________________
૧૨૦૪
પ્રતિમાશતક | શ્લોક : ૭૧ તીર્થકર છે, તેવી બુદ્ધિ થાય છે. આમ છતાં વિધિકારિત જ પ્રતિમા પૂજાય એવા આગ્રહને વશ થઈને અરિહંતના બિંબની અવજ્ઞા કરવામાં આવે તો અર્થાત્ આ પ્રતિમા વિધિકારિત નથી, માટે પૂજાય નહિ, એ પ્રકારની અવજ્ઞા કરવામાં આવે તો દુરંત સંસારના પરિભ્રમણ સ્વરૂપ અનર્થની પ્રાપ્તિ થાય.
અહીં કોઈને શંકા થાય કે આ રીતે અવિધિથી કરાયેલી પ્રતિમાની પૂજા કરવાથી તે અવિધિની અનુમતિ પ્રાપ્ત થશે. જેમ - કોઈ સાધુ સંયમ લઈને અસંયમમાં યત્ન કરતો હોય તો તેને વંદનાદિ કરવાથી તેના અસંયમની અનુમોદના થાય છે, તેમ અવિધિથી કરાયેલી પ્રતિષ્ઠામાં અવિધિની અનુમતિ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં સમ્યક્ત્વપ્રકરણના પાઠની ટીકામાં કહેલ છે કે એ પ્રકારનો દોષ પ્રતિમામાં નથી; કેમ કે આગમનું પ્રમાણ છે.
આશય એ છે કે અવિધિથી પણ કરાયેલી પ્રતિમાને આગમમાં અપૂજ્ય તરીકે કહેલ નથી, પણ પૂજ્ય કહેલ છે. માટે અવિધિથી કરાયેલ પ્રતિમાની પૂજામાં અવિધિની અનુમતિનો દોષ પ્રાપ્ત થશે નહિ, અને તેમાં કલ્પભાષ્યની સાક્ષી આપેલ છે. તેનો ભાવ આ પ્રમાણે છે –
કલ્પભાષ્યમાં કહ્યું છે કે નિશ્રાકૃત અને અનિશ્રાકૃત સર્વત્ર દરેક ચૈત્યમાં ત્રણ સ્તુતિ આપવીઃકરવી જોઈએ, અને સમય ઓછો હોય અથવા ઘણાં ચૈત્યો હોય તો એક એક પણ સ્તુતિ આપવી જોઈએ. ત્યાં નિશ્રાકૃતથી સ્વગચ્છવાળાએ કરાવેલ પ્રતિષ્ઠાવાળી પ્રતિમાનું ગ્રહણ થાય છે અને અનિશ્રાકૃતથી અન્ય ગચ્છવાળાએ કરાવેલ પ્રતિષ્ઠાવાળી પ્રતિમાનું ગ્રહણ થાય છે અને તેની વિધિ સ્વગચ્છ કરતાં જુદી હોવાથી અવિધિથી કરાયેલી તે જિનપ્રતિમા છે, તેમ નક્કી થાય છે, તોપણ તે અહંદુ બિંબની ભક્તિ કરવાનું કલ્પભાષ્યમાં કહ્યું છે, માટે અવિધિથી પણ કરાયેલી પ્રતિમાની પૂજા કરનારને તે અવિધિની અનુમતિ પ્રાપ્ત થતી નથી, એ અર્થ કલ્પભાષ્યના પાઠથી નક્કી થાય છે. ઉત્થાન :
પૂર્વે શ્રાદ્ધવિધિનો પાઠ આપ્યો અને તેમાં કહ્યું કે સમ્યકત્વપ્રકરણમાં આ પ્રમાણે કહેવાયેલું છે, એમ કહીને તે પાઠ કહ્યો, તેમાં અવસ્થિત પક્ષ=પ્રમાણ પક્ષ, પ્રતિમાના વિષયમાં શું કહે છે, તેનું કથન કર્યું અને એ કથનનું તાત્પર્ય શું છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ચ - ___ अत्रावस्थितपक्षो यद्यप्युत्सर्गतो विधिकारितत्वमेव, गुरुकारितत्वस्वयंकारितत्वयोरपि तद्विशेषरूपयोरेवोपन्यासात्, अत एव विषयविशेषपक्षपातोल्लसद्वीर्यवृद्धिहेतुभूततया तदन्यथात्वे च त्रयाणामपि पक्षाणां भजनीयत्वमुक्तं विंशिकाप्रकरणे हरिभद्रसूरिभिः, तथाहि -
"उवयारंगा इह सोवओगसाहरणाण इट्ठफला । किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्व" त्ति ।। [विंशतिविंशिका-८, गा. १५]