________________
૧૨૨૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
વ્યાખ્યાર્થ:
સન્તો વિદ્યમાના: ..... સમજુતિ થાર્થ: || તીર્થંકરના ગુણો જ્ઞાનાદિ, તીર્થકરમાં=અરિહંત ભગવાનમાં વિદ્યમાન છે અથવા શોભન છે, અને આ પ્રતિમા તે ભગવાનની છે. તેઓને નમસ્કાર કરનારાઓનું આ અધ્યાત્મ આ ચિત્ત, છે, અને તેઓમાં પ્રતિમામાં સાવઘ=સપાપ ક્રિયા=ચેષ્ટા નથી. ઈતરમાં=પાર્થસ્થાદિમાં ધ્રુવ=નક્કી સાવદ્ય ક્રિયા છે. પ્રણામ કરનારને ત્યાં શું ? એથી કરીને કહે છે – સમનુજ્ઞા છે સાવદ્ય ક્રિયાયુક્ત પાર્શ્વસ્થાદિને પ્રણામ કરવાથી સાવદ્ય ક્રિયાની અનુમતિ છે, એ પ્રમાણે તાત્પર્ય છે.
આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૩૨નો અર્થ ‘અથવાથી બીજી રીતે ટીકામાં બતાવે છે –
તીર્થંકરના ગુણો તીર્થકરમાં વિદ્યમાન છે. તેઓને અમે પ્રણામ કરીએ છીએ. તેઓનું=નમસ્કાર કરનારાઓનું, આ અધ્યાત્મઆ ચિત્ત છે. તેથી તીર્થંકરના ગુણો તીર્થંકરમાં વિદ્યમાન છે તેથી, અહંદુ ગુણના અધ્યારોપ વડે પ્રતિમા ઈષ્ટ છે. પ્રણામ કરવાથી નમસ્કાર કરનારાઓને પરિસ્પંદન સ્વરૂપ સાવદ્ય ક્રિયા નથી. ઈતરમાં પૂજા કરાતા પાર્થસ્થાદિમાં, અશુભ ક્રિયાથી સહિતપણું હોવાથી તેઓને=પાર્શ્વસ્થાદિને નમસ્કાર કરનારાઓને, ધ્રુવ=નક્કી, સમનુજ્ઞા=અનુમતિ, છે.
e અધ્યાત્મ, ચિત્ત, અધ્યવસાય આ બધા એકાર્યવાચી શબ્દો છે.
પુનરાર - વળી પણ ચોદક પ્રશ્ન કરનાર, પૂર્વપક્ષી કહે છે – ગાથાર્થ :
નદ વિન્ની મહેક દોફ પાનદ સવિMા શિરિયા ન0િ પરમાણુ મિયરવિ=જે રીતે પ્રતિમામાં સાવધ ક્રિયા નથી, તે રીતે ઈતર પણ નિરવધ ક્રિયા પણ, નથી. તમારે પહi mત્વિ=તેના અભાવમાં-નિરવધ ક્રિયાના અભાવમાં, ફળ નથી=પ્રતિમાને નમસ્કાર કરનારને પુણ્ય સ્વરૂપ ફળ નથી. મદદો હવે ફળ થાય છે, એમ માનો તો ગરેજ રોડ઼ અહેતુક થાય પ્રણમ્ય એવી પ્રતિમારૂપ વસ્તુમાં નિરવધ ક્રિયારૂપ હેતુનો અભાવ હોવાથી પ્રતિમાને નમસ્કાર કરનારને અહેતુક-હેતુ વગર ફળ થાય છે એમ માનવું પડે. વ્યાખ્યાર્થ:
યથા ... મોક્ષમાવ રૂતિ થાર્થ ! જે પ્રમાણે સાવદ્ય ક્રિયા=સપાપ ક્રિયા, પ્રતિમામાં નથી જ, એ રીતે ઇતર પણ=નિરવ પણ, નથી જ. તેના અભાવમાં નિરવઘ ક્રિયાના અભાવમાં=પ્રતિમામાં નિરવઘ ક્રિયાના અભાવમાં, પુણ્યસ્વરૂપ ફળ નથી=પ્રતિમાને નમસ્કાર કરનારને પુણ્યસ્વરૂપફળ નથી. હવે થાય છે–પ્રતિમાને નમસ્કાર કરનારને પુણ્યસ્વરૂપ ફળ થાય છે, તો અહેતુક થાય છે=નિષ્કારણ થાય છે, કેમ કે ફળનું=નમસ્કાર કરનારને પુણ્યબંધ સ્વરૂપ ફળનું, પ્રણમ્ય વસ્તુ વિષયક=પ્રણમ્ય એવી પ્રતિમા સંબંધી ક્રિયાહતુકપણું છે, તેથી પ્રતિમામાં નિરવઘ ક્રિયા નહિ હોવાને કારણે નમસ્કાર કરનારને નિષ્કારણ પુણ્યબંધ થાય છે, તેમ માનવાની આપત્તિ આવે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય છે; અને અહેતુકપણું હોતે છતે=પ્રતિમામાં નિરવઘ ક્રિયા નહિ હોવા છતાં નમસ્કાર કરનારને પુણ્યબંધ થાય છે તે પુણ્યબંધનું અહેતુકપણું હોતે છતે, આકસ્મિક કર્મબંધનો સંભવ હોવાથી મોક્ષાદિ અભાવની પ્રાપ્તિ થાય, એ પ્રકારે ગાથાર્થ છે.