________________
૧૨૩૮
પ્રતિમાશતક | શ્લોક : ૭૫ બને ? અર્થાત્ કાંઈ ઈષ્ટ બને નહિ. એથી તેનું પ્રતિષ્ઠાવિધિનું, વૈયÁ થાય પ્રતિષ્ઠાવિધિ વ્યર્થ થાય. ‘ત્તિ' શબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિસૂચક છે.
મત્રોત્તર પ્રયોગત્વાન્ ! અહીંયાં=પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – તારી વાત સાચી છે. દેવવિષયના ઉદ્દેશથી આત્મામાં જ=આત્મનિષ્ઠ જ, તે= પ્રતિષ્ઠા, મુખ્ય કહેવાયેલી છે; કેમ કે પ્રતિષ્ઠાવિધિથી જનિત-પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ, અદષ્ટ નામના આત્મગત અતિશય પૂજાફળપ્રયોજકપણું છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્મનિષ્ઠ જ મુખ્ય પ્રતિષ્ઠા છે અને તે પ્રતિષ્ઠાથી આત્મામાં અદષ્ટ ઉત્પન્ન થાય છે અને તે અદષ્ટ પૂજાફળનું પ્રયોજક છે. તેનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે “બ્રણિષ્ટિë નૂજામૈણા”| આ વાક્યમાં ભૂતકાળનો ઊણ પ્રત્યય લાગેલો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેની પૂર્વે પ્રતિષ્ઠા થયેલી હોય તે મૂર્તિની પૂજા કરવી; અને એ વચનથી એ પ્રાપ્ત થાય કે આ મૂર્તિ ઉપર પૂર્વમાં પ્રતિષ્ઠાવિધિ કરાયેલ અને અત્યારે તે વિધિનો ધ્વંસ વર્તે છે; કેમ કે પ્રતિષ્ઠાવિધિ સમાપ્ત થયા પછી તે પ્રતિષ્ઠાવિધિનો ધ્વંસ ઉત્પન્ન થાય છે. અને પ્રતિષ્ઠાના ધ્વસવાળી પ્રતિમા પૂજાફળમાં પ્રયોજક છે. માટે પ્રતિષ્ઠાધ્વસવાળી પ્રતિમા પૂજનીય બને છે, આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે.
પ્રતિષ્ઠાäનેવ .. તલાપ , પ્રતિષ્ઠાના ધ્વસથી જ તેની પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ આત્મગત અતિશયરૂપ અદષ્ટની, અન્યથાસિદ્ધિ થયે છતે પૂજાફળ પ્રત્યે અવ્યથાસિદ્ધિ થયે છતે, અનુભવધ્વસથી સંસ્કારની અને દાનાદિધ્વસથી અદૃષ્ટની તદ્ આપત્તિ હોવાથી=અન્યથાસિદ્ધિની આપત્તિ હોવાથી, પ્રતિષ્ઠાધ્વસ પૂજાફળનું પ્રયોજક સ્વીકારી શકાય નહિ, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ આત્મગત અતિશય, પૂજાફળ પ્રત્યે પ્રયોજકપણું સ્વીકારવું જોઈએ. તેથી આત્મનિષ્ઠ પ્રતિષ્ઠા મુખ્ય કહેવાયેલ છે, એમ પૂર્વના કથન સાથે સંબંધ છે. | દર સંક્રૂરધ્વસેનાનુમવસ્થ ટીકામાં પાઠ છે ત્યાં અનુમવર્ધ્વસેન સંરચ પાઠની સંભાવના છે. હસ્તપ્રતમાં આ પાઠ ઉપલબ્ધ નથી, પરંતુ આ પ્રમાણે પાઠ ભાસે છે.
વળી, કોઈ પૂર્વપક્ષી કહે કે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં દેવતાનું સંનિધાન થાય છે અને દેવતાનું સંનિધાન પૂજાફળનું પ્રયોજક છે. માટે પ્રતિષ્ઠાવિધિથી આત્મનિષ્ઠ અદૃષ્ટ થાય છે અને તે પૂજાફળનું પ્રયોજક છે, તેમ માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
દેવતાસાંનિધ્યમfપ ..... ગર્લામવાન્ દેવતાનું સાંનિધ્ય પણ ફળ નથી=પ્રતિષ્ઠાવિધિનું ફળ નથી; કેમ કે અહંકાર અને મમકાર અન્યતરરૂપ સાંનિધ્ય વીતરાગદેવતા આનયતમાં અસંભવ છે પ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગદેવતે લાવવામાં અસંભવ છે.
૦ પ્રતિમાશતકની મુદ્રિત પુસ્તકમાં નિષ્પન્ન પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં ન « પાઠ છે તે સંગત છે, તેથી તે પાઠ લીધેલ છે.