________________
૧૧૯૧
પ્રતિમાશતક | શ્લોક : ૭૦
અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતિમાને પૂજનીય સ્થાપવા માટે તમે યુક્તિ આપી નથી, પરંતુ આ પ્રતિબંદિ ઉત્તર આપ્યો તે કાંઈ ઉત્તર નથી કે જેથી પ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ન જેવં.... વિક્ષિતત્વાન્ ! અને આ પ્રતિબંદિ છે તે અનુત્તરઃઉત્તર નથી, એમ ન કહેવું; કેમ કે તેના સમાધાન વડે યતિધર્મ અને પૌષધાદિ શ્રાદ્ધક્રિયા માટે પૂર્વપક્ષી જે સમાધાન આપશે, તે સમાધાન વડે, સમાન સુલભપણાનું વિવક્ષિતપણું છે. ૭૦માં ભાવાર્થ :
સ્થાનકવાસી ભગવાનની મૂર્તિને માનતા નથી, તેથી અત્યાર સુધીના પ્રસ્તુત ગ્રંથમાં તેનું નિરાકરણ કરીને મૂર્તિ પૂજનીય છે તેમ સ્થાપન કર્યું. હવે વૃષોદનુસારિત–ઉપાધ્યાય ધર્મસાગરજીનો મત, મૂર્તિને પૂજનીય માને છે, તોપણ વિધિપૂર્વક કરાયેલી એવી મૂર્તિ પૂજનીય છે, એમ કહે છે અને વર્તમાનકાળમાં પ્રાયઃ વિધિનો અસંભવ છે, તેથી અવિધિથી કરાયેલી ભગવાનની પ્રતિમાની પૂજા કરવી, તેવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવવી, તેવી મૂર્તિઓને વંદનાદિ કરવું, આ બધું ઇન્દ્રજાળ જેવું છે અર્થાત્ જેમ ઇન્દ્રજાળમાં દેખાય બધું પણ હોય કાંઈ નહિ, તેમ વર્તમાનમાં જે ભગવાનની મૂર્તિની પૂજા, પ્રતિષ્ઠા, ભગવાનની મૂર્તિને વંદનાદિ ક્રિયાઓ ધર્મરૂપે દેખાય છે, તે વાસ્તવિક ધર્મ નથી; કેમ કે વિધિપૂર્વક કરાયેલી આ પ્રતિમા નથી અને તેથી અવિધિથી કરાયેલી પ્રતિમા પૂજનીય બની શકે નહિ; અને તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –
શાસ્ત્રમાં સમ્યગ્લાવિત પ્રતિમાને ભાવગ્રામરૂપે સ્વીકારેલ છે અને સમ્યભાવિત પ્રતિમા તે જ છે કે જેમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા થયેલી હોય; કેમ કે પ્રતિષ્ઠા કરનાર સમ્યગુ વિધિપૂર્વક પોતાના આત્મામાં ઉપયોગ દ્વારા અરિહંતના સ્વરૂપને સમ્યફ સ્થાપન કરે તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને પોતાના આત્મામાં સમ્યગુ રીતે સ્થાપન કરાતું પરમાત્માનું સ્વરૂપ ઉપચારથી પ્રતિમામાં સ્થાપન કરવામાં આવે છે અને તેવી જ પ્રતિમા ભાવગ્રામ કહી શકાય=આત્માના કલ્યાણનું કારણ કહી શકાય, માટે જેઓ અવિધિથી પ્રતિષ્ઠા કરે છે તેવી પ્રતિમાની પૂજાથી કલ્યાણ સંભવે નહિ.
વળી ઉપાધ્યાય ધર્મસાગરજી પ્રતિમાને વંદ્ય સ્વીકારવામાં મુક્તિ આપે છે કે શાસ્ત્રમાં પ્રતિમાની પૂજ્યતાને કહેનારા સેંકડો અક્ષરો પ્રાપ્ત થાય છે, માટે પ્રતિમા પૂજનીય છે, તે અમને માન્ય છે; અને જેમ પ્રતિમા પૂજનીય છે, તે શાસ્ત્રવચનથી નક્કી થાય છે, તેમ સમ્યમ્ભાવિત જ પ્રતિમા પૂજનીય છે, તે પણ શાસ્ત્રવચનથી નક્કી થાય છે, માટે આ કાળમાં થતી પૂજા વગેરેની ક્રિયાઓ કલ્યાણનું કારણ બનતી નથી. આ પ્રકારે પૂર્વપક્ષનું પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી સ્થાપન કરીને ગ્રંથકારશ્રી ‘ન્ત'થી તેનું નિરાકરણ કરતાં કહે છે –
પૂર્વે કહ્યું એ રીતે, વિધિપૂર્વક પ્રતિષ્ઠા થયેલ નહિ હોવાને કારણે અવિધિથી થયેલ પ્રતિમાને પૂર્વપક્ષી પૂજનીય સ્વીકારે નહિ તો વર્તમાનકાળમાં યતિધર્મ, શ્રાવકોની પૌષધાદિ ક્રિયાઓ અને અપુનબંધકાદિના ઉચિત આચારો પણ દુર્લભ છે. તેથી એમ જ કહેવું પડશે કે વર્તમાનમાં કોઈ સાધુ નથી, કોઈ શ્રાવક