________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
૧૨૨૭
પડે; તોપણ પાર્થસ્થાદિમાં અને પ્રતિમામાં વૈધર્મ છે; કેમ કે દ્રવ્યલિંગમાં સાવઘકર્મ છે અને નિરવદ્ય કર્મ પણ છે. જે દ્રવ્યલિંગ નિરવદ્યકર્મયુક્ત છે ત્યાં મુનિના ગુણનો સંકલ્પ કરવામાં આવે તો તે સમ્યક સંકલ્પ છે, તેથી સમ્યકુ સંકલ્પને કારણે દ્રવ્યલિંગવાળા એવા સુસાધુને વંદન કરવાથી પુણ્યબંધ થાય છે; અને જે દ્રવ્યલિંગ સાવદ્યકર્મયુક્ત છે ત્યાં મુનિના ગુણનો સંકલ્પ કરવામાં આવે તો તે સંકલ્પ વિપર્યાસરૂપ છે, તેથી તે સંકલ્પ ક્લેશફળવાળો છે અર્થાત્ સાવદ્યયુક્ત એવા દ્રવ્યલિંગધારીમાં આ ગુણવાન છે, એવો વિપરીત અધ્યવસાય છે, તેથી કર્મબંધને અનુકૂળ એવો ક્લેશવાળો આ પરિણામ છે. માટે નિરવઘક્રિયાયુક્ત લિંગીને વંદન કરવાથી નિર્જરા ફળની પ્રાપ્તિ હોવા છતાં સાવઘક્રિયાયુક્ત લિંગીને વંદન કરવાથી તેમનામાં રહેલી સાવઘક્રિયાની પ્રશંસા કરવારૂપ ક્લેશની પ્રાપ્તિ થાય છે, માટે કર્મબંધ થાય છે; અને પ્રતિમામાં સાવઘકર્મ કે નિરવદ્યકર્મ બંને નથી; કેમ કે પ્રતિમા ચેષ્ટારહિત છે, માટે પ્રતિમામાં જિનગુણવિષયક સંકલ્પ છે, તે વિપર્યાસરૂપ નથી, માટે સંક્લેશફળવાળો નથી; કેમ કે પ્રતિમામાં સાવઘક્રિયા નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિમામાં સાવઘક્રિયા નહિ હોવાને કારણે વંદન કરનારને સાવઘક્રિયાની અનુમોદનાનો અધ્યવસાય થતો નથી, જ્યારે પાર્થસ્થાદિમાં સાવઘક્રિયા હોવાને કારણે વંદન કરનારને સાવઘક્રિયાના અનુમોદનનો અધ્યવસાય થાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
તમે સ્થાપન કર્યું એ રીતે પ્રતિમામાં નિરવઘક્રિયા પણ નથી. તેથી પુણ્યફળને ઉત્પન્ન કરે તેવો સમ્ય સંકલ્પ પણ ત્યાં પ્રાપ્ત થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રતિમાને વંદન કરનાર તીર્થકરગુણના અધ્યારોપથી પ્રવૃત્તિ કરે છે. તેથી પુણ્યફળવાળો એવો સમ્યકુ સંકલ્પ વંદન કરનારને પ્રાપ્ત થાય છે, કેમ કે તીર્થંકરના ગુણોનો પ્રતિમામાં અધ્યારોપ હોવાથી તે તીર્થંકરના આ ગુણોને હું વંદન કરું છું' એવો સમ્યફ સંકલ્પ ત્યાં વર્તે છે, જે પુણ્યબંધનું કારણ છે.
પૂર્વે ગાથા-૧૧૩પની ટીકાના અંતમાં કહ્યું કે તીર્થકરની પ્રતિમામાં નિરવદ્યકર્મ નહિ હોવા છતાં તીર્થકરના ગુણના અધ્યારોપથી વંદનની પ્રવૃત્તિ હોવાને કારણે સમ્યકુ સંકલ્પનો અભાવ નથી. તે સમ્યક સંકલ્પનો અભાવ કઈ રીતે નથી, તે આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૩૬માં સ્પષ્ટ કરે છે –
તીર્થકરમાં નિયમથી જ્ઞાનાદિ ગુણો છે અને પ્રતિમાને જોઈને પ્રતિમામાં તીર્થંકરના ગુણોનો અધ્યારોપ થવાના કારણે અર્થાત્ તીર્થકરમાં જે ગુણો છે તે ગુણવાળા એવા તીર્થકરની આ પ્રતિમા છે, એવો અધ્યારોપ થવાને કારણે તીર્થંકરના ગુણને મનમાં કરીને, ચિત્તમાં સ્થાપન કરીને, પ્રતિમાને નમસ્કાર કરનાર નમસ્કાર કરે છે, અને આ નમસ્કાર જિનગુણના સંકલ્પવાળો હોવાથી પુણ્યફળવાળો છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે તીર્થકરની પ્રતિમામાં સંયમના પાલનરૂપ નિરવદ્યકર્મ નથી, તેથી ત્યાં - જિનગુણનો સંકલ્પ કઈ રીતે શુભ કહી શકાય ? તેથી આચાર્યશ્રી કહે છે –
નિરવદ્ય ક્રિયાના અભાવમાત્રથી વિપર્યાસ સંકલ્પ થતો નથી, પરંતુ જે વસ્તુમાં સાવદ્યકર્મ હોય ત્યાં ગુણનો સંકલ્પ કરવામાં આવે તો વિપર્યાસ સંકલ્પ થાય છે, અને પ્રતિમામાં નિરવક્રિયા નહિ હોવા છતાં સાવઘક્રિયા પણ નથી, માટે વિપર્યાસ સંકલ્પ નથી. જ્યારે પાર્થસ્થાદિમાં તો ગુણો નથી, તેથી કયા ગુણને