________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૫
૧૨૩૯
વીતરાવતાડનાતે સંમવત્ - પ્રતિમાશતકની મુદ્રિત પુસ્તકમાં આ પાઠના સ્થાને હસ્તપ્રતમાં વીતરાવેવતાનયેડાંમવાન્ પાઠ છે તે સંગત છે, પરંતુ તે પાઠમાં વીતરાવેવતાનયે છે ત્યાં વીતરાવેવતાયને પાઠ હોવો જોઈએ. તે મુજબ પાઠ લઈને અમે અર્થ કરેલ છે.
રેવતાસંનિધ્યપ - અહીં ‘પથી એ કહેવું છે કે પ્રતિષ્ઠાધ્વંસ તો પૂજાફળનું પ્રયોજક નથી, પરંતુ દેવતાનું સાંનિધ્ય પણ પૂજાફળનું પ્રયોજક નથી.
પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં ક્ષયોપશમભાવનું અદષ્ટ પેદા થાય છે, જે પૂજાફળનું પ્રયોજક છે. તેનો અસ્વીકાર કરવા અર્થે કેટલાક પ્રતિષ્ઠાધ્વંસને પૂજાફળનું પ્રયોજક કહે છે તે યુક્તિયુક્ત નથી, તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બતાવ્યું. વળી, કેટલાક પ્રતિષ્ઠાવિધિથી દેવતાનું સાંનિધ્ય થાય છે અને તે પૂજાફળનું પ્રયોજક છે, એમ માને છે, તે પણ યુક્તિયુક્ત નથી તેમ પૂર્વમાં બતાવ્યું. હવે કેટલાક કહે છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં શક્તિ ઉત્પન્ન થાય છે, અને તે શક્તિવાળી પ્રતિમા પૂજનીય છે. તેથી પ્રતિષ્ઠાથી ઉત્પન્ન થયેલ શક્તિવિશેષ પૂજાફળ પ્રત્યે પ્રયોજક છે, તેમ માનવું ઉચિત છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ન ૨ ..... ૩૫પદ્યતે I અને ચાંડાલાદિ સ્પર્શથી લાઠ્ય પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ પ્રતિમાગત શક્તિ જ કલ્પવી જોઈએ એમ ન કહેવું; કેમ કે આત્મનિષ્ઠ ફળના ઉદ્દેશથી કરાતી એવી પ્રતિષ્ઠાવિધિનું આત્મગત કાંઈક અતિશયજનકપણાની કલ્પનાનું જ ઉચિતપણું છે.
આથી જ આત્મનિષ્ઠ ફળના ઉદ્દેશથી કરાતી પ્રતિષ્ઠાવિધિનું આત્મગત કાંઈક અતિશયજનકપણું માનવું ઉચિત છે આથી જ, આત્મગત અતિશય સમાતાધિકરણથી પાર્વતિક=અંતિમ, મુક્તિફળપણું પણ ઘટે છે.
સમાનધર[પાર્થન્તિ મુવિતરુલ્તત્વમપિ - અહીં ‘પ'થી એ કહેવું છે કે અદૃષ્ટા આત્મગત અતિશય ઉત્પન્ન થાય છે એ તો ઘટે છે, પરંતુ આત્મારૂપ સમાનાધિકરણમાં પાયેતિક મુક્તિફળપણું પણ ઘટે છે.
તાદ - તેને કહે છેપૂર્વમાં કહ્યું કે પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ આત્મગત અતિશયનું પર્યતે થનાર મુક્તિફળ છે, તેને શ્લોકના ત્રીજા-ચોથા પાદથી કહે છે –
વસ્થા ..... ચાતુ, જે પ્રતિષ્ઠાથી=આત્મગત મુખ્ય પ્રતિષ્ઠાથી તે પરમ પ્રતિષ્ઠા થાય. વિક્ર સ્વરૂપા ?... ના , તે પરમ પ્રતિષ્ઠા કેવા સ્વરૂપવાળી છે. તે બતાવે છે – જીવસ્વરૂપ લોખંડની સિદ્ધતારૂપ કતકતા=સુવર્ણપણું થાય છે. વસ્થા . સાઇ, કોનાથી જીવસ્વરૂપ લોખંડની સિદ્ધતારૂપ કાંચનતા થાય છે ? તો કહે છે -
સ્થાપ્ય એવા પરમાત્મામાં-પ્રતિષ્ઠાવિધિ દ્વારા પોતાના આત્મામાં સ્થાપ્ય એવા પરમાત્મામાં, સમાપત્તિથી=સમાપત્તિને પામીનેeતન્મયભાવને પામીને, જીવસ્વરૂપ લોખંડની સિદ્ધતારૂપ કાંચતા સ્વરૂપ પરમ પ્રતિષ્ઠા થાય છે, એમ અવય છે.