________________
૧૨૨૪
વ્યાખ્યાર્થ :
यथा
ઞજ્ઞવિરાધનાવિનક્ષણ: । જે પ્રમાણે ભાંડાદિકૃત=બહુરૂપીકૃત, વિડંબકલિંગને જાણીને નમસ્કાર કરતા એવા આને=નમસ્કાર કરનારને, પ્રવચન હીલનાદિરૂપ દોષ છે, ચ=i=એ રીતે નિસને=પ્રવચન ઉપઘાત નિરપેક્ષ એવા પાર્શ્વસ્થાદિને, જાણીને નમસ્કાર કરાયે છતે નમસ્કાર કરનારમાં ધ્રુવ=નક્કી, આશાવિરાધનાદિ સ્વરૂપ દોષ છે.
મૂળ ગાથામાં પાઠાંતર બતાવે છે
પાન્તર વી... ગાથાર્થ કૃતિ ।। નિર્ધ્વસ પણ જાણીને વંદન કરનારને દોષ જ છે=આજ્ઞાવિરાધનાદિ સ્વરૂપ દોષ છે. णिर्द्धधसंप એ પાઠાંતર પ્રકટ અર્થવાળો જ=સ્પષ્ટ અર્થવાળો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
‘કૃતિ’ શબ્દ આવશ્યકનિર્યુક્તિના કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ :
...
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
-
આવશ્યકનિર્યુક્તિના પાઠમાં વસ્ થી પ્રમવા સુધી જે કથન કર્યું, એ કથન પૂર્વે આવશ્યકનિર્યુક્તિમાં સંયમમાં ઉદ્યત વિહારવાળા અને ઉદ્યત વિહાર વગરના સાધુઓ બતાવ્યા, અને તેમના સંબંધી વંદન વિષયક ઉચિત વિધિ બતાવી કે ઉદ્યત વિહારીને સુસાધુ માનીને વંદન થઈ શકે અને ઉદ્યત વિહારી સિવાયનાને સુસાધુ માનીને વંદન થઈ શકે નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
આ સાધુમાં ઉદ્યત વિહા૨રૂપ પર્યાય છે અને આ સાધુમાં ઉદ્યત વિહારરૂપ પર્યાય નથી, તેની વિચારણા કરવી વંદન કરનારને આવશ્યક નથી; કેમ કે પોતાના ભાવની વિશુદ્ધિથી વંદન ક૨ના૨ને નિર્જરાની પ્રાપ્તિ થાય. તેથી ભગવાને બતાવેલ આ સાધુનો વેશ છે, માટે તેમને નમન કરવું યુક્ત છે, પરંતુ સાધુવેશવાળામાં સાધુના ગુણો છે અથવા સાધુના ગુણો નથી, તેનો વિચાર કરવો વંદન કરનાર માટે નિષ્ફળ છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે
સાધુમાં રહેલા સુસાધુના ગુણને કા૨ણે નમસ્કા૨ ક૨ના૨ને નિર્જરા થતી નથી, પરંતુ પોતાના અધ્યાત્મની શુદ્ધિથી નિર્જરા થાય છે. તેથી સાધુના વેશને જોઈને તેઓને નમસ્કાર કરે તો નમસ્કા૨ ક૨ના૨ને અધ્યાત્મની શુદ્ધિ થઈ શકે છે. માટે આ સાધુ સંયમમાં ઉદ્યત વિહા૨વાળા છે અને આ સાધુ સંયમમાં ઉદ્યત વિહા૨વાળા નથી, તેવી વિચારણા કરવી વંદન કરનાર માટે આવશ્યક નથી.
આવશ્યકનિર્યુક્તિમાં ઉદ્યત વિહારી અને શિથિલ વિહારીવિષયક વંદનની વિધિ પ્રતિપાદન કરાઈ, ત્યાં પૂર્વપક્ષી કહે છે –
વંદન કરનારના અધ્યવસાયથી નિર્જરા થાય છે. તેથી સાધુવેષધારી વ્યક્તિ સુસાધુ છે કે કુસાધુ છે, તેનો વિચાર વંદન કરનારને કરવાનો નથી, પરંતુ વિશુદ્ધ ભાવથી વંદન કરે તો વંદન કરનારને નિર્જરાની પ્રાપ્તિ થાય અને તેની પુષ્ટિ માટે તત્તિ થી સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે –
તીર્થંકરના ગુણો પ્રતિમામાં નથી, એમ જાણનારને પણ તીર્થંકરની પ્રતિમાને નમસ્કા૨ ક૨વાથી પોતાના ભાવની વિશુદ્ધિને કારણે વિપુલ નિર્જરા થાય છે. એ રીતે પાર્શ્વસ્થાદિમાં પણ ભગવાને બતાવેલું