________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૯
ટીકાર્ય ઃ
अहं . ધ્વન્યતે, હું તીર્થંકરની પ્રતિમાને ક્ષણ પણ સ્વાંતથી=ચિત્તથી, મૂકતો નથી=ત્યાગ કરતો નથી, પરંતુ વિષયાંતરના સંચારના વિરહથી=જિનપ્રતિમાને છોડીને અન્ય વિષયમાં ચિત્તના સંચારના ત્યાગથી સદા ધ્યાન કરું છું, એ પ્રમાણે ધ્વનિત કરાય છે=ક્ષણ પણ તીર્થંકરની પ્રતિમાને હું ચિત્તથી મૂકતો નથી, એ વચનથી ધ્વનિત થાય છે.
તીર્થંકરની પ્રતિમાને હું ક્ષણ પણ ચિત્તથી મૂકતો નથી. તેમાં ઉપમા બતાવવા માટે કહે છે
નાં ૢ વ ? ..... પરિત્યજ્ઞતિ । કોણ કોને મૂકતો નથી, એ દૃષ્ટાંત દ્વારા ગ્રંથકારશ્રી પોતે તીર્થંકરની પ્રતિમાને ક્ષણ પણ મૂકતા નથી, તે બતાવવા માટે કહે છે
-
૧૨૬૧
ખીલેલી માલતીને જેમ ભમરો મૂકતો નથી, તેમ હું તીર્થંકરની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતો નથી, એમ સંબંધ છે.
ભમરો જેમ ખીલેલી માલતીને મૂકતો નથી, તે દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે –
માલતીના ગુણને જાણનારો તે=ભમરો, તેની અપ્રાપ્તિમાં પણ=માલતીની અપ્રાપ્તિમાં પણ, તેના પક્ષપાતનો=માલતીના પક્ષપાતતો, ત્યાગ કરતો નથી; તેમ ગ્રંથકારશ્રી પણ સાક્ષાત્ ભગવાનની અપ્રાપ્તિમાં ભગવાનની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતા નથી, એમ અન્વય છે.
.....
तथा प्रियां ત્વત્તે: અને મનોહારી રેવા નદીને હાથી મૂકતો નથી; કેમ કે તેને-હાથીને, તેમાં= રેવા નદીમાં, ગહન ક્રીડા વડે જ રતિની ઉત્પત્તિ છે, તેમ ગ્રંથકારશ્રીને પણ ભગવાનની પ્રતિમાના સ્મરણમાં રતિ છે, તેથી ભગવાનની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતા નથી એમ અન્વય છે.
तथा माकन्द ..... મન કૃતિ, અને વસંતઋતુમાં સૌંદર્યને ભજનારી એવી માકંદદ્રુમ મંજરી=સહકાર વૃક્ષની અર્થાત્ આમ્રવૃક્ષની મંજરીને કોયલ જેમ મૂકતી નથી, તેમ ગ્રંથકારશ્રી ભગવાનની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતા નથી, એમ અન્વય છે.
કોયલ જેમ આમ્રવૃક્ષની મંજરીને મૂકતી નથી, તે દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે –
આમ્રવૃક્ષની મંજરીથી કષાય કંઠવાળી=આમ્રવૃક્ષની મંજરીના ભક્ષણને કારણે ખુલી ગયો છે કંઠ જેનો એવી તે=કોયલ, કલકાકલીના કલકલ વડે યુવાનોના મનને મદવાળા કરે છે, તેમ ભગવાનની મૂર્તિના દર્શનથી ઊઠેલી ભક્તિને કારણે ખુલી ગયેલા કંઠવાળો એવો હું ભગવાનના કીર્તન વડે ધર્મ પ્રત્યેના વલણવાળા ધર્મી જીવોના મનને ભગવાનની ભક્તિના મદવાળા કરું છું.
‘કૃતિ' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે.
તથા દ્યો: પતિઃ . વિસ્મરતીતિ, અને જેમ ઇન્દ્ર આનંદ આપનાર ચંદનના વૃક્ષો વડે મનોહર એવી નંદનવનની ભૂમિને મૂકતો નથી, તેમ ગ્રંથકારશ્રી ભગવાનની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતા નથી, એમ અન્વય છે.