________________
૧૨૩૧
પ્રતિમાશતક | શ્લોક : ૭૩-૭૪
ઉપાધિનું લક્ષણ આ પ્રમાણે છે –
“સાધ્યવ્યાપકત્વે સતિ સાધનાવ્યા ત્વમુપાધિ:"=સાધ્યનું વ્યાપકપણું હોતે છતે સાધનનું અવ્યાપકપણું હોય તે ઉપાધિ કહેવાય.
પર્વતો ધૂમવાન્ વને આ અનુમાનમાં આર્દ્રધનસંયોગરૂપ ઉપાધિ ધૂમરૂપ સાધ્યની સાથે વ્યાપક હોતે છતે વહ્નિરૂપ સાધનની સાથે અવ્યાપક છે. તેથી વહ્નિરૂપ હેતુમાં આર્દ્રધનસંયોગ ઉપાધિ છે. તેમ “છત્તરી પ્રતિમા ન વન્દ્રનીયા Tચ્છાન્તરપરિગૃહીતવા” એ પ્રસ્તુત અનુમાનમાં ‘પૂતોષવત્ત્વ' એ ઉપાધિ છે. તેથી સુસાધુ પણ કોઈક નિમિત્તને પામીને ગચ્છાંતરીય સાધુથી પ્રભાવિત થઈને તે ગચ્છનો સ્વીકાર કરે ત્યારે તે ગચ્છાંતરથી પરિગૃહીત છે, અને તે વખતે તે સાધુમાં કતિપયગુણયુક્તત્વ રહેતું નથી, પરંતુ ઉભૂતદોષવત્વ પ્રાપ્ત થાય છે; કેમ કે ભગવાનના મતથી વિપરીત મત પ્રત્યે રુચિરૂપ ઉદ્ભૂતદોષવત્ત્વ તે સાધુમાં છે, તેથી તે અવંદનીય બને છે. તેમ જે જિનપ્રતિમા દિગંબરાદિથી પરિગૃહીત હોય તે જિનપ્રતિમા ઉભૂત દોષવાળી છે, તેથી તે અવંદનીય પ્રાપ્ત થાય, પરંતુ માત્ર ગઠ્ઠાંતરીય પ્રતિમામાં આકારમાત્ર તુલ્ય હોવાને કારણે અને પ્રતિમામાં દોષનો સંભવ નહિ હોવાને કારણે ઉદ્ભૂતદોષવત્ત્વ નથી, તેથી તે પ્રતિમામાં ગચ્છાંતરપરિગૃહીતત્વ હોવા છતાં ઉદ્ભૂતદોષવત્ત્વ નથી, માટે ગચ્છાંતરપરિગૃહીત પ્રતિમા અવંદનીય નથી.જેમ અયોગોલકમાં વહ્નિ હોવા છતાં તે વહ્નિમાં આäધનસંયોગરૂપ ઉપાધિ નથી તેથી અયોગોલકમાં ધૂમની પ્રાપ્તિ થતી નથી; તેમ પ્રતિમામાં પણ ગચ્છતરપરિગૃહીતત્વ હોવા છતાં ઉદ્ભૂતદોષવસ્વરૂપ ઉપાધિ નથી, તેથી અવંદનીયત્વની પ્રાપ્તિ થતી નથી.
વળી, આર્દ્રધનસંયુક્ત વતિ જ્યાં હોય ત્યાં અવશ્ય ધૂમની પ્રાપ્તિ થાય છે, તેમ ઉભૂતદોષવત્ત્વ વિશિષ્ટ ગચ્છાંતરપરિગૃહીતત્વ જ્યાં જ્યાં હોય ત્યાં અવંદનીયત્વ પ્રાપ્ત થાય છે, આથી ગચ્છાંતરમાં ગયેલ સાધુ ભગવાનના વચનથી વિપરીત માર્ગની રુચિવાળા હોવાને કારણે ઉદ્ભત દોષવાળા છે, માટે અવંદનીય છે. ll૭all અવતરણિકા :
उक्तमेव विवेचयन् वादिनो मुग्धतां दर्शयति - અવતરણિકાર્ય :
ઉક્તને જ=કહેવાયેલાને જ, વિવેચન કરતાં વાદીની મુગ્ધતા=અવિચારકતાને, ગ્રંથકારશ્રી બતાવે છે પૂર્વે શ્લોક-૭૩માં બતાવ્યું કે પ્રતિમામાં અને લિંગમાં=સાધુના વેષમાં, વૈષમ્યનું નિર્ણાયક છે તે પૂર્વપક્ષીએ જોયું નથી, કેમ કે પ્રતિમામાં દોષ અને ગુણનું અસત્ત્વ છે–પ્રતિમામાં દોષ અને ગુણ નથી, અને લિંગમાં દોષ અને ગુણનું સત્વ છેકલિંગમાં દોષ અને ગુણ છે, તેથી જ ગચ્છાંતરીય પ્રતિમાને સાધુના લિંગની જેમ તે અવંદનીય કહે છે, તે કહેવાયેલાને જ, વિવેચન કરતાં વાદીની અવિચારકતાને ગ્રંથકારશ્રી બતાવે છે –