ્રપણું ઈષ્ટ નથી જ=સાધુ અપવાદથી નદી ઊતરે છે, તેમાં સાધુને પણ ભાવની સાથે હિંસારૂપ ક્રિયાનું મિશ્રપણું ઈષ્ટ નથી જ. આ પ્રકારે પોતાનો પક્ષ સ્થાપન કરીને પૂર્વપક્ષી એવો પાર્જચંદ્ર “નનુ'થી સિદ્ધાંતકારને આક્ષેપ કરે છે.
અમને અહીં=સાધુને નદીઉત્તારાદિ ક્રિયામાં, તે દોષનું સંકીર્તત કેમ છે ? અર્થાત્ સિદ્ધાંતકાર વડે દોષ આપવારૂપ સંકીર્તન ઉચિત નથી. વળી, તમને સિદ્ધાંતકારને, દ્રવ્યસ્તવમાં સાધુઉચિત થતતાના અભાવને કારણે અવર્જનીય જ હિંસા છે, એથી મિશ્રપક્ષ દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષ દુષ્પરિહાર જ છે, એ પ્રમાણે ભાવ છે. ll૮૪ના