________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૨-૭૩
૧૨૧૧
ટીકાર્ય :
“ઘનું અતિ ભાવ: | ‘ઘ' શબ્દ શ્લોકમાં છે તે નિશ્ચય અર્થમાં છે. ચૈત્યોના નિશ્રિત અને ઈતરપણાથીનિશ્રિત અને અનિશ્ચિતપણાથી ભેદ હોવા છતાં પણ તંત્રમાં=શાસ્ત્રમાં, પ્રત્યેકને આશ્રયીએ લઘુ અને વૃદ્ધ વંદનવિધિ નક્કી કહેવાયેલી છે. વળી, સામ્યમાં=પ્રાયઃ તુલ્યપણામાં જે સાંપ્રત વિષમ એવા દુષમકાળમાં ઈચ્છા વડે કલ્પિત અન્ય ગચ્છીયતાદિક જે જે દૂષણ છે, તેના વડે ભજવાતું=સેવાનું સંકોચન=સંક્ષેપ અને ઘણા અંશો વડે લુંપાકની સમાનતામાં પર્યવસાયી એવા સ્વઅભીષ્ટનું સ્વેચ્છા માત્ર વિષયનું, વંદન તે પણ શું શાસ્ત્રાર્થ બોધને ઉચિત છે? અર્થાત્ ઉચિત નથી જ; કેમ કે કેટલાક મુગ્ધ વણિકની બુદ્ધિનું અંધામાત્રફળપણું છે, એ પ્રકારે ભાવ છે. I૭૨ ભાવાર્થ :
શાસ્ત્રમાં નિશ્રિત અને અનિશ્રિત ચૈત્યો=પ્રતિમા, કહેલ છે. કેટલીક પ્રતિમાઓ અચલગચ્છની છે, કેટલીક પ્રતિમાઓ ખરતરગચ્છની છે, એ પ્રકારે ગચ્છથી પ્રતિબદ્ધ હોય તે નિશ્ચિત પ્રતિમા છે, અને કેટલીક પ્રતિમા ગચ્છથી અપ્રતિબદ્ધ છે, તેમ કહેલ છે, અને તે દરેક પ્રતિમાને આશ્રયીને વંદનવિધિ કહેલ છે, તેથી નક્કી થાય છે કે સર્વ પ્રતિમાની આકારની સુંદરતાનું અવલંબન લઈને વંદન કરવું જોઈએ; અને વળી વિષમ એવા દૂષમ કાળમાં સર્વ ગચ્છની પ્રતિમાઓ પ્રાયઃ અવિધિકારિતરૂપ તુલ્ય હોય છે, ત્યારે આ પ્રતિમા અન્ય ગચ્છની છે, એ રૂ૫ ઇચ્છાથી કલ્પિત જે જે દૂષણ છે, તેનાથી ભગવાનની ભક્તિનું સંકોચન શાસ્ત્રાર્થ બોધને ઉચિત નથી અને સ્વઅભીષ્ટ પ્રતિમાને વંદન એ પણ શાસ્ત્રાર્થ બોધને ઉચિત નથી; કેમ કે તે ઘણા અંશે લુપાકના સમાનપણામાં પર્યવસાન પામે છે=લુંપાક જેમ સર્વ પ્રતિમાઓને અવંદનીય કહે છે, તેમ પોતાના નિયત અભિમત ગચ્છ સાથે સંબંધિત પ્રતિમાને છોડીને અન્ય પ્રતિમાઓને લંપાકની જેમ અવંદનીય કહેવી તે ઘણા અંશે લંપાકની સમાનતારૂપ છે માટે તે ઉચિત નથી.
આશય એ છે કે શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ અર્થે ઉત્સર્ગથી વિધિકારિત પ્રતિમા ન મળતી હોય ત્યારે સર્વ પ્રતિમાઓનો આકાર વીતરાગતાને બતાવનાર છે, તેથી તેની પણ ભક્તિ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે; અને આથી જ કોઈપણ ગચ્છની નિશ્રિત પ્રતિમા હોય કે અનિશ્રિત પ્રતિમાં હોયતો પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ તેમ કહેલ છે. આમ છતાં આ આપણા ગચ્છની પ્રતિમા છે માટે પૂજનીય છે અને આ અન્ય ગચ્છની છે માટે પૂજનીય નથી, તેમ કહેવું તે કેટલાક મુગ્ધ વણિકોને ઠગવા માત્રના ફળવાળી પ્રવૃત્તિ છે, પરંતુ શાસ્ત્રાનુસારી બોધને અનુસરનારી પ્રવૃત્તિ નથી. છરા અવતરણિકા:
उक्तार्थे काकुव्यङ्गमेव कण्ठेन स्पष्टीकर्तुमाह - અવતરણિતાર્થ :
ઉક્ત અર્થમાં પૂર્વે શ્લોક-૭૨માં કહ્યું કે ઇચ્છાકલ્પિત દૂષણ વડે સર્વથી ભજનાનું સંકોચન અને