________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૮
1
અન્યાછસાધુ:”થી
૧૨૫૮
બતાવેલ છે, અને આગમોપજીવી અનુમાન પ્રમાણ શ્લોક-૭૩માં “રૂઘ્ધાંતરીયા પ્રતિમા
બતાવેલ છે.
આનાથી એ ફલિત થાય કે સુવિહિત પુરુષોની પરંપરાથી, શાસ્ત્રવચનથી અને યુક્તિથી સર્વ પ્રતિમાઓ આકારમાત્રના સામ્યને કારણે પૂજનીય છે, પરંતુ તેમાં વૈષમ્ય સ્વીકારવું ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે જેમ શિથિલાચારી સાધુને વંદન કરવામાં તેમના શિથિલાચા૨ના અનુમોદનનો પ્રસંગ છે, તેમ અવિધિથી કરાયેલી જિનપ્રતિમાની પૂજામાં અવિધિની અનુમોદનાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે સર્વ પ્રતિમાઓમાં આકારસામ્યને જોઈને ભગવાન પ્રત્યે ભક્તિનો ઉલ્લાસ પ્રધાન છે, તેથી અવિધિથી કરાયેલ પ્રતિમામાં પણ અવિધિની અનુમતિનો પરિણામ ઊઠતો નથી, તે વાત યુક્તિથી શ્લોકના ત્રીજા અને ચોથા પાદમાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે
–
પૂર્વમાં કહ્યું કે પૂર્વાચાર્યાદિની પરંપરાગત વાણી આદિથી અમે સર્વ પ્રતિમાઓમાં આગ્રહકૃત વૈષમ્યને જોતા નથી. એ રીતે તત્ત્વ વ્યવસ્થિત હોતે છતે અવિધિદોષ તાપનું દલન ક૨વા માટે અર્થાત્ પરિતાપકારી એવા અવિધિના અનુમોદન પ્રસંગનું દલન કરવા માટે વિધિમાં યથેચ્છ પ્રવર્ધમાન એવા ૨ાગરૂપ સાગરમાં ચંદ્રની ચંદ્રિકા જેવી વિસ્તાર પામતી ભક્તિ સમર્થ છે.
અહીં અવિધિદોષરૂપ તાપનો અર્થ એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મા જે અવિધિ કરે છે, તે દોષરૂપ છે અને તે દોષ તાપ કરનાર છે; કેમ કે જીવમાં અનર્થ ઉત્પન્ન કરાવે છે. પ્રસ્તુતમાં તેનું તાત્પર્ય સ્પષ્ટ કરવા માટે કહ્યું કે પરિતાપને ક૨ના૨ા એવા અવિધિના અનુમોદનનો પ્રસંગ તે અવિધિદોષરૂપ તાપ છે. તેનું કારણ ભગવાનની પૂજા કરનારને અવિધિથી પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાને પૂજવામાં શંકા થાય કે આ પ્રતિમાની પ્રતિષ્ઠા અવિધિથી કરાયેલ છે, તેથી જો હું તેમની પૂજા કરીશ તો તે અવિધિની અનુમોદનાનું પાપ મને લાગશે. જેમ કોઈ સાધુ શિથિલાચારી હોય, આમ છતાં સાધુવેશને જોઈને તેમને વંદન કરવામાં આવે તો તેમના શિથિલાચારના અનુમોદનની પ્રાપ્તિ થાય, આ પ્રકારની કોઈને શંકા થાય, તેનું સમાધાન
કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનના વિરહકાળમાં ભગવાનની ભક્તિ કરવા માટે જિનપ્રતિમા પ્રબળ આલંબન છે, અને કાળની વિષમતાને કારણે વિધિપૂર્વક કરાયેલી પ્રતિમાઓ પ્રાપ્ત થવી દુર્લભ છે તેવા કાળમાં, જે શ્રાવકોને વિધિમાં અત્યંત રાગ વર્તે છે, તેવા શ્રાવકો વિધિપૂર્વક કરાયેલી પ્રતિષ્ઠાવાળી પ્રતિમા પ્રાપ્ત થતી હોય ત્યારે અત્યંત ભક્તિવાળા થાય છે, તેથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમામાં તેઓને અત્યંત રાગ છે. આમ છતાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાના અપ્રાપ્તિકાળમાં અપવાદથી અવિધિથી પ્રતિષ્ઠા કરાયેલી પણ પ્રતિમામાં, ભગવાનની આ પ્રતિમા છે, તેથી તેમની ભક્તિ થાય છે અને તે વધતી જતી ભક્તિ અવિધિના અનુમોદનના પ્રસંગરૂપ દોષનું દલન કરે છે. જેમ સુસાધુ પ્રાપ્ત થતા હોય ત્યારે સુસાધુને વંદન કરીને શ્રાવક તેમના સંયમની અનુમોદના કરે છે અને પોતાના સંયમનાં પ્રતિબંધક કર્મોનો નાશ કરે છે. વળી જે કાળમાં ઉદ્યતવિહારી સુસાધુ નથી મળતા તોપણ અપવાદથી જેટલા અંશમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણ