________________
૧૨૩૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
પરિણામવાળા છે, તેઓ કેટલાક ગુણવાળા નથી; માટે સાધુના ગુણોનો આરોપ કરીને વંદનીય બને નહીં, પરંતુ જેઓ ભગવાને બતાવેલા માર્ગમાં ઔચિત્યપૂર્વક યત્ન કરનારા અપુનબંધકો, સંવિગ્નપાલિકો વગેરે કતિપયગુણવાળા છે, તેઓમાં અધ્યારોપ કરીને વંદન કરવું ઉચિત છે. આ પ્રકારનું આવશ્યકનિર્યુક્તિનું વચન છે. આથી ગઠ્ઠાંતરીય સાધુમાં સંયમને અનુકૂળ કેટલાક ગુણો નહિ હોવાને કારણે અથવા વિપરીત માર્ગમાં સંસ્થિત હોવાને કારણે ઉભૂતદોષો છે અર્થાત્ પ્રગટ દોષો છે માટે અધ્યારોપ થઈ શકે નહિ, તેથી વંદનીય નથી; જ્યારે ગચ્છતરીય પરિગૃહીત પ્રતિમામાં આકારમાત્ર તુલ્યપણું હોવાને કારણે જિનગુણનો આરોપ કરીને વંદન કરી શકાય છે.
ઉપરમાં કહ્યો એવો અર્થ ફલિત થવાને કારણે ઉક્ત અનુમાનમાં=પૂર્વપક્ષીએ કરેલ અનુમાનમાં, ઉપાધિ દોષ છે. તેથી પૂર્વપક્ષીનું અનુમાન અર્થ વગરનું છે અને તે ઉપાધિ દોષ આ રીતે છે –
પૂર્વપક્ષીએ અનુમાન કરેલ કે “ગચ્છતરીય પ્રતિમા અવંદનીય છે; કેમ કે ગચ્છતર પરિગૃહીતપણું છે.” આ અનુમાનમાં ગચ્છાંતર પરિગૃહીતત્વરૂપ હેતુ સોપાધિક છે અને સોપાધિક હેતુ સાધ્યનો અનુમાપક બની શકે નહિ.
જેમ - કોઈ અનુમાન કરે કે ‘પર્વતો ધૂમવાન્ વ ’ પર્વત ધૂમવાળો છે; કેમ કે વહ્નિવાળો છે. આ પ્રકારના અનુમાનમાં વહ્નિરૂપ હેતુ સોપાધિક હોવાને કારણે ધૂમનો અનુમાપક બનતો નથી. વહ્નિરૂપ હેતુ સોપાધિક આ રીતે છે –
આર્દ્રધન સંયુક્ત વહ્નિ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ધૂમ હોય એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી આર્દ્રધન સંયોગરૂપ વિશેષણથી વિશિષ્ટ વહ્નિ સાથે ધૂમની વ્યાપ્તિ છે, કેવલ વહ્નિ સાથે ધૂમની વ્યાપ્તિ નથી. તેથી એ ફલિત થાય છે કે વ્યાપ્તિમાં જે વિશેષણ અંશ છે, તે ઉપાધિ છે. માટે આર્દ્રધન સંયોગ ઉપાધિ છે અને ઉપાધિવાળા હેતુ સાથે સાધ્યની વ્યાપ્તિ હોવાથી ઉપાધિવગરનો વહ્નિરૂપ હેતુ સાધ્યનો ગમક બને નહીં તેથી અનુમાન કરવામાં આવે કે પર્વત ધૂમવાળો છે; કેમ કે આäધન સંયોગવિશિષ્ટ વહ્નિવાળો છે, તો તે અનુમાન સાચું બને. પરંતુ જે અનુમાનમાં આર્દ્રધન સંયોગરૂ૫ વિશેષાંશ ન હોય તેવો વહ્નિરૂપ હેતુ સાધ્યનો ગમક બને નહિ. તેથી જે અનુમાનમાં હેતુની વ્યાપ્તિ ઉપાધિથી સહિત પ્રાપ્ત થતી હોય તે અનુમાનમાં બતાવેલ હેતુમાં ઉપાધિરૂપ વિશેષણાંશ ન હોય તો તે હેતુથી સાધ્યની સિદ્ધિ થતી નથી.
આવશ્યકનિયુક્તિના પાઠ પૂર્વે પૂર્વપક્ષીએ અનુમાન કરેલ કે “છિન્તરી પ્રતિમા ન વન્દ્રનીયા છાન્તરપર પૃહીતત્વીત્ યથાડા છસાધુ:” આ અનુમાનમાં છાન્તરપરગૃહીતત્વ રૂપ હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ નથી, પરંતુ ભૂતવોષવિશિષ્ટછતર પરિપૃહીતત્વ રૂપ હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ છે. માટે “Tષ્ઠાન્તરી પ્રતિમા ન વનીયા Tછાન્તરપરિગૃહીતત્વ" | આ પૂર્વપક્ષીએ કરેલ અનુમાનમાં છિન્તરપરિપૃથ્રીતત્વ રૂપ હેતુ સાબનો ગમક નથી, માટે પૂર્વપક્ષીએ કરેલ આ અનુમાનથી ગચ્છતરીય પ્રતિમા અવંદનીય સિદ્ધ થાય નહિ.