________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૧-૮૨
૧૨૬૭
શરણાગત જીવોનું દુર્ગતિથી રક્ષણ કરીને સદ્ગતિમાં મોકલે છે યાવત્ મોક્ષમાં પહોંચાડે છે. તેથી ત્રણ જગતના જીવોના અધિક રક્ષણ કરનારા છે. આથી કરીને સર્વને આરાધ્ય છે.
આશય એ છે કે ચક્રવર્તી પણ ઋષિ-મહર્ષિઓને આરાધ્ય નથી, પરંતુ સંસારમાં તેમનાથી અલ્પ બળવાળા જીવો માટે આરાધ્ય છે, સર્વને આરાધ્ય નથી; જ્યારે ભગવાન તો સર્વને આરાધ્ય છે અને સર્વને આરાધ્ય એવા ભગવાનના પૂજનમાં મનુષ્ય અવતારનું સાફલ્ય છે; કેમ કે જીવ મનુષ્ય ભવ પામીને ભગવાનની ભક્તિ કરે તો સદા માટે દુર્ગતિઓની પરંપરા અટકે છે અને સદ્ગતિઓની પરંપરા શરૂ થાય છે. માટે મનુષ્ય અવતારનું સફળપણું ભગવાનની ભક્તિમાં છે. તેથી જિનપ્રવચનથી ભગવાનની ભક્તિના અખિલ તાત્પર્યને ગ્રહણ કરનાર શ્રાવકે મોક્ષાર્થી બનીને વિશુદ્ધ મનથી દ્રવ્યસ્તવમાં ધર્મબુદ્ધિને ધારણ કરવી જોઈએ અને ભગવાનની ભક્તિમાં મિશ્રાની શંકાનો ત્યાગ કરવો જોઈએ, અને પાર્જચંદ્ર મતના અવલંબન દ્વારા દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ છે, એ પ્રકારનો અશોભન પાશ જગતમાં ફેલાયો છે, તેનો ત્યાગ કરવો જોઈએ.
તાત્પર્ય એ છે કે જે શ્રાવકો ભગવાનના શાસ્ત્રોના સુંદર અભ્યાસથી ભગવાનના વચનના તાત્પર્યને સમજેલા છે, તેઓ તો પાર્જચંદ્ર મતમાં મુંઝાય નહિ, પરંતુ જેમની મતિ શાસ્ત્રવચનથી પરિકર્મિત નથી, પરંતુ મુગ્ધતાથી ભગવાન પ્રત્યે ભક્તિવાળા છે, તેવા જીવોને પાર્જચંદ્રનો મત નક્કી પાતનું કારણ બને છે; કેમ કે સ્થૂલ બુદ્ધિવાળા જીવોને ભગવાનની પૂજામાં બાહ્યથી પુષ્પાદિની હિંસા દેખાય છે અને ભગવાનના ભક્તિકાળમાં થતો ભક્તિનો અધ્યવસાય ધર્મરૂપ દેખાય છે. તેથી પાર્જચંદ્ર મતના પાશથી બંધાઈને ભગવાનની ભક્તિના ઉત્તમ ધર્મને ધર્માધર્મમિશ્રરૂપે શંકા કરીને તેઓ વિનાશ પામે છે. માટે તે પાર્થચંદ્રનો મિશ્ર મત કોઈના અહિતનું કારણ ન બને તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી શ્રાવકને કહે છે –
તમે ભગવાનના વચનના અખિલ તાત્પર્ય ગ્રહણ કરીને શંકાનો ત્યાગ કરો અને દ્રવ્યસ્તવમાં એકાંતે ધર્મ છે, તેવી બુદ્ધિને ધારણ કરો.
વળી, આ પાર્થચંદ્રનો મત મુગ્ધ જીવોને પાત કરનારો છે, તેમ બતાવીને હવે પછી તે કઈ રીતે અસમંજસ છે, તે બતાવશે, જેથી યોગ્ય જીવ તેના પાશમાં બંધાય નહિ અને ભગવાનની પૂજામાં મિશ્રપણાની શંકા કરીને વિનાશ પામે નહિ. II૮૧ અવતરણિકા :
उक्तं मिश्रत्वमेव पक्षचतुष्टयेन विकल्प्य खण्डयितुमुपक्रमते - અવતારણિકાર્ય :
કહેવાયેલા એવા મિશ્રવને જ=પૂર્વ શ્લોક-૮૧માં પાશ્મચંદ્ર મત પ્રમાણે કહેવાયેલા એવા મિશ્રત્વને જ, પક્ષચતુષ્ટય દ્વારા=ચાર પક્ષ દ્વારા, વિકલ્પ કરીને ખંડન કરવા માટે ગ્રંથકારશ્રી ઉપક્રમ કરે છેઃ પ્રારંભ કરે છે –