________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૨
ભગવાનની પૂજા કરનાર શ્રાવકો ભગવાનની ભક્તિ કરીને નિરારંભ એવા સંયમની પ્રાપ્તિના અર્થી છે. તેથી ભગવાનની ભક્તિના કાળમાં અનારંભમાં યત્નવાળા છે; કેમ કે જે પ્રવૃત્તિ અનારંભની પ્રાપ્તિનું કારણ હોય તે અનારંભરૂપ હોય. તેથી ભગવાનની પૂજા કરનાર પુષ્પાદિના આરંભના ઉપયોગવાળા નથી. પુષ્પાદિનો પૂજામાં આરંભ હોવા છતાં કેમ આરંભના ઉપયોગવાળા શ્રાવક નથી ? તેને સ્પષ્ટ કરવા ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે
થૈર્યમાં અતિચારના ભયનો પણ અભાવ છે.
૧૨૭૦
આશય એ છે કે ભગવાનની પૂજા ઐર્યગુણથી થતી ન હોય ત્યારે પૂજાકાળમાં કોઈ ક્રિયામાં અતિચાર લાગવાનો ભય રહે છે. તેથી ભગવાનની ભક્તિ કરનાર શ્રાવકો પણ પોતાની ભક્તિમાં કોઈ અતિચાર ન લાગે તેવો ભય ધારણ કરે છે, જેના કારણે ભગવાનની ભક્તિમાં અતિચારો લાગતા નથી અને કદાચ અભ્યાસ દશા હોય તો પણ અતિચારો અલ્પ-અલ્પત૨ થતા જાય છે અને જ્યારે શ્રાવકો સ્વૈર્ય આશયપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અતિચારનો પણ તેઓને ભય નથી.
આનાથી અર્થથી એ ફલિત થાય છે કે જો ભગવાનની ભક્તિમાં પુષ્પાદિની હિંસાને કારણે આરંભ થતો હોય તો સ્વૈર્ય આશયવાળાને પણ ભય રહે કે મારી પૂજાની ક્રિયા કાંઈક આરંભવાળી છે, તેથી અવશ્ય કર્મબંધનું કારણ છે. વસ્તુતઃ વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રાવકને જે ક્રિયામાં ભય ન હોય તે ક્રિયામાં આરંભ હોઈ શકે નહિ. તેથી ભગવાનની પૂજામાં લેશ પણ આરંભ નથી, આથી જ સ્વૈર્યગુણની પ્રાપ્તિ પૂર્વે ભગવાનની ભક્તિ ક૨ના૨ શ્રાવકને માત્ર અતિચારનો ભય હોય છે પણ પ્રાયઃ અતિચાર લાગતા નથી અને જેઓને પૂજામાં અતિચાર લાગે છે તેઓને અતિચાર કાળમાં આરંભની પ્રાપ્તિ છે તે પણ ભગવાનની ભક્તિમાં ઉપયોગ પ્રવર્તે છે તેનાથી તે આરંભની શુદ્ધિ થઈ જાય છે અને સ્વૈર્યયોગની પ્રાપ્તિ પછી તે શ્રાવકને અતિચા૨નો પણ ભય હોતો નથી, તેથી ભગવાનની પૂજામાં અનારંભનો જ ઉપયોગ છે, આરંભનો ઉપયોગ નથી. એ પ્રકારે સૂક્ષ્મદૃષ્ટિથી ભાવન કરવું જોઈએ.
સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો જે ક્રિયામાં સ્વૈર્યગુણ વખતે અતિચારનો પણ ભય ન હોય તે ક્રિયામાં આરંભનો ભય કેવી રીતે હોઈ શકે ? કેમ કે વિવેકી શ્રાવકને અતિચાર નથી લાગતા માટે અતિચારનો ભય નથી. જો તે ક્રિયામાં આરંભ હોય તો વિવેકી શ્રાવકને આરંભનો ભય હોય, પરંતુ જે ક્રિયામાં અતિચારનો પણ ભય નથી, તે ક્રિયામાં આરંભનો ભય વિવેકી શ્રાવકને કેવી રીતે હોઈ શકે ? અને જે ક્રિયામાં વિવેકી શ્રાવકને આરંભનો ભય નથી, તે ક્રિયા આરંભવાળી નથી, એ વસ્તુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો જોઈ શકાય તેમ છે. આનાથી એ નક્કી થાય છે કે પ્રથમ વિકલ્પમાં એકીસાથે શુભ-અશુભ બે ઉપયોગો નહિ હોવાને કા૨ણે શુભ ભાવની સાથે અશુભ ભાવનું મિશ્રપણું નથી.
થૈર્યયોગમાં અતિચારના ભયનો પણ અભાવ છે, એમ કહ્યું, ત્યાં સ્વૈર્યયોગ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગમાં અતિચારનો ભય હોય છે, પરંતુ સ્વૈર્યયોગમાં અતિચારના ભયનો પણ અભાવ છે.