________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
૧૨૨૫
આ સાધુનું લિંગ છે, તેથી ગુણરહિત એવા સાધુને પણ વંદન ક૨ના૨ને પોતાના અધ્યવસાયની શુદ્ધિથી વિપુલ નિર્જરા થાય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિના જવાબરૂપે ગ્રંથકારશ્રી, પૂર્વપક્ષીએ આપેલા પ્રતિમાના દૃષ્ટાંત અને પાર્થસ્થાદિ દાૌંતિક ભાવમાં વિષમતા છે, તે બતાવે છે
—
તીર્થંક૨ના ગુણો તીર્થંક૨માં છે અને તીર્થંકરની પ્રતિમાને વંદન કરનારા વિચારે છે કે આ તીર્થંકરની પ્રતિમા છે અને તેમને હું નમસ્કાર કરું છું; અને તીર્થંક૨ની પ્રતિમામાં સાવદ્ય ક્રિયા નથી, તેથી તીર્થંકરની પ્રતિમાને વંદન કરનારાને સાવદ્ય ક્રિયાની અનુમતિ નથી; અને ભગવાને બતાવેલ લિંગ ધારણ કરનાર પાર્શ્વસ્થાદિમાં સાવઘ ક્રિયા છે, તેથી તેમને નમસ્કાર કરનારને પાર્થસ્થાદિમાં વર્તતી સાવદ્ય ક્રિયાની અનુમોદનાનું પાપ લાગે છે.
આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા-૧૧૩૨માં તેસિમં તુ અાનં તેનો બે રીતે અર્થ કર્યોઃ તેમાં પ્રથમ અર્થ પ્રમાણે તસ્ય યં=તે અરિહંતની આ પ્રતિમા છે' એ પ્રકારનો અધ્યવસાય છે, અને બીજા વિકલ્પ પ્રમાણે ‘આ અરિહંત ભગવાન છે' એ પ્રકારનો અધ્યવસાય છે. તેથી પ્રતિમામાં અરિહંતના ગુણોના અધ્યારોપ દ્વારા પ્રતિમાને અરિહંત ભગવાનરૂપે જોવામાં આવે છે. તેથી ત્યાં તાદ્રૂપ્સનો અધ્યવસાય છે.
આનાથી એ ફલિત થાય છે કે પ્રથમ અર્થ પ્રમાણે : ‘આ અરિહંતની પ્રતિમા છે' તેથી ત્યાં અરિહંતની સાથે પ્રતિમાનું ભેદજ્ઞાન છે, તોપણ અરિહંત સાથે આ પ્રતિમા સંબંધિત છે તેવું જ્ઞાન છે, અને બીજા અર્થ પ્રમાણે – “આવા ગુણવાળા અરિહંતો છે તેમને હું નમસ્કાર કરું છું” એટલે પ્રતિમાને અરિહંતરૂપે જોવામાં આવે છે, તેથી પ્રતિમામાં તાદ્રૂપ્યની બુદ્ધિ છે, અને પ્રતિમા સાથે અરિહંતના અભેદનો અધ્યવસાય જેટલો પ્રકર્ષવાળો થાય છે, તેટલી નિર્જરા અધિક થાય છે, તેથી પ્રથમ વિકલ્પ કરતાં બીજા વિકલ્પમાં પ્રતિમાની સાથે અભેદ બુદ્ધિ હોવાને કા૨ણે વિશેષ નિર્જરા પ્રાપ્ત થાય છે.
પૂર્વે ગ્રંથકારે આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૧૩૨માં સ્થાપન કર્યું કે પ્રતિમામાં સાવદ્ય ક્રિયા નથી અને પાર્શ્વસ્થાદિમાં સાવઘ ક્રિયા છે, તેથી પ્રતિમાને નમસ્કા૨ ક૨ના૨ને સાવઘની અનુમતિનો દોષ નથી અને પાર્થસ્થાદિને નમસ્કાર કરનારને સાવઘની અનુમતિનો દોષ છે. ત્યાં પ્રશ્નકાર પૂર્વપક્ષી કહે છે
જેમ પ્રતિમામાં સાવદ્ય ક્રિયા નથી, તેમ નિરવઘ ક્રિયા પણ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પાર્શ્વસ્થાદિમાં સાવઘ ક્રિયા હોવાને કા૨ણે વંદન ક૨ના૨ને સાવઘ ક્રિયાની અનુમોદના પ્રાપ્ત થાય છે, તેથી પાપ બંધાય છે, તેમ પ્રતિમામાં નિરવઘ ક્રિયા નહિ હોવાથી નમસ્કાર કરનારને પુણ્યબંધની પ્રાપ્તિ પણ થવી જોઈએ નહિ; કેમ કે સાવદ્ય ક્રિયાની અનુમોદનાથી પાપ બંધાય છે તેમ નિરવઘ ક્રિયાની અનુમોદનાથી પુણ્યબંધ થઈ શકે છે, અને પ્રતિમામાં નિરવઘ ક્રિયા નથી, માટે નમસ્કાર ક૨ના૨ને પુણ્યબંધ થાય નહિ . સ્વકથનની પુષ્ટિ કરવા માટે પૂર્વપક્ષી કહે છે
જો તમે પ્રતિમાને નમસ્કાર ક૨ના૨ને પુણ્યબંધ થાય છે તેમ સ્વીકારશો તો પુણ્યબંધ નિષ્કારણ થાય છે, તેમ તમારે માનવું પડશે; કેમ કે પાર્શ્વસ્થાદિમાં સાવદ્ય ક્રિયા છે, માટે વંદન કરનારને સાવઘ ક્રિયાની અનુમોદના થાય છે, એમ તમે યુક્તિ આપી. એ પ્રમાણે જેને પ્રણામ ક૨વામાં આવે છે, તેવા પાર્શ્વસ્થાદિ