________________
૧૨૪૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૫ સ્મિન્ ?..... સતિ, શું હોતે છતે સમાપત્તિ થાય છે ? તો કહે છે – કર્મમલ દુગ્ધ થયે છતે સમાપતિ થાય છે. વેન ?... વીવથાનિના II શેનાથી કર્મમલ દગ્ધ થાય છે ? તો કહે છે –
વચનરૂપ અગ્નિ દ્વારા નિયોગવાક્યરૂપ અગ્નિ દ્વારા અર્થાત્ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પોતાના આત્મામાં પરમાત્માના વિયોગને કરાવતાર એવા શાસ્ત્રવચનરૂપ અગ્નિ દ્વારા, કર્મમલ દગ્ધ થયે છતે પરમ પ્રતિષ્ઠા થાય છે. કપા ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અન્ય ગચ્છીય પ્રતિમા આકારમાત્ર તુલ્યથી હોવાને કારણે વંદ્ય છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
એ પ્રમાણે સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે પ્રતિમાની વંઘતાનું પ્રયોજક પ્રતિષ્ઠા નથી, પરંતુ પ્રતિમામાં રહેલ આકારમાત્રની તુલ્યતા વંઘતાનું પ્રયોજક છે, અને તેમ સ્વીકારીએ તો પ્રતિષ્ઠાવિધિ કરવાની આવશ્યકતા રહેતી નથી; કેમ કે પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલી હોય કે ન થયેલી હોય, પરંતુ આકારમાત્રથી સમાન હોય તો તે પ્રતિમા વંદ્ય છે, અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં કહેલ પ્રતિષ્ઠાવિધિ વ્યર્થ સિદ્ધ થાય. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે પ્રતિષ્ઠાની વિધિ તો શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેથી આકારમાત્રથી પ્રતિમા વંઘ નથી, પરંતુ ભગવાનની પ્રતિમામાં ભગવાનના સ્વરૂપની પ્રતિષ્ઠા થયેલ છે માટે ભગવાનની પ્રતિમા વંઘ છે, અને અન્યગચ્છીય પ્રતિમાની તો શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રતિષ્ઠા થયેલ નથી માટે વંદ્ય નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
વાત તારી સાચી છે, તોપણ પ્રતિમામાં પ્રતિષ્ઠા થઈ છે માટે પ્રતિમા વંદ્ય છે એમ નથી, પરંતુ પ્રતિમા તો આકારમાત્રની તુલ્યતાથી વંઘ છે, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, તે ભગવાનના ઉદ્દેશથી આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા કરવામાં આવે છે અર્થાત્ પ્રતિષ્ઠા કરનાર વ્યક્તિ જે વીર ભગવાન કે શાંતિનાથ ભગવાન કે અન્ય કોઈ ભગવાનની પ્રતિષ્ઠા કરે છે તે વ્યક્તિ, તે તીર્થકરના સ્વરૂપની ઉપસ્થિતિ કરીને પ્રતિષ્ઠાવિધિ દ્વારા પોતાના આત્મામાં તે પરમાત્મભાવની પ્રતિષ્ઠા કરે છે. આ મુખ્ય પ્રતિષ્ઠા છે, કેમ કે તે પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ પરમાત્માના સ્વરૂપમાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા તન્મયતાથી ઉપયુક્ત થાય છે ત્યારે તેનો આત્મા વીતરાગના સ્વરૂપનો જ્ઞાતા અને વીતરાગના ભાવમાં ઉપયુક્ત હોય છે, તેથી તદર્થનો જ્ઞાતા અને તદર્થમાં ઉપયુક્તને આગમથી વીતરાગભાવનો ભાવનિક્ષેપો પ્રાપ્ત થાય છે. તેથી તે વખતે તેના આત્માને આગમથી ભાવઅરિહંત કહેવામાં આવે છે. માટે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા સ્વીકારવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય કે જો પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં કરવામાં આવે છે તો પ્રતિષ્ઠાવિધિ કર્યા પછી ભગવાનની મૂર્તિ પૂજનીય છે અને પ્રતિષ્ઠા પૂર્વે પૂજનીય નથી, તેમ કેમ કહેવામાં આવે છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –