________________
૧૨૦૬
પ્રતિમાશતક | શ્લોક : ૭૧ પક્ષપાત વડે ઉલ્લાસ પામતા વીર્યવૃદ્ધિના હેતુભૂતપણા વડે અને વીર્યવૃદ્ધિના હેતુભૂત ન થતા મમત્વાદિરૂપ તદ્અન્યથાપણામાં ત્રણેય પણ પક્ષોમાં ભજના વિશિકા પ્રક૨ણમાં બતાવેલી છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિધિકારિત હોતે છતે ગુરુકારિત કે સ્વયંકારિત પ્રતિમા હોય તો વીર્ય વિશેષ વૃદ્ધિ પામે છે. તેથી તે ત્રણેય પક્ષો આદરણીય બને છે; કેમ કે વિધિકારિત હોતે છતે ગુરુકારિત કે સ્વયંકારિત હોય તો ભાવની વિશેષ વૃદ્ધિ થાય છે. માટે ગુરુકારિત કે સ્વયંકારિતનો આગ્રહ દોષરૂપ નથી, પરંતુ વિધિકારિત હોય કે ન હોય તેવી વિચારણા કર્યા વગર ફક્ત ગુરુકારિત કે સ્વયંકારિતનો આગ્રહ હોય તો તે મમત્વનું કારણ બને છે. માટે તેવો આગ્રહ ઇષ્ટ નથી, એ અપેક્ષાએ વિંશિકામાં ત્રણે પણ પક્ષોમાં ભજના કહેલી છે, અને તેથી એ પ્રાપ્ત થાય છે કે ગુરુકારિત અને સ્વયંકારિત પણ વિધિકારિત હોય તો અવસ્થિત પક્ષમાં ઉત્સર્ગથી અભિમત છે.
તાહિથી વિંશિકામાં-૮/૧૫ ૩વારા દ ..... ગાથા કહી તેનો ભાવ આ પ્રમાણે છે –
વિંશિકાપ્રકરણમાં આઠમી પૂજાવિંશિકાની પંદરમી ગાથા પૂર્વે કહેવાયેલા વિધિકારિતાદિ સર્વ પક્ષો ઉપયોગ સાધારણ એવા અનુષ્ઠાનનાં ઉપકારભૂત અંગો છે=પૂજાકાળમાં વિધિકારિતાદિ પ્રતિમાને પૂજતી વખતે હું ભગવાનની ભક્તિ કરું છું, એ પ્રકારના વિશુદ્ધ ભાવરૂપ જે પોતાનો ઉપયોગ વિધિકારિતાદિ સર્વ પ્રતિમાઓને પૂજતી વખતે સાધારણ વર્તતો હોય તેવા પૂજાના અનુષ્ઠાનનાં ઉપકારનાં અંગો છે, એથી કરીને કાંઈક વિશેષથી ઇષ્ટ ફળવાળા છે. તેથી સર્વ પણ વિધિકારિતાદિ પક્ષો ભજનાએ છે અર્થાત્ વિધિકૃત સ્વકૃત કે વડીલકૃત સ્થાપનાદિ બુદ્ધિથી વિશેષ ભક્તિ ઉત્પન્ન થતી હોય તો તે સમીચીન છે, અને મમત્વ-કલહાદિ થતા હોય તો અસમીચીન છે.
અને આ કથન ષોડશક ૮/૪ની ટીકામાં પૂજ્ય શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ કહેલ છે, તે મુજબ અત્રે ભાવ જણાવેલ છે. તે આ પ્રમાણે –
કોઈ ગૃહસ્થ આ પ્રતિમા વિધિકારિત છે એવી બુદ્ધિથી તે પ્રતિમાની પૂજા કરતો હોય ત્યારે વિશેષ ભક્તિ ઉત્પન્ન થાય તો તે લાભનું કારણ બને; પરંતુ આ પ્રતિમા વિધિકારિત છે તેથી આ પ્રતિમાની ભક્તિ ક૨વી જોઈએ, અને અમુક પ્રતિમા વિધિકારિત નથી માટે તે પ્રતિમાની ભક્તિ ક૨વી ઉચિત નથી, એ પ્રકારની બુદ્ધિ કરીને ત્યાં અનાદર બુદ્ધિ કરે અને કલહાદિ કરે તો તે ઉચિત નથી. વળી, વિધિકારિત પણ પ્રતિમા સ્વયંકારિત છે કે ગુરુકારિત છે, એવી બુદ્ધિથી વિશેષ ભક્તિ ઉત્પન્ન કરનારી થાય તો તે ઈષ્ટ બને, પરંતુ ભગવાન પ્રત્યે વિશેષ ભક્તિ થવાને બદલે ફક્ત સ્વયંકારિતાદિને કા૨ણે તે પ્રતિમા પ્રત્યે મમત્વભાવ થાય તો તે અસમીચીન છે.
તેથી વિધિકારિતાદિ કે સ્વયંકારિતાદિ સિવાયની પ્રતિમા પ્રત્યે અપૂજનીયપણાની બુદ્ધિ થાય તો તે કર્મબંધનું કારણ છે.
આ પ્રમાણે વિધિકારિત, સ્વયંકારિત કે ગુરુકારિત એ ત્રણે પણ પક્ષોનું ભજનીયપણું કહ્યું. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે પ્રતિમા વિધિકારિત ન હોય, આમ છતાં સ્વયંકારિત કે ગુરુકારિતને કારણે ત્યાં પક્ષપાત