________________
૧૨૩૬
પ્રતિમાશતક | શ્લોક : ૭૪-૭૫ પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે લિંગધારી દ્રવ્યમાં સાધુમાં, વંઘતા વિકલ્પ છે અને પ્રતિમામાં એકાંતે વંદ્યતા છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
જેમ ગચ્છાંતરીય સાધુ વંઘ નથી, તેમ ગચ્છાંતરીય પ્રતિમા પણ વંઘ નથી. તેથી પ્રતિમા એકાંતે વંદ્ય છે, તેમ કહી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – - આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અયુક્ત છે; કેમ કે ગઠ્ઠાંતરીય પ્રતિમામાં અધ્યારોપનો વિષય જિનની આકૃતિ વિદ્યમાન છે. તેથી જિનની આકૃતિને જોઈને ગચ્છાંતરીય પ્રતિમામાં જિનગુણનો અધ્યારોપ થઈ શકે છે, માટે ગાંતરીય પ્રતિમા વંદ્ય છે અને તે કથનને શ્લોકના ત્રીજા-ચોથા પારથી સ્પષ્ટ કરે છે - - જિનની પ્રતિમા સાવદ્ય ચેષ્ટારહિત છે. તેથી સાવદ્ય-નિરવદ્યકર્મરૂપ ઉભયના અભાવવાળી છે અને જિનના આકારસદશ આકારવાળી છે. તેથી આવી પ્રતિમામાં જિનના ગુણોનો આરોપ કરાય છે, પરંતુ અંગારમદકાચાર્યમાં ભાવાચાર્યના ગુણોનો આરોપ કરાતો નથી, તેમ કૂટલિંગવાળા સાધુમાં સાધુના ગુણોનો આરોપ કરાતો નથી. તેથી પ્રતિમા અને લિંગમાં સમાનતા નથી, પરંતુ પ્રતિમા એકાંતે વંઘ છે અને લિંગ વિકલ્પ વંદ્ય છે, આ પ્રકારનો નિર્ણય થાય છે. તેથી જે શિષ્ટ હોય તે પ્રામાણિક શાસ્ત્રવ્યવહાર પ્રમાણે વિચારે તો મોહ થાય નહિ અર્થાતુ પોતાના ગચ્છની પ્રતિમા વંદન કરાય અને અન્ય ગચ્છની પ્રતિમા અન્ય ગચ્છના સાધુની જેમ વંદન કરાય નહિ, એ પ્રકારનો મોહ શિષ્ટોને થાય નહિ; કેમ કે ગોપાલની સ્ત્રીને પણ પ્રતીત છે કે પ્રતિમામાં આકારસામ્યથી અધ્યારોપ યુક્ત છે, અને કંઈક ગુણોવાળા સાધુમાં આ સાધુ છે એ પ્રકારનો આરોપ યુક્ત છે, તેથી જે લોકોને અતિ અલ્પ બોધ છે, તેવા ભરવાડની સ્ત્રીને પણ જે વસ્તુ પ્રતીત હોય તેવી વસ્તુમાં શિષ્ટોને ક્યારે પણ મોહ હોય નહિ. માટે ગઠ્ઠાંતરીય પ્રતિમા આકારસામ્યને કારણે વંદનીય છે, તેમ સિદ્ધ થાય છે, અને ગઠ્ઠાંતરીય સાધુ ભિન્ન માર્ગમાં સંસ્થિત છે, તેથી ત્યાં સાધુના ગુણોનો અધ્યારોપ થતો નથી. ll૭૪ll અવતરણિકા :
एवं सति प्रतिष्ठावैयर्थ्यमित्याशक्य समाधत्ते -
અવતરણિકાર્ચ -
આમ હોતે છતે પૂર્વમાં શ્લોક-૭૪માં સ્થાપન કર્યું કે ભગવાનના આકારનું સામ્યપણું હોવાને કારણે સર્વ પ્રતિમાઓ એકાંતે વંદ્ય છે એમ હોતે છતે, પ્રતિષ્ઠા વ્યર્થ છે, એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે – ભાવાર્થ :
પ્રતિમાને આકારમાત્રથી વંદનીય સ્વીકારીએ તો જેમ અન્ય ગચ્છની પ્રતિમા વંદ્ય સિદ્ધ થઈ શકે છે, તેમ પ્રતિષ્ઠા વગરની પ્રતિમા પણ વંદ્ય બની શકે. તેથી પ્રતિષ્ઠાને સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી, એ પ્રકારની શંકા કરીને સમાધાન કરે છે –