________________
૧૨૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૭૩ સ્વઅભીષ્ટ વંદન, તે પણ શાસ્ત્રાર્થ બોધને ઉચિત નથી શાસ્ત્રસંમત નથી, એ રૂપ ઉક્ત અર્થમાં, કાકુથી વ્યંગ્યને જ ધ્વનિથી અર્થાત્ અર્થથી વ્યંગ્યને જ, કંઠથી સાક્ષાત્ શબ્દથી, સ્પષ્ટ કરવા માટે કહે છે – ભાવાર્થ :
પૂર્વે શ્લોક-૭રમાં સ્થાપન કર્યું કે જે કાળમાં નિશ્ચિત અને અનિશ્રિત પ્રતિમાઓ પ્રાયઃ કરીને વિધિકારિત હોતી નથી, તે કાળમાં સ્વગચ્છ નિશ્રિત જ પ્રતિમા પૂજનીય છે અને અન્ય ગચ્છ નિશ્રિત પ્રતિમા પૂજનીય નથી, એમ કહેવું તે ઉચિત નથી.
એ કથનથી અર્થથી એ વ્યક્ત થાય છે કે અવિધિથી કરાયેલ પણ પ્રતિમાઓને અપવાદથી પૂજવામાં અવિધિની અનુમતિનો દોષ નથી. તેથી જેમ કોઈ સાધુવેશમાં હોય અને સંયમમાં શિથિલાચારી હોય તેને વંદન કરવામાં તેના શિથિલાચારની અનુમતિ પ્રાપ્ત થાય છે, તેમ અવિધિથી કરાયેલી પ્રતિમાની પૂજામાં અવિધિની અનુમતિ પ્રાપ્ત થતી નથી. આ કથન પૂર્વે શ્લોક-૭૨માં કહેલા કથનથી વ્યક્ત થાય છે, અને તેનાથી કાકુથી=અર્થથી, એ વ્યંગ્ય થાય છે કે જિનપ્રતિમા અને સાધુલિંગમાં સર્વથા સમાનતા નથી, પરંતુ કાંઈક વિષમતા છે, તેથી જ પાસસ્થાને વંદન કરવામાં દોષની અનુમતિ પ્રાપ્ત થાય છે અને દુષમકાળમાં વિધિપ્રાપ્ત પ્રતિમા ન હોય તો અવિધિથી કરાયેલી પ્રતિમાને અપવાદથી વંદન-પૂજનમાં દોષ નથી. તે જ વાતને સાક્ષાત્ શબ્દોથી સ્પષ્ટ કરવા માટે પ્રસ્તુત શ્લોકમાં કહે છે – શ્લોક -
चैत्यानां न हि लिङ्गिनामिव नतिर्गच्छान्तरस्योचितेत्येतावद्वचसैव मोहयति यो मुग्धान् जनानाग्रही । तेनावश्यकमेव किं न ददृशे वैषम्यनिर्णायकम्,
लिङ्गे च प्रतिमासु दोषगुणयोः सत्त्वादसत्त्वात्तथा ।।७३ ।। શ્લોકાર્ચ -
જેમ લિંગીઓને નહિ નમસ્કાર-વંદન, ઉચિત નથી, તેમ ગચ્છાંતરના=અન્ય ગચ્છના, ચેત્યોની અતિ નમસ્કાર-વંદન, ઉચિત નથી. એ પ્રકારના આટલા વચનથી જ જે આગ્રહી જીવ મુગ્ધ લોકોને મોહ પમાડે છે, તેના વડે લિંગમાં દોષ અને ગુણનું સત્વ હોવાથી અને પ્રતિમાઓમાં દોષ અને ગુણનું અસત્વ હોવાથી વૈષમ્યનું નિર્ણાયક એવું આવશ્યક જ=આવશ્યકનિર્યુક્તિ નામનું શાસ્ત્ર જ, શું નથી જોવાયું ? ll૭3II
૦ શ્લોકમાં ‘તથા' શબ્દ “અને' અર્થમાં છે.