________________
૧૨૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
મનમાં કરીને તેઓને નમસ્કાર કરે ? અર્થાત્ કોઈ ગુણનું સ્મરણ કરીને પાર્શ્વસ્થાદિને નમસ્કાર થઈ શકે નહિ, પરંતુ પ્રતિમામાં તો તીર્થંકરના ગુણોનું સ્મરણ કરીને નમસ્કાર થઈ શકે છે.
આનાથી એ ફલિત થયું કે સાવઘકર્મવાળા પાર્શ્વસ્થાદિમાં ગુણોનું સ્મરણ કરીને નમસ્કાર થઈ શકે નહિ. કેમ થઈ શકે નહિ ? તે ગાથા-૧૧૩૭ થી આચાર્યશ્રી સ્પષ્ટ કરે છે -
જે પ્રમાણે ભાંડાદિ=બહુરૂપી પાત્ર ભજવનાર=નાટક કરનાર, સાધુનો વેષ ગ્રહણ કરીને નાટક ભજવતો હોય, તેને સાધુ જાણીને કોઈ નમસ્કાર કરે તો પ્રવચનહીલનાદિ દોષ થાય છે, એ રીતે પ્રવચનના ઉપઘાતથી નિરપેક્ષ એવા પાર્શ્વસ્થાદિને જાણીને વંદન કરે તો વંદન કરનારને આજ્ઞાવિરાધનાદિ સ્વરૂપ દોષો પ્રાપ્ત થાય છે.
અહીં પ્રવચન ઉપઘાત નિરપેક્ષ પાર્શ્વસ્થાદિનું ગ્રહણ કર્યું, તેથી અર્થથી એ ફલિત થયું કે દેશપાર્શ્વસ્થમાં ભગવાનના વચનનો રાગ હોય છે, તેથી દેશપાર્શ્વસ્થના તેટલા ગુણોને મનમાં કરીને નમસ્કાર કરનારને આજ્ઞાવિરાધનાદિ દોષોની પ્રાપ્તિ નથી; પરંતુ જે સર્વપાર્શ્વસ્થ છે તેઓ સંપૂર્ણ ગુણથી રહિત છે, માટે બહુરૂપી જેવા વેષવિડંબક છે. તેથી તેઓને નમસ્કાર કરવાથી તેમનામાં રહેલ સાવઘક્રિયાની અનુમોદના
પ્રાપ્ત થાય.
ટીકા ઃ
अत्राकारमात्रतुल्ये कतिपयगुणयुक्ते वा अध्यारोपोऽप्युचित इति वचनादन्यत्रेष्टसाधनत्वज्ञानाभावादाहार्यारोपोऽ ऽप्यनुपपत्र इति गच्छान्तरीयसाधौ अध्यारोपेणाप्यवन्द्यत्वं तादृशप्रतिमायां तु आरोपविषयत्वाद् वन्द्यत्वमेव इति उक्तानुमाने साधनावच्छिन्नसाध्यव्यापकम् उद्भूतदोषवत्त्वम् उपाधिरिति યઋિત્વિવેતત્ ।।૭રૂા
ટીકાર્ય
अत्र
• યિિશ્વવેતત્ ।। અહીંયાં=પૂર્વે કહેલ આવશ્યકનિર્યુક્તિ પાઠવિષયક શંકા-સમાધાનનો ગ્રંથ બતાવ્યો એમાં, આકારમાત્રથી તુલ્યમાં અથવા કેટલાક ગુણયુક્તમાં=આકાર તુલ્ય હોતે છતે કેટલાક ગુણયુક્ત એવા સાધુમાં, અધ્યારોપ પણ ઉચિત છે, એવું વચન હોવાને કારણે, અન્યત્ર= આકારમાત્રતુલ્યથી અન્યત્ર કે આકારથી તુલ્ય કેટલાક ગુણયુક્તથી અન્યત્ર, ઇષ્ટસાધનત્વજ્ઞાનના અભાવને કારણે=આહાર્ય આરોપ કરીને વંદન કરવાથી આ વંદનક્રિયા ઇષ્ટ એવા નિર્જરારૂપ ફળનું સાધન છે એવા જ્ઞાનનો અભાવ હોવાને કારણે, આહાર્ય આરોપ પણ અનુપપન્ન છે=અસંગત છે, એથી કરીને ગચ્છાન્તરીય સાધુમાં અધ્યારોપથી પણ અવંદનીયપણું છે. વળી તેષા પ્રકારની પ્રતિમામાં=ગચ્છાન્તરીય પરિગૃહીત પ્રતિમામાં, આરોપનું વિષયપણું હોવાથી=આકારમાત્ર તુલ્ય હોવાને કારણે આરોપનું વિષયપણું હોવાથી વંદ્યપણું જ છે, એથી કરીને ઉક્ત અનુમાનમાં=પૂર્વે કહેલ કે, રાઘ્ધાન્તરીવા પ્રતિમા ન વનનીયા ગચ્છાન્તરપરિવૃત્તીતત્વત્ ।=ગચ્છાંતરીય પ્રતિમા વંદનીય નથી; કેમ કે
-