________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૬
૧૨૪૭
કરતાં પ્રતિષ્ઠિતત્વની પ્રત્યભિજ્ઞાપૂર્વક કરાયેલી પૂજામાં વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તે રીતે, પ્રતિષ્ઠિતવિષયક યથાર્થ પ્રત્યભિજ્ઞાન જ પૂજાફળનું પ્રયોજક છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે.
તેન. પ્રત્યક્ષસિદ્ધત્વાત્, તે કારણથી=પૂર્વમાં સિદ્ધ કર્યું કે બિંબમાં નિજહૃદયના ભાવની ઉપચારથી પ્રતિષ્ઠા છે અને તેનું પ્રત્યભિજ્ઞાન થવાને કારણે તે બિંબતી કરાયેલી પૂજા વિશિષ્ટ ફળને આપનાર છે તે કારણથી, શુદ્ધની=વિશિષ્ટ આશયની, સ્ફૂર્તિ માટે આ પ્રતિષ્ઠામાં=પ્રતિમાની પ્રતિષ્ઠામાં, ગુણવાળાની=પ્રશસ્ત ગુણવાળા કર્તાની, અધિકારિતા છે; કેમ કે વિશિષ્ટ ગુણવાળાથી પ્રતિષ્ઠિત આ=પ્રતિમા, છે, એ પ્રકારની પ્રત્યભિજ્ઞા થયે છતે વિશિષ્ટ અધ્યવસાયનું પ્રત્યક્ષ સિદ્ધપણું છે=ભક્તિ કરનારને વિશેષ પ્રકારનો ભક્તિનો અધ્યવસાય થાય છે, એ પ્રત્યક્ષથી સિદ્ધ છે.
પૂર્વ શ્લોક-૭૫માં સ્થાપન કરેલ કે પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ અદૃષ્ટ પૂજાફળ પ્રત્યે પ્રયોજક છે. ત્યાં પ્રસ્તુત શ્લોક-૭૬ની અવતરણિકામાં શંકા કરી કે તો પછી પ્રતિમા પ્રતિષ્ઠિત છે તેવો વ્યવહા૨ થઈ શકશે નહિ, અને પ્રતિષ્ઠા કરાવનારમાં રહેલ અદૃષ્ટનો ક્ષય થયે છતે પ્રતિમા અપૂજ્ય સ્વીકા૨વાની આપત્તિ આવશે; કેમ કે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પરમાત્માની પ્રતિષ્ઠા થઈ. તેના ખુલાસારૂપે પ્રસ્તુત શ્લોક-૭૬માં કહ્યું કે પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં થયેલી પ્રતિષ્ઠાનો બિંબમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી બિંબ પ્રતિષ્ઠિત છે તેવો વ્યવહાર થાય છે; અને આ પ્રકારના ઉપચારને કા૨ણે પૂજા કરનારને પ્રત્યભિજ્ઞા થાય છે કે કોઈક ગુણસંપન્ન મહાત્માએ ૫૨માત્માની સાથે સમાપત્તિ કરીને પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ઉપચાર કરેલ છે, તેથી પૂજા કરનારને ભક્તિનો અતિશય થાય છે.
વળી આ કથનથી અવતરણિકામાં બીજી પણ જે શંકા કરી કે પ્રતિષ્ઠાકÇગત અદૃષ્ટનો ક્ષય થયે છતે પ્રતિમાની પૂજ્યતા રહેશે નહિ, તેનું પણ નિરાકરણ થઈ જાય છે; કેમ કે ગુણસંપન્ન મહાત્માએ પ્રતિષ્ઠા કરીને જે નિજભાવનો પ્રતિમામાં ઉપચાર કર્યો, તેનું સ્મરણ પ્રતિષ્ઠાકÇગત અદષ્ટનો ક્ષય થાય તોપણ પૂજા કરનારને થાય છે, અને તેના કારણે ભક્તિનો અતિશય થાય છે.
આ રીતે અવતરણિકામાં કરેલ બે શંકાનું સમાધાન કર્યા પછી ગ્રંથકારશ્રીને એ સ્મરણ થયું કે કોઈક એવા સંયોગમાં પ્રતિષ્ઠિત પ્રતિમા ન હોય અને પ્રતિમાની ઉપલબ્ધિ પણ ન હોય તો ભગવાનની પૂજા કઈ રીતે શકાય. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
-
वैगुण्ये રૂદમ્, વૈગુણ્યમાં વળી=પ્રતિષ્ઠાવિધિની સામગ્રીની અસંપ્રાપ્તિમાં વળી, સ્વતઃ પણ ઉપનતથી=બાહ્ય સામગ્રી વગર મતથી પણ ઉપસ્થિત એવી પ્રતિષ્ઠાથી થયેલી, તેનાથી=પ્રત્યભિજ્ઞાથી, પ્રતિષ્ઠાફળ ઇષ્ટ છે=પ્રતિષ્ઠા કરાયેલી મૂર્તિને પૂજા કરવાથી થતું ફળ ઇષ્ટ છે.
૭ વાદ્યસામગ્રી વિના મનસોઽપ્યુપસ્થિતાત્ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે ગુણસંપન્ન મહાત્માએ સમાપત્તિ કરીને પ્રતિષ્ઠા કરેલ પ્રતિમાની પૂજાથી તો ઇષ્ટફળ થાય છે, પણ બાહ્ય સામગ્રી વગર મનથી પણ ઉપસ્થિત એવી પ્રતિષ્ઠાથી થયેલી પ્રત્યભિજ્ઞાથી પ્રતિષ્ઠા કરાયેલી મૂર્તિની પૂજા કરવાથી પણ ઇષ્ટફળ થાય છે.