________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૨ 1
૧૨૭૧
ટીકા ઃ
भावो धर्मगतः क्रिया इतरगता = आरम्भाख्या अधर्मगता, इत्ययं द्वितीयः पुनः भङ्गोऽल्पः = अक्षोदक्षमः इत्यर्थः । कुतः ? शुभाद् भावादेव क्रियागतं यद्रजोहेतुस्वरूपमशुभभावद्वारकत्वं तस्य क्षयात्, क्रिया ह्यशुभभावद्वाराऽधर्मस्य शुभभावद्वारा च धर्मस्य कारणं न स्वरूपतः ।।८२।। ટીકાર્ય ઃ
भावो સ્વરૂપતાઃ ।। ભાવ ધર્મગત છે અને ક્રિયા ઇતરગત છે=આરંભાખ્ય અધર્મગત છે, એ પ્રકારનો વળી આ બીજો ભાંગો અલ્પ છે=અક્ષોદક્ષમ છે અર્થાત્ સ્વીકારી શકાય એવો નથી; કેમ કે શુભ એવા ભાવથી જ=હું ભગવાનની ભક્તિ કરીને સંસારસાગરથી તરું, એ પ્રકારના પૂજાકાળમાં થતા શુભભાવથી જ, ક્રિયાગત=પૂજાકાળમાં વર્તતા પુષ્પાદિના આરંભરૂપ ક્રિયાગત, અશુભભાવ દ્વારકત્વરૂપ જે રજોહેતુનું સ્વરૂપ=કર્મબંધના હેતુનું સ્વરૂપ, તેનો ક્ષય થાય છે; જે કારણથી ક્રિયા અશુભભાવ દ્વારા અધર્મનું અને શુભભાવ દ્વારા ધર્મનું કારણ છે, સ્વરૂપથી નહિ. II૮૨
ભાવાર્થ:
.....
ભાવની સાથે ક્રિયાનું મિશ્રપણું છે, તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે, એ બીજો વિકલ્પ સંગત નથી. તે આ રીતે –
ભગવાનની પૂજા વખતે ગુણવાન એવા પરમાત્માની ભક્તિનો ભાવ છે, તેથી ભાવ ધર્મગત છે; અને ક્રિયા પુષ્પાદિના આરંભરૂપ છે, માટે અધર્મગત છે. આ પ્રકારનો બીજો વિકલ્પ સંગત નથી; કેમ કે ક્રિયા અશુભ ભાવ દ્વારા કર્મબંધનું કારણ છે સાક્ષાત્ નહિ.
ભગવાનની પૂજાનાકાળમાં ગુણવાન એવા ભગવાનની ભક્તિનો શુભ ભાવ વર્તે છે, તેથી પુષ્પાદિની આરંભરૂપ ક્રિયાગત અશુભભાવદ્વારકત્વનો ક્ષય થાય છે. માટે ભગવાનની પૂજા વખતે થતી આરંભની ક્રિયા કર્મબંધનું કારણ બનતી નથી. તેથી અધર્મરૂપ છે તેમ કહી શકાય નહિ.
અહીં વિશેષ એ છે કે કોઈપણ ક્રિયા સાક્ષાત્ કર્મબંધનું કે નિર્જરાનું કારણ નથી, પરંતુ ક્રિયા અશુભ ભાવ દ્વારા કર્મબંધનું કારણ છે, તેથી અધર્મનું કારણ છે; અને શુભ ભાવ દ્વારા નિર્જરાનું કારણ છે, તેથી ધર્મનું કારણ છે. પરંતુ આ ક્રિયા આરંભ-સમારંભરૂપ છે, માટે અધર્મનું કારણ છે, તેવો નિયમ નથી. આથી ભગવાનના વચનાનુસાર સાધુ નદી ઊતરે છે ત્યારે કર્મબંધ થતો નથી, પરંતુ નદી ઊતરવાની ક્રિયા આજ્ઞાનુસાર હોવાથી આજ્ઞાનુસાર શુભ ભાવને કારણે નદી ઊતરવાની હિંસાત્મક ક્રિયામાં અશુભભાવદ્વારકત્વરૂપ કર્મબંધનું હેતુપણું નાશ પામે છે, તેથી તે ક્રિયા કર્મબંધનું કારણ થતી નથી, પરંતુ તે ક્રિયામાં વર્તતા આજ્ઞાનુસા૨ી ભાવને કારણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેમ ભગવાનની પૂજાનાકાળમાં શ્રાવકને ભગવાનની ભક્તિનો શુભભાવ હોવાને કારણે પુષ્પાદિના આરંભની ક્રિયામાં અશુભભાવદ્વારકત્વરૂપ કર્મબંધનું હેતુપણું નાશ પામે છે, તેથી ભગવાનની પુષ્પાદિની ક્રિયાનાકાળમાં વર્તતા શુભ ભાવથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.