________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
ગચ્છાંતર પરિગૃહીતપણું છે એ પ્રકારના પૂર્વપક્ષીએ કરેલ અનુમાનમાં, સાધનાવચ્છિન્ન સાધ્યવ્યાપક એવી ઉદ્ભૂત દોષવત્વ ઉપાધિ છે=ગચ્છાન્તર પરિગૃહીતત્વરૂપ સાધનથી અવચ્છિન્ન એવું જે અવંદનીયત્વરૂપ સાધ્ય એવું વ્યાપક ઉદ્ભૂત દોષવત્ત્વ=ઉદ્ભૂત દોષ, તે ઉપાધિ છે. એથી કરીને આપૂર્વપક્ષીએ અનુમાન કર્યું કે ગચ્છાંતરીય પ્રતિમા અવંદનીય છે; કેમ કે ગચ્છાંતરથી પરિગૃહીત છે એ, અનુમાન યત્કિંચિત્ છે અર્થાત્ સોપાધિક હેતુ હોવાથી હેતુ સાધ્યનો ગમક નથી. માટે આ અનુમાન અર્થ વગરનું છે. ।।૩૩।।
ભાવાર્થ :
૧૨૨૯
આવશ્યકનિર્યુક્તિના પાઠની પૂર્વે પૂર્વપક્ષીએ અનુમાન કર્યું કે - શઘ્ધાન્તરીયા પ્રતિમા ન વન્તનીયા, છાન્તરપરિગૃહીતત્વાત્ । ગચ્છાંતર પ્રતિમાને વંદન કરવું ઉચિત નથી; કેમ કે ગચ્છાંતરથી પરિગૃહીત છે, એમાં દૃષ્ટાંત આપ્યું કે જેમ ગચ્છાંતરીય સાધુ વંદનીય નથી, તેમ ગચ્છાંતરીય પ્રતિમા વંદનીય નથી. તેને ગ્રંથકારે કહ્યું કે આ રીતે ગચ્છાંતરીય પ્રતિમાને અવંદનીય કહેનાર વડે આવશ્યકનિર્યુક્તિનો પાઠ જોવાયો નથી. તે આવશ્યકનિર્યુક્તિનો પાઠ અહીં સુધી બતાવ્યો.
હવે તે આવશ્યકનિર્યુક્તિના પાઠના બળથી ગચ્છાંતરીય પ્રતિમા વંદનીય કઈ રીતે સિદ્ધ થાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
આ આવશ્યકનિર્યુક્તિના પાઠથી એ પ્રાપ્ત થયું કે આકારમાત્ર તુલ્યમાં કે આકાર તુલ્ય હોતે છતે કેટલાક ગુણયુક્ત સાધુમાં અધ્યારોપ ઉચિત છે.
આનાથી એ ફલિત થાય છે કે ગચ્છાંતરીય પ્રતિમા આકારમાત્રથી તુલ્ય છે અને દેશ પાર્શ્વસ્થ સાધુવેશમાં હોવાથી આકા૨થી તુલ્ય છે અને કેટલાક ગુણથી યુક્ત છે, તે બંનેમાં અધ્યારોપ કરીને વંદન થઈ શકે, અને જ્યાં આકારમાત્ર તુલ્યતા ન હોય અને કેટલાક ગુણો પણ ન હોય, માત્ર સાધુવેષ હોય ત્યાં વંદન થઈ શકે નહિ. તેથી તેવા સ્થાનમાં “આમને કરાતું વંદન મારા ઇષ્ટનું સાધન નથી” તેવું જ્ઞાન થવાને કારણે વિવેકી વ્યક્તિ આહાર્ય આરોપ પણ કરે નહિ.
અહીં વિશેષ એ છે કે જેમનામાં ભાવથી સંયમનો પરિણામ વર્તતો હોય તેવા સાધુ તો અધ્યારોપ વગર જ વંદનીય છે. પરંતુ ભાવથી સંયમનો પરિણામ ન વર્તતો હોય તોપણ, ભગવાનના શાસન પ્રત્યે પક્ષપાત ધારણ કરીને ભગવાને બતાવેલા સન્માર્ગરૂપ સંયમને ગ્રહણ કરીને દ્રવ્યથી સંયમની આચરણા કરતા હોય એવા સ્વગચ્છમાં રહેલા અપુનર્બંધકો કે સંવિગ્નપાક્ષિક વગેરે કેટલાક ગુણથી યુક્ત છે, તેઓમાં સાધુવેશ હોવાને કારણે અધ્યારોપ કરવો ઉચિત છે.
અન્ય ગચ્છમાં રહેલા પ્રકૃતિથી ભદ્રક પરિણામવાળા હોય તોપણ સર્વજ્ઞને અનભિમત એવા વિપરીત માર્ગમાં સંસ્થિત હોવાને કારણે કેટલાક ગુણયુક્ત હોવા છતાં સાધુવેશરૂપ આકાર નહિ હોવાથી વંદનીય બને નહીં; અને સ્વગચ્છમાં પણ ભગવાનના વચનના અનુસારે ચાલવાની મતિવાળા નથી, પરંતુ નિસ