________________
૧૨૬૬
પ્રતિમાશતક | શ્લોક : ૮૧
કરીને આ દ્રવ્યસ્તવ, મિશ્ર છે, એ પ્રમાણે બીજાઓ વડે માર્ગમાં લંબિત=લટકાવાયેલો અશોભન= અસુંદર, પાશ પણ ત્યાગ કરવો જોઈએ. ||૧| ટીકા -
'श्राद्धेन' इति :- श्राद्धेन श्रद्धावतोपासकेन, जिनमतात् जैनप्रवचनात्, सारं तात्पर्यम्, अखिलं गृहीत्वा, त्रैलोक्याधिपस्य=त्रिजगतोऽधिकं रक्षितुः, अत एव सर्वाराध्यस्य पूजने, कीदृशे? स्वजनुषो= मनुजावतारस्य, फले मोक्षार्थिना सता कलुषता-सशङ्कता, मुच्यताम्-त्यज्यताम्, तथा द्रव्यस्तवे धर्मधियं=धर्मत्वबुद्धिं, धृत्वा विशुद्धेन मनसा मिश्रो, धर्माधर्मोभयरूपोऽसौ द्रव्यस्तव इति परैः=कुमतिभिः, पथि-मार्गे, लम्बितोऽशोभनः पाशोऽपि त्यज्यताम्, पाशचन्द्राभ्युपगमस्य पाशत्वेनाऽध्यवसानं मुग्धजनमृगपातनध्रौव्यमभिव्यनक्ति ।।८१।। ટીકાર્ય :
શ્રાદ્ધન.... ગમનવિત્ત શ્રાદ્ધ વડે શ્રદ્ધાવાળા એવા ઉપાસક વડે, જિનમતથી=જૈન પ્રવચનથી, અખિલ સારને જિનપ્રતિમાની ભક્તિવિષયક અખિલ તાત્પર્ય, ગ્રહણ કરીને સ્વજન્મના=મનુષ્ય અવતારના, ફળરૂપ એવા વૈલોક્યાધિપના==ણ જગતનું અધિક રક્ષણ કરનારાના આથી જ સર્વ આરાધ્ય એવા ભગવાનના પૂજનમાં, મોક્ષાર્થી છતા એવા શ્રાવક વડે કલુષતા=સકતા, મુકાવી જોઈએ અર્થાત્ સશકતાનો ત્યાગ કરવો જોઈએ, અને દ્રવ્યસ્તવમાં ધર્મબુદ્ધિને ધર્મપણાની બુદ્ધિને, ધારણ કરીને વિશુદ્ધ મતથી પર વડે કુમતિ વડે પથમાંમાર્ગમાં, લંબિત=લટકાવેલો, ધર્મ-અધર્મ ઉભયરૂપ આદ્રવ્યસ્તવ છે, એ પ્રકારનો મિશ્ર, એવો અશોભન પાશ પણ ત્યાગ કરવો જોઈએ.
આ પ્રમાણે કહ્યું, તેનાથી શું ધ્વનિત થાય છે, તે બતાવે છે –
પાર્જચંદ્રના અભ્યપગમતા=સ્વીકારતા, પાશપણા વડે અધ્યવસાન મુગ્ધજનરૂપ મૃગલાઓના પાતના પ્રોગ્યને નક્કીપણાને, અભિવ્યક્ત કરે છે. II૮૧. ભાવાર્થ :
ભગવાનના પ્રવચનથી ભગવાનની ભક્તિના તાત્પર્યને ગ્રહણ કરીને ભગવાનની ભક્તિમાં સશકતાનો શ્રાવકે ત્યાગ કરવો જોઈએ, અને તે સશકતા એ છે કે ભગવાનની ભક્તિમાં પુષ્પાદિ જીવોની વિરાધના થાય છે, તેથી તે અંશથી અધર્મ છે, અને ભગવાનના ગુણોથી ચિત્ત ઉપરંજિત થાય છે, તે અંશથી ધર્મ છે. આ પ્રકારની સશકતાનો ત્યાગ કરવો જોઈએ. ભગવાનની ભક્તિ કેવી છે, તે બતાવવા માટે કહે છે –
ભગવાન ત્રણ જગતના જીવોના અધિક રક્ષણ કરનારા છે અર્થાત્ ચક્રવર્તી છ ખંડનું રક્ષણ કરતા હોય તોપણ ભગવાનની જેમ ત્રણ જગતના જીવોનું દુર્ગતિથી રક્ષણ કરી શકે નહિ. જ્યારે ભગવાન તો