________________
૧૨૫૪
પ્રતિમાશતક | શ્લોક : ૭૭ પાર્થથતુ . મદીપતિપ્રસન્ન | અસતી સ્ત્રી સતીચરિત્રની જેમ સતી સ્ત્રીના ચરિત્રને કહેવા માટે જેમ સમર્થ નથી, તેમ પાર્થસ્થ પાર્શ્વસ્થ મધ્યવર્તી એવો તું આને નિર્દિષ્ટ પાર્થસ્થાદિથી પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજનીય નથી એ પ્રકારે તારા વડે નિર્દિષ્ટને, કહેવા માટે સમર્થ નથી; કેમ કે અશક્યને=સંયમપાલનના અશક્યને, સ્વકૃતિ સાધ્યત્વની ઉક્તિમાં=સંયમ પોતાની કૃતિથી સાધ્ય છે એમ કહેવામાં, ઉપહાસનીયપણાનો ઉપહાસનો, પ્રસંગ છે, અને પ્રાયઃ કરીને તુલ્યપણું હોતે છતે=પોતાનાથી કરાયેલ પ્રતિમામાં અને અન્ય પાર્શ્વસ્થથી કરાયેલ પ્રતિમામાં તુલ્યપણું હોતે છતે, એકતરના પક્ષપાતથી=પોતાનાથી કરાયેલા ચૈત્યના=પ્રતિમાના, પક્ષપાતથી, ઈતરની ભક્તિના સંકોચ વડે પ્રસ્વેષાદિથી=પોતાનાથી અન્ય પાર્થસ્થાદિ વડે કરાયેલી પ્રતિમાની ભક્તિના સંકોચ વડે અલી પ્રતિમા પ્રત્યે પ્રદ્વેષાદિ કરવાથી મહાપાતકનો પ્રસંગ છે. ૭શા
છે અનાયતનત્વમ્ - અહીં આયતન=ધર્મનું સ્થાન અને અનાયતન=પાપનું સ્થાન સમજવું. ભાવાર્થ:
‘ગા' થી પૂર્વપક્ષી કહે છે કે શાસ્ત્રમાં અન્યતીર્થિકથી પરિગૃહીત અરિહંતનાં ચૈત્યોને અરિહંતની પ્રતિમાઓને વંદન-પૂજન કરવું કલ્પતું નથી, એ પ્રકારે સમ્યકત્વ ઉચ્ચરાવતી વખતે પ્રતિજ્ઞા કરાય છે. એ વચનથી તીર્થાતરીયથી ગ્રહણ કરાયેલ જિનપ્રતિમા પૂજનીય નથી, એ અર્થ સિદ્ધ થાય છે; કેમ કે તે પ્રતિમાને પૂજવી તે અનાયતન છે–પાપનું સ્થાન છે, એમ કહેવાયું છે. તે વચનના બળથી પાર્થસ્થાદિથી ગ્રહણ કરાયેલ પ્રતિમા પણ દોષવાળી છે અર્થાત્ પૂજનીય નથી એમ અમે કહીએ તો શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે જેમ અન્યતીર્થિકથી પરિગૃહીત પ્રતિમા પૂજવી એ અનાયતન છે–પાપનું સ્થાન છે, તેમ ભ્રષ્ટાચારથી પરિગૃહીત પણ પ્રતિમાને પૂજવી એ પાપનું સ્થાન છે, એવો અર્થ ફલિત થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીએ જે કહ્યું તે વચન જે કાળમાં ચારિત્રનું સામ્રાજ્ય વર્તતું હતું તે કાળમાં કહેવું યુક્ત છે; કેમ કે તે વખતે સાધુઓ ઉઘતવિહારી હતા અને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં સર્વ ભાવોને જીતી લીધા હતા. એવા આચાર્યાદિ ધીર પુરુષો શુદ્ધાશુદ્ધનો વિવેક કરે અર્થાત્ આ પ્રતિમા સુસાધુથી પ્રતિષ્ઠિત છે માટે પૂજનીય છે, અને આ પ્રતિમા પાર્થસ્થાદિથી પ્રતિષ્ઠિત છે માટે પૂજનીય નથી, એ પ્રકારનો વિવેક કરે તે ઉચિત છે; કેમ કે તે પ્રકારનો વિવેક કરીને તે કાળમાં ભગવાનની ભક્તિ કરનારા શ્રાવકો સુસાધુથી પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની પૂજામાં ભાવોલ્લાસ કરી શકતા હતા. તેથી તેવા કાળમાં જેમ તીર્થાતરીય પરિગૃહીત પ્રતિમા પૂજનીય નથી, તેમ પાર્થસ્થાદિથી પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમા પણ પૂજનીય નથી, તેમ કહીને, સુસાધુઓથી પ્રતિષ્ઠિત કરાયેલી પ્રતિમાની પૂજા કરીને શ્રાવકો ભાવોલ્લાસ કરી શકતા હતા; કેમ કે તે વખતે સુસાધુઓ વિદ્યમાન હતા અને તેમાંથી પ્રતિષ્ઠિત પ્રતિમાઓ બધાને સહેલાઈથી પ્રાપ્ત થતી હતી; પરંતુ વર્તમાનમાં વિષમકાળમાં તેવા ઉઘતવિહારી સાધુઓ નથી, તેથી પ્રાયઃ સર્વ સાધુઓ ભગવાનના આચાર પાળવામાં શિથિલાચારવાળા પ્રાપ્ત થાય છે; અને બોલનાર પોતે પણ ભગવાનના વચનાનુસાર શુદ્ધ