________________
૧૨૩૩
પ્રતિમાશતક | શ્લોક : ૭૪ ટીકાર્ચ -
નિ .... ભવેત્ | સાધુવેષમાં સ્વપ્રતિબદ્ધ સાધુવેષ સંબંધી જે સત્ કે અસત્ ધર્મ તેના કલનથી=સાધુવેષ સંબંધી સત્-અસત્ ધર્મના સ્મરણથી, વંઘતા=સાધુવેષધારીમાં વંઘતા ભજનીય=વિકલ્પ થાય.
અહીં પ્રશ્ન થાય કે લિંગધારી સાધુને જોવાથી તેમનામાં વર્તતા સતું કે અસત્ ધર્મનું સ્મરણ કેમ થાય છે? તેથી કહે છે –
એક સંબંધી જ્ઞાન હોતે છતે અપર સંબંધી સ્મૃતિનો ન્યાય છે અપર સંબંધી સ્મૃતિ થાય છે. આનાથી ફલિત થયેલા પદાર્થને સ્પષ્ટ કરે છે –
નિ નિતેચર્થ 1 લિંગથી આલયવિહારાદિ સાધુપણાના અનુમાપક લિંગથી, સ્વપ્રતિબદ્ધ સદ્ધર્મની ઉપસ્થિતિ થયે છતે તદાલંબનપણા વડે “આ લિંગ વેષધારી સાધુમાં આલયવિહારાદિ હોવાને કારણે ચારિત્ર છે" એ પ્રકારના નિર્ણયથી સદ્ધર્મના આલંબનપણા વડે, તેની વંઘતા છે અને અસદ્ધર્મની ઉપસ્થિતિ થયે છd=“આલયવિહારાદિ લિંગઅભાવથી આ વેષધારી સાધુમાં ચારિત્ર તથી" એ પ્રકારના અસદ્ધર્મની ઉપસ્થિતિ થયે છતે, અસદ્ધર્મના આલંબતપણા વડે વિંધતા છે, એ પ્રકારનો અર્થ છે.
પૂર્વમાં સાધુવેષવાળા લિંગીમાં વિકલ્પ વંઘતા છે, તે યુક્તિથી બતાવ્યું. હવે પ્રતિમામાં એકાંતે વંઘતા છે, તે બતાવીને સાધુ લિંગી કરતાં પ્રતિમામાં વિષમતા છે, તે સ્પષ્ટ કરે છે –
પ્રતિમાસુ .... વોઇનાન્ આ પ્રતિમામાં તે=વંધતા, એકાંતથી છે, કેમ એકાંતથી છે? તેથી કહે છે –
ભાવભગવાન સંબંધી જે ઘણા ગુણો છે, તેમનું ઉદ્બોધન થતું હોવાથી=પ્રતિમાને જોઈને સ્મરણ થતું હોવાથી, પ્રતિમા એકાંતે વંદ્ય છે, એમ અવય છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે સાધુ વેષધારીમાં જેમ ઉભૂત દોષવત્ત્વ હોય તો તે સાધુ વંદનીય બનતા નથી, તેમ પ્રતિમા પણ એકેન્દ્રિય જીવોના શરીરથી નિષ્પન્ન થયેલી હોવાને કારણે દોષવાળી છે, માટે વંદનીય નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ન્દ્રિત .... ગપ્રયોગત્વા ભગવાનની કાયાગત ઔદારિકવર્ગણાથી નિષ્પવાદિની જેમ વંદ એવી પ્રતિમાગત એકેન્દ્રિયદલ નિષ્પન્નતાદિ અનુભૂત દોષનું અપ્રયોજકપણું હોવાથી પ્રતિમામાં એકાંતથી વંધતા છે એમ અવય છે.
૦ ગૌરવાનિuત્રત્યા - અહીં ‘હિંથી ભગવાનની કાયા જેમ ઔદારિકવર્ગણાથી નિષ્પન્ન થયેલી છે=બનેલી છે, તેમ ઔદારિક વર્ગણાથી ટકે છેઃચય-ઉપચય થાય છે, તેનું ગ્રહણ કરવું.
પ્રયત્નનખત્રત્વા: - અહીં ‘થિી ભગવાનની પ્રતિમા એકેન્દ્રિયદલથી નિષ્પન્ન થયેલી છે=બનેલી છે, તેમ પ્રતિમાને ટકાવવા લેપાદિ કરવામાં આવે છે, તેનું ગ્રહણ કરવું.