________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૪
૧૨૩૫
આચારો દેખાય છે, તેથી આ સાધુ ચારિત્રી છે, તેવો બોધ થાય છે; અને કોઈ અન્ય સાધુમાં સાધુવેષ સાથે સંબંધવાળા એવા આલય-વિહારાદિ આચારો દેખાતા ન હોય ત્યારે આ સાધુ ચારિત્રી નથી, તેવો બોધ થાય છે. તેથી જે સાધુના લિંગને જોઈને તેમનામાં રહેલા આલય-વિહારાદિ શુદ્ધ આચારોનું સ્મરણ થાય છે, અને તેના કારણે તે સાધુમાં રહેલા સંયમ પરિણામની ઉપસ્થિતિ થાય છે, ત્યારે તે સાધુના સંયમ પરિણામનું અવલંબન લઈને તે સાધુ વંદ્ય બને છે; અને જ્યારે કોઈ અન્ય સાધુને જોઈને તે સાધુ સાથે સંબંધવાળા આલય-વિહારાદિના અભાવનું સ્મરણ થાય અને તેના કારણે તેમનામાં ચારિત્ર નથી, તેવી ઉપસ્થિતિ થાય, ત્યારે આ ચારિત્રવેષવાળા સાધુમાં ચારિત્રની પરિણતિ નથી, પ્રકારના અસત્ આલંબનને કારણે તે સાધુ નિંદ્ય બને છે.
આલય-વિહારાદિનો અર્થ પાક્ષિકસૂત્રમાં કહ્યો છે. તે આ પ્રમાણે -
“आलयविहारसमिओ जुत्तो गुत्तो ठिओ समणधम्मे ।"
આલય=નિર્દોષ વસતિ, વિહાર=નવકલ્પી વિહાર કરનાર, સમિત=પાંચ સમિતિનું પાલન કરનાર, યુક્ત=પરિષહને સહન કરનાર અને ગુરુકુલવાસાદિ સાધુગુણોથી યુક્ત, ગુપ્ત=ત્રણ ગુપ્તિનું પાલન કરનાર સ્થિત=શ્રમણધર્મમાં રહેલો, આ બધાં સુસાધુનાં અનુમાપક લિંગો છે.
પૂર્વમાં સાધુવેષવાળા લિંગીમાં વિકલ્પે વંઘતા છે, તે યુક્તિથી બતાવ્યું. હવે પ્રતિમામાં એકાંતે વંઘતા છે, તે બતાવીને સાધુલિંગી કરતાં પ્રતિમામાં વિષમતા છે, તે સ્પષ્ટ કરે છે
પ્રતિમા એકાંતે વંઘ છે; કેમ કે ભગવાનમાં વીતરાગતાદિ અનેક ગુણો રહેલા છે અને પ્રતિમાને જોઈને આ ભગવાનની પ્રતિમા છે તેવું સ્મરણ થવાથી ભગવાન સંબંધી ઘણા ગુણોનો ઉદ્બોધ થાય છે; તેથી તે ઘણા ગુણવાળા એવા ભગવાનની આ પ્રતિમા છે, તેવી બુદ્ધિ થવાથી પ્રતિમા એકાંતે વંઘ છે, પરંતુ લિંગની
જેમ વિકલ્પે વંદ્ય નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ લિંગધારી સાધુમાં દોષો હોય તો તે અવંઘ બને છે, તેમ પ્રતિમા પણ એકેન્દ્રિયના શ૨ી૨થી નિષ્પન્ન છે અને એકેન્દ્રિયના શરીરથી-પુદ્ગલથી પ્રતિમાને લેપાદિ કરાય છે, તે દોષરૂપ છે. માટે લિંગધારી સાધુ દોષવાળા હોવાને કા૨ણે વંઘ નથી, તેમ પ્રતિમા પણ એકેન્દ્રિય દલાદિથી બનેલી હોવાને કારણે વંઘ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જેમ - ભગવાનની કાયાગત=કાયા સંબંધી, ઔદારિક પુદ્દગલો છે, અને તે ઔદારિક વર્ગણાથી નિષ્પન્ન ભગવાનની કાયા છે, અને ઔદારિક વર્ગણાના બનેલા આહારાદિ પુદ્ગલોથી ભગવાનની કાયા ટકે છે, તોપણ કાયાધારી ભાવતીર્થંકર વંદ્ય બને છે; કેમ કે ભાવતીર્થંકરમાં વર્તતી ઔદારિક વર્ગણાથી નિષ્પન્ન થયેલી કાયા અનુભૂત દોષરૂપ છે=આત્માનાં અશરી૨ સ્વભાવની બાધક કાયા હોવાથી દોષરૂપ હોવા છતાં પણ આત્માનાં વીતરાગતા ગુણની અવ્યાઘાતક હોવાથી અનુભૂત દોષરૂપ છે. અને અવંદ્યતામાં અનુદ્ભૂત દોષ પ્રયોજક નથી; તેમ પ્રતિમા એકેન્દ્રિયના શરીરથી નિષ્પન્ન થયેલી હોવાથી દોષરૂપ હોવા છતાં પણ પાસસ્થામાં વર્તતા અવિરતિના પરિણામરૂપ દોષવાળી નથી તેથી અનુભૂત દોષવાળી છે, અને પ્રતિમામાં રહેલ અનુભૂત દોષ અવંદ્યતામાં પ્રયોજક નથી.