________________
૧૨૬૮
શ્લોક ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૮૨
भावेन क्रियया तयोर्ननु तयोर्मिश्रत्ववादे चतुभग्यां नादिम एकदाऽनभिमतं येनोपयोगद्वयम् । भावो धर्मगतः क्रियेतरगतेत्यल्पो द्वितीयः पुनर्भावादेव शुभात् क्रियागतरजोहेतुस्वरूपक्षयात् ।। ८२ ।।
શ્લોકાર્થ :
‘નનુ' શબ્દ પૂર્વપક્ષના આક્ષેપમાં છે. તે બેનું=ભાવ અને ક્રિયા તે બેનું, ભાવની અને ક્રિયાની સાથે તે બેના=ધર્મ-અધર્મના મિશ્રત્વવાદવિષયક ચતુર્થંગીમાં પ્રથમ નથી=પ્રથમ ભાંગો નથી. જે કારણથી એકદા=એકી સાથે ઉપયોગદ્વય=બે ઉપયોગ, અનભિમત છે=ઇષ્ટ નથી. વળી, ભાવ ધર્મગત અને ક્રિયા ઈતરગત=અધર્મગત, એ પ્રકારનો બીજો ભાંગો અલ્પ છે; કેમ કે શુભભાવથી જ ક્રિયાગત રજોહેતુ સ્વરૂપનો ક્ષય થાય છે. II૮૨।।
ટીકા ઃ
'भावेन' इत्यादि :- 'ननु' इति पूर्वपक्षाक्षेपे, भावेन क्रियया च तयोः भावक्रिययोः द्रव्यस्तवे तयोः=धर्माधर्मयोर्मिश्रत्ववादे चतुर्भङ्ग्यां= भङ्गचतुष्टये आदिमः पक्षो भावेन भावस्य मिश्रत्वमित्याकारो न घटते, कुतः ? येन एकदा उपभोगद्वयम् अनभिमतम् = अनिष्टम्, द्रव्यस्तवारंभोपयोगयोर्यौगपद्याभावाद् न भावयोर्मिश्रत्वम्, अनारंभे हि यत्नवान् न आरम्भे उपयुज्यते, स्थैर्येऽतिचारभियोऽप्यभावाद् इति सूक्ष्मदृष्ट्या भावनीयम् ।
ટીકાર્ય ઃ
‘નનુ’.. મિશ્રત્વમ્ । ‘નનુ’ એ પૂર્વપક્ષીના કથનના આક્ષેપમાં છે. દ્રવ્યસ્તવમાં તે બેનું=ભાવ અને ક્રિયાનું, ભાવતી અને ક્રિયાની સાથે તે બેના=ધર્મધર્મના, મિશ્રપણાના વાદવિષયક ચતુર્થંગીમાં=ચાર ભાંગામાં, ભાવની સાથે ભાવતું મિશ્રપણું ઇત્યાકારવાળો પ્રથમ પક્ષ ઘટતો નથી.
ભાવની સાથે ભાવનું મિશ્રપણું ઇત્યાકા૨વાળો પ્રથમ પક્ષ કેમ ઘટતો નથી ? તેથી કહે છે
જે કારણથી એકીસાથે બે ઉપયોગ અનભિમત=અનિષ્ટ છે અર્થાત્ દ્રવ્યસ્તવના ઉપયોગનો અને આરંભતા ઉપયોગનો યૌગપદ્ય=એકીસાથે અભાવ હોવાથી બે ભાવતું મિશ્રપણું નથી. ઉપરોક્ત કથનને સ્પષ્ટ કરતાં કહે છે -
-
अनारम्भे ભાવનીયમ્ । અનારંભમાં યત્નવાળો આરંભમાં ઉપયોગવાળો નથી=દ્રવ્યસ્તવમાં યત્ન કરનાર વ્યક્તિ ભગવાનની ભક્તિરૂપ અનારંભમાં યત્નવાળો હોય છે તેથી ભક્તિના અંગરૂપે