________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૫
વસ્તુતઃ કોઈ પદાર્થનો અનુભવ થાય છે તેનાથી આત્મામાં સંસ્કાર પડે છે, અને તે સંસ્કાર જાગૃત થવાથી સ્મૃતિ થાય છે. તેથી સર્વ જનને માન્ય છે કે અનુભવ સંસ્કાર દ્વારા સ્મૃતિ પ્રત્યે કારણ છે. તેની જેમ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં અટ્ઠષ્ટ પેદા થાય છે અને તે અદૃષ્ટ પૂજાફળનું પ્રયોજક છે.
૧૨૪૨
હવે જો પ્રતિષ્ઠાવંસ દ્વારા તે અદૃષ્ટને અન્યથાસિદ્ધ કહીએ તો, અનુભવ જ્ઞાન થયા પછી અનુભવ જ્ઞાનનો ધ્વંસ થાય છે, અને તે અનુભવધ્વંસ સ્મૃતિ પ્રત્યે કારણ છે, તેમ સ્વીકારીને સંસ્કારને પણ અન્યથાસિદ્ધ કહવા પડે જે અનુભવથી વિરુદ્ધ છે. માટે જેમ અનુભવ સંસ્કાર દ્વારા સ્મૃતિ પ્રત્યે કારણ છે, તેમ પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠા કરાવનારમાં અદષ્ટ ઉત્પન્ન કરીને પૂજાફળનું પ્રયોજક છે, તેમ માનવું ઉચિત છે.
વળી, બીજી પણ યુક્તિ ગ્રંથકારશ્રી આપે છે કે દાનાદિ સદનુષ્ઠાનો ક૨વામાં આવે તેનાથી પુણ્ય બંધાય છે, અને તે પુણ્યબંધ દ્વારા દાનાદિ સદનુષ્ઠાનનાં ફળો મળે છે, તે સર્વજનને સંમત છે. હવે જો પ્રતિષ્ઠાવંસને પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો દાનાદિ અનુષ્ઠાન કર્યા પછી તે દાનાદિ અનુષ્ઠાનનો ધ્વંસ દાનાદિના ફળમાં કા૨ણ સ્વીકારી શકાય. તેથી દાનાદિથી જન્ય અદૃષ્ટને પણ અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવે, જે અનુભવ વિરુદ્ધ છે. તેથી એ ફલિત થાય કે જેમ દાનાદિ ક્રિયા અદૃષ્ટ દ્વારા દાનાદિના ફળને આપે છે, તેમ પ્રતિષ્ઠાની ક્રિયા પ્રતિષ્ઠા કરાવનારમાં અદૃષ્ટ ઉત્પન્ન કરીને પૂજા ક૨ના૨ને પૂજાના ફળમાં પ્રયોજક બને છે. માટે પ્રતિષ્ઠા વિધિથી આત્મનિષ્ઠ જ મુખ્ય પ્રતિષ્ઠા સ્વીકારવી ઉચિત છે.
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં અટ્ઠષ્ટ પેદા થાય છે અને તે પૂજાફળનું પ્રયોજક છે. તેનો અસ્વીકાર કરીને અન્ય કોઈ પૂર્વપક્ષી કહે છે –
પ્રતિષ્ઠાવિધિ ક૨વાથી દેવતાનું પ્રતિમામાં સાંનિધ્ય થાય છે અને પ્રતિમામાં દેવતાનું સાંનિધ્ય થવાથી તે દેવ પૂજા ક૨ના૨ને પૂજાનું ફળ આપે છે. તેથી પૂજાફળનું પ્રયોજક દેવતાનું સંનિધાન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ પ્રતિષ્ઠાવિધિ કરે તેના દ્વારા સિદ્ધમાં રહેલા વીતરાગદેવને ‘આ હું છું' અર્થાત્ ‘આ પ્રતિમા હું છું’ અથવા ‘આ પ્રતિમા મારી છે' તેવો સાંનિધ્યભાવ થતો નથી. તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગદેવતાને અહંકાર-મમકારના પરિણામરૂપ સાંનિધ્યની પ્રાપ્તિનો અસંભવ છે. માટે પ્રતિષ્ઠાવિધિથી દેવતાનું સાંનિધ્ય સ્વીકારીને તે દેવ પૂજાફળના પ્રયોજક છે, તેમ કહી શકાય નહિ, પરંતુ વીતરાગદેવને પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં લાવી શકાય, તેથી પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ સ્વઉપયોગ દ્વારા વીતરાગ સાથે સમાપત્તિ ક૨ીને વીતરાગને પોતાના આત્મામાં લાવે તે સંભવ છે, અને તે રીતે સ્વીકા૨ીએ તો પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં સમાપત્તિરૂપે વીતરાગનું આનયન થાય છે, અને તે રૂપ આત્મામાં થયેલ અતિશય પૂજાફળનું પ્રયોજક છે, તેમ કહી શકાય.
કેટલાક માને છે કે પ્રતિષ્ઠાની વિધિથી પ્રતિમામાં શક્તિ ઉત્પન્ન થાય છે પછી તે શક્તિવાળી પ્રતિમા પૂજનીય બને છે પરંતુ ચાંડાલાદિ તે પ્રતિમાને સ્પર્શ કરે તો પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલી શક્તિ નાશ પામે