________________
૧૨૧૪
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
સાધ્યની વચ્ચે વ્યાપ્તિ બતાવીને જેમ - અન્ય ગચ્છના સાધુ, એ પ્રમાણે દૃષ્ટાંત બતાવ્યું. આ રીતે ત્રણ અવયવ બતાવેલ છે અને અર્થથી બાકીના બે અવયવ ઉપનય અને નિગમન સમજી લેવા.
एतावत् સપ્તમી । આટલા વચનથી જ જે મુગ્ધજનોને મોહ પમાડે છે=વિપર્યાસ પમાડે છે, તે આ રીતે-પ્રમાણપાઠીવડે=અનુમાન પ્રમાણને કહેનારા એવા અમારા ગુરુઓ વડે જે કહેવાયેલું છે, તે સત્ય છે=મુગ્ધ લોકોને અનુમાન પ્રમાણના પંચાવયવ બતાવવાથી એમ લાગે કે પ્રમાણને કહેનારા અમારા ગુરુ છે. તેથી તેઓ વડે જે કહેવાય છે કે અન્ય ગચ્છનાં ચૈત્યો=પ્રતિમાઓ વંદનીય નથી, તે સત્ય છે, એ પ્રકારનો મુગ્ધજીવોને મોહ થાય છે.
‘કૃતિ' કથનની સમાપ્તિ સૂચક છે.
=
જે મુગ્ધજીવોને આ પ્રકારના વચનથી મોહ પમાડે છે, તે કેવા છે, તે બતાવતાં કહે છે – આગ્રહી= અભિનિવેશ મિથ્યાત્વવાળા છે.
.....
તેના વડે શું ? તેથી કહે છે - આવશ્યક જ=આવશ્યકનિર્યુક્તિ નામનું શાસ્ત્ર જ, તેના વડે જોવાયું નથી.
તે=આવશ્યક નિર્યુક્તિ નામનું શાસ્ત્ર, કેવું છે ? તે કહે છે - અને લિંગમાં દોષ અને ગુણનું સત્ત્વ હોવાથી=વિદ્યમાનતા હોવાથી, અને પ્રતિમામાં તેનું=દોષ અને ગુણનું અસત્ત્વ હોવાથી=અવિધમાનતા હોવાથી, વૈષમ્યનું નિર્ણાયક=વૈસદશ્યનો નિર્ણય કરનાર, આવશ્યક નિર્યુક્તિ નામનું શાસ્ત્ર છે=લિંગ અને પ્રતિમાના વૈસદૃશ્યનો નિર્ણય કરનાર એવું આવશ્યકનિર્યુક્તિ નામનું શાસ્ત્ર છે તે શાસ્ત્રને જ પૂર્વપક્ષીએ જોયું નથી, એમ અન્વય છે.
જિજ્ઞે એ પ્રકારના શબ્દમાં જે સપ્તમી વિભક્તિ છે, તે વ્યંજકત્વાખ્યવિષયપણામાં સપ્તમી છે. ભાવાર્થ :
આવશ્યકનિર્યુક્તિના પાઠમાં કહ્યું છે કે સાધુના લિંગમાં દોષ અને ગુણ બંને છે, તેથી ગુણ હોય ત્યાં વંદન થાય અને દોષ હોય ત્યાં વંદન થાય નહિ, અને પ્રતિમામાં દોષ પણ નથી અને ગુણ પણ નથી; કેમ કે પ્રતિમા પુદ્ગલાત્મક છે. તેથી પ્રતિમાની મુદ્રામાં આહાર્ય આરોપ કરીને વીતરાગતાની ઉપસ્થિતિ કરી શકાય છે. માટે અન્ય ગચ્છીય પ્રતિમાને પણ વંદનીય સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ પ્રકારનું પ્રતિમામાં અને લિંગમાં વૈષમ્ય હોવા છતાં પૂર્વપક્ષી સ્થાપન કરે છે કે જેમ ગચ્છાંતરના સાધુ વંદનીય નથી, તેમ ગચ્છાંતરની પ્રતિમા વંદનીય નથી, આ પ્રકારનું પૂર્વપક્ષીનું અનુમાન આવશ્યકનિર્યુક્તિના વચનને જાણ્યા વગર અભિનિવેશને કારણે કહેવાયેલ છે. વાસ્તવિક રીતે તો લિંગમાં દોષ હોવા છતાં વંદન ક૨વામાં આવે તો તે દોષની અનુમતિ પ્રાપ્ત થાય. જ્યારે પ્રતિમામાં દોષ નથી, માટે પ્રતિમાને નમસ્કા૨ ક૨વાથી દોષની અનુમતિ પ્રાપ્ત થતી નથી, અને લિંગમાં ગુણ હોય તો વંદન કરવાથી ગુણની અનુમોદના થાય છે અને પ્રતિમામાં ગુણ નહિ હોવા છતાં સદેશ આકારને કારણે આહાર્ય આરોપ કરીને વંદન થઈ ક૨વાથી વીતરાગની ભક્તિ થાય છે.