________________
૧૨૨૬
પ્રતિમાશતક | શ્લોક : ૭૩ વિષયક સાવઘક્રિયાહતુક વંદન કરનારને પાપબંધ રૂ૫ ફળ છે, તેમ પ્રતિમામાં નિરવદ્ય ક્રિયા નહિ હોવાથી નિરવઘક્રિયાહતુક પુણ્યબંધરૂપ ફળ નથી, પરંતુ નિષ્કારણ છે તેમ માનવું પડે.
અહીં ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિમાને નમસ્કાર કરનારને પ્રતિમામાં નિરવદ્ય ક્રિયા નહિ હોવા છતાં પુણ્યબંધરૂપ ફળ થાય છે તેમ સ્વીકારીએ તો શું વાંધો આવે ? તો પૂર્વપક્ષી કહે છે –
અહેતુક કર્મબંધ થાય=અહેતુક કર્મબંધ સ્વીકારીએ તો કારણ વગર કર્મબંધ રૂ૫ ફળ થાય છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો મોક્ષમાં ગયેલા જીવો પણ વગર કારણે કર્મ બાંધી શકે તેમ માનવું પડે, તેથી મોક્ષના અભાવની પ્રાપ્તિ થાય.
વળી, પુણ્યબંધના ઉપાયોના સેવન વગર પણ પુણ્યબંધની પ્રાપ્તિ અને પાપના ઉપાયોના સેવન વગર પણ પાપબંધની પ્રાપ્તિ સ્વીકારવાની આપત્તિ આવે. માટે પ્રતિમાને વંદન કરવાથી નિર્જરા થાય છે તેમ માની શકાય નહિ; અને પ્રતિમાને વંદન કરવાથી નિર્જરા થાય છે, તેમ સ્વીકારીએ તો એમ જ સ્વીકારવું પડે કે વંદન કરનારના અધ્યવસાયને કારણે વંદન કરનારને નિર્જરા થાય છે, પણ પ્રતિમાવિષયક નિરવદ્ય ક્રિયાને કારણે નિર્જરા થતી નથી; અને તેમ સ્વીકારીએ તો અર્થથી એ પ્રાપ્ત થાય કે પાર્થસ્થાદિને વંદન કરનારને પણ પોતાના અધ્યવસાયના બળથી નિર્જરા થાય છે, પરંતુ પાર્થસ્થાદિ વિષયક સાવદ્ય ક્રિયાને કારણે પાપબંધ થાય છે, તેમ માની શકાય નહિ; કેમ કે પ્રણમ્ય વિષયક સાવદ્ય કે નિરવદ્ય ભાવોને કારણે પુણ્યબંધ કે નિર્જરા થતી નથી, પરંતુ વંદન કરનારના અધ્યવસાયને આશ્રયીને કર્મબંધ કે નિર્જરા થાય છે. તેથી પાર્થસ્થાદિમાં, આ ભગવાને કહેલ વેશ છે, તેવી બુદ્ધિ કરીને શુભ અધ્યવસાયથી કોઈ પાર્થસ્થાદિને વંદન કરે તો વંદન કરનારને પોતાના અધ્યવસાય પ્રમાણે નિર્જરા થાય છે, તેમ માનવું જોઈએ, અને આમ માનો તો જ મોક્ષાદિ પદાર્થોની સંગતિ થાય. આ પ્રકારનો ચોદક=પ્રશ્નકાર એવા પૂર્વપક્ષીનો આશય છે.
પૂર્વમાં ગાથા-૧૧૩૩માં પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રતિમામાં જેમ સાવઘક્રિયા નથી, તેમ નિરવક્રિયા પણ નથી. તેથી જો સાવઘક્રિયાને કારણે પાર્થસ્થાદિને વંદન કરવાથી કર્મબંધ પ્રાપ્ત થતો હોય તો નિરવઘક્રિયા ન હોવાને કારણે પ્રતિમાને નમસ્કાર કરવાથી પણ પુણ્યબંધ થવો ન જોઈએ.
આનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે વંદ્યગત સાવઘક્રિયા કે નિરવઘક્રિયા પુર્યાબંધ કે પાપબંધનું કારણ નથી, પણ વંદન કરનારનો અધ્યવસાય પુણ્યબંધ કે પાપબંધ પ્રત્યે કારણ છે. આ પ્રમાણે યુક્તિથી બતાવીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે આ સાધુ ઉઘતવિહારી છે અને આ સાધુ શિથિલવિહારી છે, તેવી વિચારણા વંદન કરનારને આવશ્યક નથી. તેનું નિરાકરણ કરવા માટે આચાર્યશ્રી કહે છે –
પ્રતિમામાં સાવઘક્રિયા નથી અને નિરવઘક્રિયા પણ નથી તોપણ મનની વિશુદ્ધિથી વંદન કરનારને પુણ્યબંધ સ્વરૂપે ફળ થાય છે અને તે મનની વિશુદ્ધિમાં પ્રતિમા કારણ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
પ્રતિમાની જેમ પાર્થસ્થાદિનું દ્રવ્યલિંગ પણ મનની વિશુદ્ધિનું કારણ થાય, માટે પાર્થસ્થાદિને વંદન કરવામાં વંદનકના અધ્યવસાયથી નિર્જરા થઈ શકે છે. તેને આચાર્યશ્રી કહે છે –
જોકે પ્રતિમામાં જેમ વીતરાગનો સંકલ્પ થાય છે તેથી વંદન કરનારને નિર્જરા થાય છે, તેમ દ્રવ્યલિંગ મુનિગણના સંકલ્પનું કારણ છે તે અપેક્ષાએ દ્રવ્યલિંગ પણ વંદન કરનારને નિર્જરાનું કારણ છે, તેમ માનવું