________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૪
૧૨૭૯ ભાવાર્થ :
શ્લોક-૮૩માં ગ્રંથકારે કહ્યું કે જો ભગવાનની પૂજામાં પુષ્પપૂજાની હિંસાને આશ્રયીને મિશ્રપક્ષ સ્વીકારવામાં આવે તો અપવાદથી ભાવસાધુ નદી ઊતરે છે ત્યારે સાધુને પણ મિશ્રપક્ષ સ્વીકારવાની આપત્તિ આવે. આ પ્રકારની ગ્રંથકારે આપેલ આપત્તિનું સમાધાન કરતાં પાર્જચંદ્ર કહે છે –
શાસ્ત્રમાં અપવાદથી નદી ઊતરવાની વિધિ છે, ત્યાં વિધિ નદી ઊતરવાની ક્રિયામાં નથી, પરંતુ યતના અંશમાં છે; કેમ કે અપ્રાપ્તને પ્રાપ્ત કરાવવું એ વિધિનું તાત્પર્ય છે, એમ સર્વ તંત્રકારો સ્વીકારે છે, અને તેમાં યુક્તિ આપે છે –
અપ્રાપ્તને પ્રાપ્ત કરાવવું એ વિધિ, અને જેનો બોધ ન હોય તેનો બોધ કરવો તે પ્રમાણ છે” એ પ્રકારની અનાદિકાળથી વિચારકોની મીમાંસા પ્રવર્તે છે, અને એ ન્યાયનું અમે આશ્રમણ કરીએ છીએ, તેથી સાધુને અપવાદથી નદી ઊતરવાનું કહેનાર વચનથી પ્રાપ્ત થતી વિધિ ક્રિયા અંશમાં નથી, યતના અંશમાં છે; કેમ કે અને વિધિ નદી ઊતરતી વખતે યતનાને બતાવે છે, અને નદી ઊતરતી વખતે જીવરક્ષા માટે કરાતી યતના એ ભાવ છે. તેથી નદી ઊતરવાની ક્રિયાને આશ્રયીને મિશ્રતા છે, તેમ કહેવાય નહિ; માટે ભાવની સાથે નદી ઊતરવાની ક્રિયાને આશ્રયીને મિશ્રતા છે, તેમ કહીને સાધુના સંયમમાં અધર્મનું મિશ્રણ છે, તેવી આપત્તિ આપી શકાય નહિ. નદી ઊતરવાની ક્રિયાને આશ્રયીને સાધુને અધર્મનું મિશ્રણ છે તેમ કેમ ન કહી શકાય તેમાં પાર્જચંદ્ર યુક્તિ આપે છે –
અન્ય વડે મિશ્રણનો સંભવ છે યતનારૂપ ભાવને આશ્રયીને મિશ્રણનો સંભવ નથી, પરંતુ હિંસાત્મક ક્રિયાને આશ્રયીને મિશ્રણનો સંભવ છે; અને હિંસાત્મક નદી ઊતરવાની ક્રિયામાં અપવાદથી વિધિ નથી. તેથી અપવાદથી વિધિનું અવલંબન લઈને સાધુને નદી ઊતરવાની ક્રિયાને ધર્માધર્મરૂપ મિશ્ર છે, તેમ કહી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે –
તો સાધુ જ્યારે નદી ઊતરે છે ત્યારે વિધિ ભલે યતનામાં હોય, તોપણ જે નદી ઊતરવાની ક્રિયા કરે છે તે ક્રિયામાં જીવોની હિંસા થાય છે, તેથી જેમ ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, માટે મિશ્ર પક્ષ છે તેમ સ્વીકારવામાં આવે, તો સાધુ અપવાદથી નદી ઊતરે છે તે વખતે વિધિ ભાવમાં હોવાથી યતનારૂપ ભાવને આશ્રયીને સાધુના સંયમમાં ધર્માધર્મરૂપ મિશ્રતાની પ્રાપ્તિ થાય નહિ; પરંતુ અપવાદથી જે નદી ઊતરવાની ક્રિયા કરે છે, તે ક્રિયા હિંસાત્મક હોવાથી સાધુના સંયમમાં તે હિંસાત્મક ક્રિયાને આશ્રયીને ધર્માધર્મરૂપ મિશ્રતાની પ્રાપ્તિ થાય અર્થાત્ સાધુને સંયમનો ભાવ છે અને નદી ઊતરતી વખતે યતનાનો ભાવ છે, તે રૂપ ધર્મ અને નદી ઊતરવાની ક્રિયામાં થતી જીવોની હિંસા તે રૂ૫ અધર્મને આશ્રયીને મિશ્રતાની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે સિદ્ધાંતકારે આપેલા દોષનું સમાધાન કરતાં પાર્જચંદ્ર કહે છે –
ગૃહસ્થો નદી ઉત્તારાદિની ક્રિયા કરે છે, ત્યારે વ્યવહારનયથી ત્યાં હિંસા છે; તેની જેમ સાધુ નદી ઉત્તારાદિની ક્રિયા કરે છે ત્યારે વ્યવહારનયથી ત્યાં હિંસા નથી; કેમ કે ગૃહસ્થો નદી ઊતરવાની ક્રિયામાં