________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૮-૭૯
૧૨૫૯ છે, તેવા દેશ પાર્શ્વસ્થને પણ વંદન કરીને શ્રાવક તેમનામાં રહેલા મોક્ષમાર્ગના ગુણોની અનુમોદના કરીને નિર્જરા પ્રાપ્ત કરે છે, ત્યારે તેમનામાં રહેલા દોષોની અનુમોદનાની પ્રાપ્તિ નથી; પરંતુ તેમનામાં વર્તતા ગુણો પ્રત્યેની ભક્તિ તેમના દોષોની અનુમતિના પ્રસંગનું દલન કરે છે. તેમ અવિધિથી પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમાની પૂજા કરનાર શ્રાવકને પણ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમામાં રાગ વર્તી રહ્યો છે, અને વિધિમાં યથેચ્છ પ્રવર્ધમાન એવા રાગરૂપ સાગરમાં ચંદ્રની ચંદ્રિકા જેવી ભગવાનમાં વધતી જતી ભક્તિ અવિધિની અનુમોદનારૂપ તાપને દલન કરવા માટે સમર્થ છે.
આશય એ છે કે શ્રાવકના હૈયામાં તે વખતે વિધિનો અત્યંત રાગ વર્તી રહ્યો છે અને ભગવાન પ્રત્યે વધતી જતી ભક્તિ વર્તી રહી છે. આમ છતાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમાની પ્રાપ્તિ નહિ હોવાથી અનન્ય ઉપાયરૂપે અપવાદથી અવિધિથી પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમાની ભક્તિ કરે છે, ત્યારે ભગવાન પ્રત્યેની વધતી જતી ભક્તિ જીવને વીતરાગતા તરફ લઈ જાય છે, તેથી પ્રતિષ્ઠામાં થયેલ અવિધિની અનુમોદનાની પ્રાપ્તિ શ્રાવકને નથી.
જેમ ચંદ્રની ચંદ્રિકા જગત ઉપર સૂર્યના તાપથી થયેલ ગરમીનું દલન કરે છે અને પૃથ્વીને શીતળ કરે છે અને ચંદ્રની ચંદ્રિકાને કારણે સમુદ્રમાં ભરતી આવે છે, તેમ જે શ્રાવકના હૈયામાં વિધિનો રાગ છે, તે વિધિનો રાગ ભગવાનની ભક્તિથી વૃદ્ધિ પામે છે; કેમ કે ભગવાનના ગુણો પ્રત્યેનો રાગ ભગવાનની ભક્તિમાં યત્ન કરાવે છે અને જેમ જેમ ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે, તેમ તેમ ભગવાનના વચનાનુસાર ચાલવામાં પ્રેરણા કરનાર વિધિનો રાગ વૃદ્ધિ પામે છે, અને જેમ ચંદ્રની ચંદ્રિકાથી પૃથ્વી ઉપર સૂર્યના તાપનું દલન થાય છે અર્થાત્ દિવસે સૂર્યના તાપથી ઉષ્ણ થયેલી પૃથ્વી ચંદ્રની ચંદ્રિકાને કારણે શીતળ થાય છે, તેમ અવિધિથી કરાયેલી પ્રતિષ્ઠાવાળી પ્રતિમાની પૂજા કરવામાં અવિધિના અનુમોદનની પ્રાપ્તિરૂપ જે તાપ છે, તેનું દલન થાય છે.
આશય એ છે કે જેમ દેશ પાર્થસ્થમાં તેમનામાં અંશથી વર્તતા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના પક્ષપાતથી તેમનામાં વર્તતા ગુણોના સ્મરણપૂર્વક વંદન કરવામાં આવે ત્યારે તેમનામાં રહેલા દોષોની અનુમોદનાની પ્રાપ્તિ વિવેકી શ્રાવકને થતી નથી, તેમ શ્રાવક ભગવાન પ્રત્યેની વધતી જતી ભક્તિને કારણે જિનપ્રતિમાની ભક્તિ કરે છે, ત્યારે પ્રતિષ્ઠા વખતે કરાયેલી જે અવિધિ તે અવિધિના અનુમોદનની પ્રાપ્તિ લેશથી પણ થતી નથી. II૭૮ અવતરણિકા -
उपस्थितया भक्त्या प्रणुन इव भगवत्प्रतिमामेवाभिष्टौति - અવતરણિકાર્ય :
ઉપસ્થિત એવી ભક્તિથી જાણે પ્રેરાયેલા ન હોય એવા ગ્રંથકારશ્રી ભગવાનની પ્રતિમાની જ સ્તુતિ કરે છે –