________________
૧૨૪૧
પ્રતિમાશતક | શ્લોક : ૭૫
પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ અદૃષ્ટ નામના આત્મગત અતિશયનું પૂજાફળપ્રયોજકપણું છે.
આશય એ છે કે પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ પરમાત્માને ઉદ્દેશીને પોતાના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા કરે છે અને તે પ્રતિષ્ઠા કર્યા પછી ઉપચારથી સ્થાપ્યગત પ્રતિષ્ઠા કરે છે. પ્રતિષ્ઠા કરાવનારે પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેમના આત્મામાં જે પરમાત્મભાવ સાથે તન્મયભાવ થયો તે વખતે જે ક્ષયોપશમભાવનું અદૃષ્ટ તેમના આત્મામાં પ્રગટ થયું અર્થાત્ વીતરાગભાવ સાથે તન્મય થવામાં પ્રતિબંધક એવા કર્મો ક્ષયોપશમભાવને પામ્યાં, તે અદષ્ટને કારણે તેમના આત્મામાં નિર્મળતારૂપ જે અતિશયતા આવી તે અતિશયતા પોતાના આત્મામાં પ્રગટ કર્યા પછી પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યારપછી તે પ્રતિમાને પૂજવામાં આવે તો પૂજનારને પૂજાફળની પ્રાપ્તિ થાય. તેથી પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિમાં ક્ષયોપશમભાવ પામેલ અદષ્ટને કારણે થયેલી અતિશયતા પૂજાફળની પ્રાપ્તિ પ્રત્યે પ્રયોજક છે.
કહેવાનો ભાવ એ છે કે જે પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ ન થઈ હોય તે પ્રતિમા ભગવાનની આકૃતિથી સમાન છે એ અપેક્ષાએ પૂજનીય છે; તોપણ આ પ્રતિમામાં કોઈએ પ્રતિષ્ઠા કરાવી છે, એવું જ્ઞાન થવાથી તત્ત્વના જાણનારને એ ઉપસ્થિત થાય છે કે વીર ભગવાન આદિને ઉદ્દેશીને મહાત્માએ પ્રતિષ્ઠાકાળમાં પરમાત્મા સાથે સમાપત્તિ કરેલ અને તે વખતે તે આત્મામાં થયેલ પરમાત્માની સમાપત્તિપૂર્વક પ્રસ્તુત પ્રતિમામાં પરમાત્મભાવનો આરોપ થયેલ છે, તેથી પ્રસ્તુત પ્રતિમાની હું પૂજા કરીશ તો મને મહાનિર્જરા ફળની પ્રાપ્તિ થશે. આ રીતે વિવેકીને પ્રતિસંધાન થાય છે, તેથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં ઉત્પન્ન થયેલ ક્ષયોપશમભાવરૂપ અદૃષ્ટથી ઉત્પન્ન થયેલ નિર્મળતા, પ્રતિમાની પૂજા કરનારને ભાવઅતિશયનું કારણ બને છે. તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં થયેલ અતિશય પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવાથી થતા ફળમાં પ્રયોજક છે.
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દેવતાના ઉદ્દેશથી આત્મનિષ્ઠ જ મુખ્ય પ્રતિષ્ઠા કહેવાયેલ છે અને તે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિમાં ઉત્પન્ન થયેલ અતિશય પૂજાફળનું પ્રયોજક છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે -
પ્રતિષ્ઠા એ મૂર્તિ ઉપર કરાતી ક્રિયા સ્વરૂપ છે અને પ્રતિષ્ઠાની ક્રિયા થયા પછી મૂર્તિમાં પ્રતિષ્ઠાનો ધ્વસ રહે છે, તે પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજાફળનો પ્રયોજક છે; કેમ કે શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત પૂન=પ્રતિષ્ઠિત પ્રતિમાને પૂજવી જોઈએ તેમ કહેલ છે. પ્રતિષ્ઠિતશબ્દમાં વત પ્રત્યય ભૂતકાળનો છે. તેથી ભૂતકાળમાં જેની પ્રતિષ્ઠા થયેલ હોય તે મૂર્તિ પૂજવી જોઈએ, તેવો અર્થ પ્રાપ્ત થાય. માટે પ્રતિષ્ઠાવિધિ થયા પછી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં છે, તે પૂજાફળનો પ્રયોજક છે, અને તેમ સ્વીકારીએ તો પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ આત્મગત અતિશય પૂજાફળ પ્રત્યે અન્યથાસિદ્ધ છે તેમ માની શકાય. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે પ્રતિષ્ઠાધ્વંસને પૂજાફળનું પ્રયોજક સ્વીકારીને પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ આત્મગત અતિશયને અન્યથાસિદ્ધ સ્વીકારવામાં આવે તો અનુભવધ્વંસને સ્મરણ પ્રત્યે કારણ સ્વીકારીને સંસ્કારને અન્યથાસિદ્ધ સ્વીકારવાની આપત્તિ આવે અને દાનાદિધ્વંસને દાનાદિના ફળ પ્રત્યે કારણ સ્વીકારીને દાનાદિથી ઉત્પન્ન થયેલ પુણ્યબંધ રૂપ અદષ્ટને અન્યથાસિદ્ધ સ્વીકારવાની આપત્તિ આવે.